Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeડિફેન્સબલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય

બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય

pm modi tweet
Share Now

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 14 ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day) તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આ વાત પીએમ મોદીએ ટ્વીટ કરીને કહી છે. પીએમ મોદીએ તેનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ હતું. તેના બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટમાં લખ્યુ- ‘દેશના વિભાજનના દર્દને ક્યારેય ભૂલાવી શકાય નહીં. નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. #PartitionHorrorsRemembranceDay આ દિવસ આપણે ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે ન માત્ર પ્રેરિત કરશે, પરંતુ તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ મજબૂત થશે.’

આ પણ વાંચો : આઝાદી કે અમૃત મહોત્સવ : સ્વતંત્રતા દિવસે દુનિયા જોશે ત્રિરંગાનો જલવો

14 ઓગસ્ટઃ ભારતની માતાની છાતી વીંધાઈ, દેશના બે ટુકડા થયા

દેશના ઈતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓથી લખવામાં આવી છે. આ તે દિવસ હતો જ્યારે દેશનું વિભાજન થયું અને એક પૃથક રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વિભાજનથી ન માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપના બે ટૂકડા થયા પરંતુ બંગાળનું પણ વિભાજન થયું અને બંગાળનો પૂર્વ ભાગ ભારતથી અલગ થઈ પૂર્વી પાકિસ્તાન બની ગયો, જે 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યો હતો.

1947 માં કરવામાં આવેલ વિભાજનનો (Partition) એ ભારતના ઇતિહાસમાં સૌથી અંધકારમય સમય માનવામાં આવે છે. જેમાં હજારો હિન્દુઓ (Hindu) અને મુસ્લિમોનું (Muslim)વિભાજન કરવામાં આવ્યું.આ સમયગાળા સાથે ધાર્મિક રમખાણો,સામૂહિક હત્યા, બળાત્કાર, લૂંટ અને અન્ય ભયાનક યાદો પણ તાજી થાય છે.આપને જણાવવું રહ્યું કે, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ અને ભારતની આઝાદીના 74 વર્ષ ઉજવણીના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા (Narendra Modi) આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.કહેવા માટે તો આ દેશનું વિભાજન હતું, પરંતુ હકીકતમાં આ દિલોનું, પરિવારોનું, સંબંધોનું અને ભાવનાઓનું વિભાજન હતું. ભારતના માતાની છાતી પર વિભાજનનો આ ઘાવ સદીઓ સુધી રહેશે અને આવનારી પેઢી આ તારીખના સૌથી દર્દનાક અને રક્તરંજિત દિવસની યાદ આવતું રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment