દેશમાં હાલમાં મોંધવારી અને બેરોજગારીનો મુદ્દો લોકો માટે મુશ્કેલી ભર્યો સાબીત થઇ રહ્યો છે. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જઇ રહ્યાં છે. આ તમામ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પેગાસસ (Pegasus) મામલે, બેરોજગારી અને મોંઘવારીને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર (Central government) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પેગાસસ (Pegasus) સત્યને દબાવી અને દેશના અવાજને કચડવાનો એક હથિયાર છે. તો બેરોજગારીના મુદ્દા પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે વડાપ્રધાન મોદી (PM Modi) એ એક પાર્ટનરશિપ બનાવી રાખી છે. જે પાર્ટનરશિપ દેશના ગરીબો સાથે નહીં, પરંતુ મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જણાવ્યું કે વડાપ્રધાન મોદી (PM Modi)ની ભાગીદારી યુવા, ખેડૂત, મજૂર અને વેપારીઓ સાથે નથી, પરંતુ તેની પાર્ટનરશિપ 2થી 3 ઉદ્યોગપતિ (Businessmen)ઓ સાથે જ છે. તેઓએ આગળ વધુમાં જણાવતાં કહ્યું કે અમે બે અને અમારા બે ની આ સરકાર માત્ર કેટલાક ઉદ્યોગપતિ (Businessmen)ઓ માટે જ કામ કરે છે.
the economic times
બેરોજગારી દેશનો સૌથી મોટો મુદ્દો
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે તે કોંગ્રેસના કાર્યકર્તા (Worker)ઓને ધન્યવાદ આપવા માગે છે. તેઓએ કોરોના કાળમાં દેશની મદદ કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે આજે બેરોજગારીએ દેશનો સૌથી મોટો મુદ્દો છે. વડાપ્રધાન મોદી (PM Modi) તમામ ચર્ચાઓ કરશે, પરંતુ તે બેરોજગારી પર વાત નહીં કરે. વડાપ્રધાાન મોદી (PM Modi)એ દાવો કર્યો છે કે તે દર વર્ષે દેશને 2 કરોડ નોકરીઓ આપશે.
વડાપ્રધાન હકીકત છુપાવે છે
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યુ કે લોકસભામાં હકીકત કઇ પણ જોવા નહીં મળે, વડાપ્રધાન મોદીનું કામ દેશની હકીકત છુપાવવાનું છે. આ સરકાર કોલેજો અને યુનિવર્સિટીમાં યુવાઓના અવાજ દબાવવા ઇચ્છે છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) કહ્યુ કે યાદ રાખો કે વડાપ્રધાન મોદીએ પેગાસસ (Pegasus)નો વિચાર દરેક યુવાઓના ફોનમાં નાખી દીધો છે. જો તમે સત્ય બોલશો તો તમારા મોબાઇલમાં પેગાસસ (Pegasus) છે. પેગાસસ (Pegasus) હકીકતને દબાવવા અને દેશના અવાજને કચડવા માટેનું હથિયાર બનાવવામાં આવ્યું છે.
સુનાવણી થઇ
પેગાસસ (Pegasus) જાસૂસી મામલામાં જોડાયેલી 9 અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ તકે અરજીકર્તાની માગ છે કે પેગાસસ (Pegasus) મામલામાં SITની તપાસ કરાવવામાં આવે. આ મામલામાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રમને કહ્યું હતું કે જો જાસૂસી સાથે જોડાયેલો રિપોર્ટ સાચો છે તો આ ગંભીર આરોપ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જાસૂસીનો રિપોર્ટ્સ 2019માં પ્રકાશમાં આવ્યો હતો, જોકે એ વાતનો ખ્યાલ નથી કે કોઈએ આ અંગે વધુ માહતી એકત્રિત કરવાની કોશિશ કરી છે કે નહિ.
શું છે આ પેગાસસ વિવાદ
જાસૂસી પત્રકારોના આંતરરાષ્ટ્રીય ગ્રુપે દાવો કર્યો છે કે ઈઝરાયેલી કંપની એનએસઓ(NSO) ના જાસૂસી સોફ્ટવેર પેગાસસ (Pegasus)થી 10 દેશમાં અનેક લોકોની જાસૂસી થઈ. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં 300 નામ સામે આવ્યાં છે, જેમના ફોનની જાસૂસી કરવામાં આવી છે. તેમાં સરકારમાં સામેલ મંત્રી, વિપક્ષના નેતા, પત્રકાર, વકીલ, જજ, કારોબારી, અધિકારી, વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સામેલ છે.
આ પણ વાંચો : UP વિધાનસભા ચૂંટણી : શું કોંગ્રેસનું ટ્રેનિંગ કેમ્પ અભિયાન કારગર સાબિત થશે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4