Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝ17 યુવતીઓને નશીલો પદાર્થ આપી બળાત્કારની કોશિષ!

17 યુવતીઓને નશીલો પદાર્થ આપી બળાત્કારની કોશિષ!

molest girls
Share Now

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બે ખાનગી શાળાના સંચાલકો પર 17 છોકરીઓનું યૌન શોષણ (molest girls)કરવાનો અને કથિત રીતે માદક દ્રવ્યો આપીને બળાત્કાર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં બંને લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ઉત્તર પ્રદેશમાં molest girls

મુઝફ્ફરનગર (Muzaffarnagar)જિલ્લાના પોલીસ અધિક્ષક અભિષેક યાદવે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને સ્થાનિક ધારાસભ્યની દરમિયાનગીરી બાદ પરિવારની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે પુરકાજી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમાર સિંહ વિરૂદ્ધ આ મામલે કથિત બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તે જ સમયે, ભોપા પોલીસ સ્ટેશન સ્થિત સૂર્ય દેવ પબ્લિક સ્કૂલના સંચાલક (School administrator)યોગેશ કુમાર ચૌહાણ અને પુરકાજી વિસ્તારની જીજીએસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અર્જુન સિંહ વિરુદ્ધ જાતીય સતામણી, માદક દ્રવ્યો આપવા અને પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો: Surat: અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજા સંભળાવાશે

પોલીસ અધિક્ષકે આગળ જણાવતા કહ્યું કે, આ કથિત ઘટના ત્યારે બની જ્યારે યોગેશ સૂર્ય દેવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી 17 છોકરીઓને પ્રેક્ટિકલ પરીક્ષા (practical exam)માટે GGS સ્કૂલમાં લઈ ગયો હતો અને તેમને ત્યાં રાત સુધી રોકાવવાનું હતુ. પીડિતાના સંબંધીઓની ફરિયાદ મુજબ, બંને આરોપીઓએ સગીર છોકરીઓનું યૌન શોષણ કર્યું અને કથિત રીતે તેમને નશીલા પદાર્થો આપીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો.

molest girls મામલે બંને સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

પોલીસ અધિક્ષકે એ પણ જણાવ્યું કે, પરિવારના સભ્યોએ ફરિયાદ કરી છે કે, આરોપીઓએ છોકરીઓને ધમકી આપી હતી કે તેઓ આ ઘટના વિશે કોઈને ન કહે. પરિવારના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યા તો તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં, ત્યારબાદ તેમણે ધારાસભ્ય (MLA)નો સંપર્ક કર્યો. પોલીસે આ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ (School Management)ના બે વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment