Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝઓગષ્ટમાં IPOનો થશે અનરાધાર: 28,000 કરોડના IPOને સેબીની લીલીઝંડી

ઓગષ્ટમાં IPOનો થશે અનરાધાર: 28,000 કરોડના IPOને સેબીની લીલીઝંડી

august-ipo-companies-may-raise-over-rs-28000-crore-from-ipo-in-august
Share Now

નવી દિલ્હી : શેર માર્કેટમાં ઉતાર-ચડાવ સિવાય આજકાલ આઈપીઓ (IPO) બજારે જોર પકડ્યું છે. કોરોનાકાળમાં સૌથી વધુ ભારતીય કંપનીઓ પોતાનો આઈપીઓ (IPO) લઈને આવી છે અને રોકાણકારો (Investors)એ સામે પક્ષે રસ પણ દાખવ્યો છે. જોકે આઈપીઓ(IPO)એ પણ રોકાણકારોને તગડુ રિટર્ન આપ્યું છે, કેમ કે મોટાભાગના આઈપીઓ પ્રીમિયમ ભાવે ખુલ્યા છે અને રોકાણકારોને સારા રિટર્ન મળ્યા છે. જોકે આવનારો મહિનો પણ શાનદાર રહેવાના અણસાર છે કારણકે આ ઓગષ્ટમાં અનરાધાર થશે પરંતુ, તે અનરાધાર August IPOની અનરાધાર હશે.

August IPO List

 

જુલાઈની ઝાકમજોળ બાદ બાદ હવે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો, આગામી મહિને 16 તારીખ સુધીમાં નવા 9 આઈપીઓ આવશે, જેમાં તેજી રહેવાની અપેક્ષા છે.  નવા મહિને કંપનીઓ તરફથી આઈપીઓ (August IPO)થી મળનાર ફંડ જુલાઈથી વધુ રહેવાની સંભાવના છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન પ્રાઈમરી માર્કેટને ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)થી 50,000 કરોડ રૂપિયાથી વધુ હાંસિલ થયા છે.

બેન્ચમાર્ક ઈન્ડેક્સના રેકોર્ડ હાઈ લેવલની નજીક હોવાને કારણે સેકન્ડરી માર્કેટમાં થોડી સ્થિરતા છે અને તેનો ફાયદો પ્રાયમરી માર્કેટ (Primary Market)ને મળી રહ્યો છે. તે સિવાય વધુ લિક્વિડિટી અને ઓછા વ્યાજદરોને કારણે પણ આઈપીઓમાં ઈન્વેસ્ટર્સનો રસ વધ્યો છે. કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચના સીઈઓ પ્રેમ પ્રકાશે જણાવ્યું છે કે, રિટેલ ઈન્વેસ્ટર્સ (Retail Investors)ની રિસ્ક લેવાની ક્ષમતા વધતા, સેકન્ડરી માર્કેટમાં બહુ બધા આઈપીઓ (IPO)ની પ્રીમિયમ પર લિસ્ટિંગ અને બેન્ચમાર્ક ઈન્ડેક્સના અત્યાર સુધીના હાઈ લેવલની નજીક ટ્રેડ કરવાથી પ્રાઈમરી માર્કેટમાં તેજીને મદદ મળી રહી છે.IPO: Companies may raise over Rs 28,000 crore from IPO in August

August IPO માટે કઈ-કઈ કંપનીઓ છે તૈયાર ?  

જુલાઈમાં છ કંપનીઓએ પબ્લિક ઓફર માટે 14,629.5 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તેમાં ઝોમેટોનો આઈપીઓ (IPO) સૌથી મોટો હતો. ઓગસ્ટમાં આઈપીઓથી ફંડ એકત્ર કરવા લગભગ 18 કંપનીઓ તૈયાર છે. તેમની યોજના લગભગ 28,000 કરોડ રૂપિયા મેળવવાની છે. ઓગસ્ટમાં આઇપીઓની યાદી(August IPO)માં વિંડલાસ બાયોટેક, દેવયાની ઈન્ટરનેશનલ, એક્સારો ટાઈલ્સ અને Krsnna ડાયગ્નોસ્ટિકના પલ્બિક ઓફર સબ્સ્ક્રીપ્શન માટે ઓગસ્ટમાં ખુલનાર છે. આ સિવાય આગલા મહિને કારટ્રેડ, નોવોકો વિસ્ટાસ કોર્પ, મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિસ, કેમપ્લાસ્ટ સનમાર, એમિ ઓર્ગેનિક્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર, પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક, પારસ ડિફેન્સ અને સુપ્રિયા લાઈફસાયન્સનો પણ પબ્લિક ઓફર આવી શકે છે.

આ પણ વાંચો : 2023થી વિદેશથી ભણી આવતા ડોક્ટરો માટે NexT પરીક્ષા ફરજિયાત: માંડવિયા

ઓગસ્ટમાં પહેલા ઈશ્યૂ તરીકે 3 કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશ કરી રહી છે. 4 ઓગસ્ટે દિવ્યાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ અને વિન્ડ ગ્લાસ બાયો આઈપીઓ લોન્ચ કરશે. જ્યારે વિન્ડ ગ્લાસ રૂ. 700 કરોડ એકત્ર કરશે, જ્યારે દિવ્યાની ઇન્ટરનેશનલ 1,400 કરોડ એકત્ર કરશે. કારટ્રેડ રૂ .2000 કરોડ માટે બજારમાં આવી રહી છે. એપ્ટસ વેલ્યુ એન્ડ હાઉસિંગ પણ 9 ઓગસ્ટે 3,000 કરોડ રૂપિયા માટે બજારમાં પ્રવેશ કરી શકે છે. સેબી દ્વારા સોમવારે અપ્ટસને ઇશ્યૂ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નોવોકો સિમેન્ટના બિઝનેસમાં છે. કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ 11 ઓગસ્ટના રોજ માર્કેટમાં 1,200 કરોડમાં ઉતરવાની તૈયારી કરી રહી છે, જ્યારે અરોહન ફાઇનાન્સિયલ 16 ઓગસ્ટે 1,600 કરોડનો આઈપીઓ લાવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment