Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટઆ ગુજરાતી ગાયક કલાકારે કરાવી પોતાના ‘નામ’ની પેટન્ટ

આ ગુજરાતી ગાયક કલાકારે કરાવી પોતાના ‘નામ’ની પેટન્ટ

Atul purohit Final
Share Now

ગુજરાતી લોકગીતો ગાતા અને લોકોને ગરબા રમવા પર મજબુર કરતા અતુલ પુરોહિત (Atul Purohit) નું નામ કોણે નહી સાંભળ્યુ હોય, હૈયે રાખી હોમ, મા તારો ગરબો અને ફાગન આયો જેવા ગરબા ગાનાર આજે એ ગરબા ગાયકના મધુરકંઠની આખી દુનિયા ચાહક છે. ત્યારે એક એવા ગુજરાતી સંગીતકાર પણ કહી શકાય જેમણે ગરબાની પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી છે.  જેમના ગરબા ઉપર ખેલૈયાઓ માત્ર ગુજરાતમાં જ નહી પણ સાત સમંદર પાર પણ ઝુમ્યા છે

ગુજરાતી ગાયક અતુલ પુરોહિત

તેમ કહી શકાય કે, અતુલ પુરોહિતના લોકગરબા વગર નવરાત્રીની રમઝટ અધૂરી છે.લોકગાયક અતુલ પુરોહિત, જેઓ દર વર્ષે ગરબાના ઉત્સાહને બમણો કરી દે છે, તેમના મધુર કંઠના પ્રશંસકો તમને ઠેર ઠેર જોવા મળી જશે. અતુલ પુરોહિત છેલ્લા ત્રણ દશકાથી શહેરના સૌથી પોપ્યુલર ગરબા સ્થળમાંથી એક તેવા યુનાઈટેડ વે ઓફ ગરબા સાથે સંકળાયેલા છે.

વર્ષોથી લોકો મારી મંજૂરી લીધા વગર લોકો મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે: અતુલ પુરોહિત

ગાયક કલાકારે કરાવી પોતાના ‘નામ’ની પેટન્ટ

લોકગાયક અતુલ પુરોહિતે તેમની કળાને સુરક્ષિત રાખવા માટે પોતાની ટ્રેડમાર્ક અને કોપીરાઈટ્સના કાયદા હેઠળ નોંધણી કરાવી છે. પેટન્ટની સાથે, પુરોહિત હવે સત્તાવાર રીતે પોતાનામાં જ એક બ્રાન્ડ બની ગયા છે. સામાન્ય રીતે કંપનીઓ અને ઓર્ગેનાઈઝેશન ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવતી હોય છે. 

આ બાબતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં  અતુલ પુરોહિત જણાવ્યું હતુ,કે,’વર્ષોથી લોકો મારી મંજૂરી લીધા વગર મારા નામનો ઉપયોગ કરી રહ્યો છે, તેમજ મારા ગીતોનો ઉપયોગ તેમના વીડિયો, YouTube ચેનલ, મોબાઈલ એપ્લિકેશનમાં તેમજ ઈવેન્ટમાં કરી રહ્યા હતા, જેનાથી ભવિષ્યમાં મને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી મેં આ નિર્ણય લીધો છે.જો આ બધુ મારે મંજુરીથી થતુ હોય તો મને વાંધો નથી, હવેથી મારું નામ તેમજ તસવીરો કોપીરાઈટ કાયદા હેઠળ સુરક્ષિત છે’.

જુઓ આ વિડીયો: ‘UNSTREAMED TALKS WITH ATUL PUROHIT ‘

સાત સમુદ્ર પાર છે લોકપ્રિયતા:-

અતુલ પુરોહિતના મધુર અવાજના પ્રશંસકો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી, સાત સમુદ્ર પાર જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, તેમજ અન્ય દેશો જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પણ તેમની ખ્યાતિ એટલી જ છે. તેમની લોકપ્રિયતા વધવાને કારણે લોકો લાઈવ પર્ફોર્મન્સ તેમજ ફિલ્મોમાં પણ તેમના નામનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

  • અતુલ પુરોહિતે પોતાના નામની પેટન્ટ એકટ હેઠળ નોંધણી કરાવી
  • મંજૂરી વગર અતુલ પુરોહિતના નામનો ઉપયોગ કોઈ નહીં કરી શકે
  • યુનાઈટેડ વે ઓફ ગરબા સાથે સંકળાયેલા છે અતુલ પુરોહિત
  • રાજ્યના પહેલા એવા આર્ટિસ્ટ જેમનું નામ ટ્રેડમાર્ક અને કોપીરાઈટના કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યું
ATUL PUROHIT

ATUL PUROHIT
IMAGE CREDIT: FB

અતુલ પુરોહિતના નામની નોંધણી કરાવનારા અને ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR)ના કાયદાના નિષ્ણાત વકીલ યશ સૂર્યાવાલાએ જણાવ્યું હતું કે,  ‘કોઈ પણ હવે તેમની મંજૂરી વગર તેમના નામનો ઉપયોગ કોમર્શિયલ હેતુથી કરી શકશે નહીં. અતુલ પુરોહિત પર તેમનો એકલાનો હક છે’, અતુલ પુરોહિત રાજ્યના પહેલા એવા આર્ટિસ્ટ છે જેમનું નામ ટ્રેડમાર્ક અને કોપીરાઈટના કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યું છે.

અતુલ પુરોહિતે તેમની ત્રણ તસવીરોનું પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેનો ઉપયોગ હવેથી ફક્ત તેમની પરવાનગીથી જ થઈ શકશે. સૂર્યવાલાએ કહ્યું હતું કે, તેમનું નામ ટ્રેકમાર્ક રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની પ્રક્રિયા ગયા વર્ષના જુલાઈમાં શરૂ થઈ હતી અને આ વર્ષે તેમને ટ્રેડમાર્કના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મળ્યું છે.

આ પણ વાંચો: મહેશ-નરેશના નિધન બાદ પહેલીવાર હિતુ-મોનાએ જણાવી દિલની વાત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment