નવી દિલ્હી : દેશમાં હાલ એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ મોંઘવારીએ માજા મૂકી છે. એવા સમયે મધ્યમ અને નિમ્ન વર્ગની સ્થિતિ વધુ ખરાબ થઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે 1 ઓગસ્ટ(August Rules Change)થી 7 નિયમોમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે જે તમારા ખિસ્સા પર અસર કરશે. આ 7 નિયમોમાં શું પરિવર્તન આવવાનંર છે અને એની તમારા ખર્ચ પર શું અસર થશે તે જાણીએ…
આ પણ વાંચો : ઓગષ્ટમાં IPOનો થશે અનરાધાર: 28,000 કરોડના IPOને સેબીની લીલીઝંડી
કોરોનાનો કહેર અને લોકડાઉનને કારણે આર્થિક મોરચે માઠી અસર પહોંચી છે. એવામાં દર મહિનાના પ્રથમ દિવસે નિયમોમાં કેટલાક ફેરફાર અથવા નવા નિયમો અમલમાં આવે છે. જેને લઈને સામાન્ય માણસની ચિંતામાં વધારો થતો હોય છે. હવે 1 ઓગસ્ટ(August Rules Change)થી 5 નવા નિયમો અમલમાં આવવાના છે. આમાંના કેટલાક નિયમોથી તમારા ખિસ્સા પર ભારણ વધશે તો કેટલાક નિયમોથી તમને ફાયદો થશે. ચાલો જાણીએ આ નિયમો વિશે.
1- રજાના દિવસે પણ બેંક ખાતામાં આવશે પગાર
તમારા પગાર, પેન્શન, ડિવિડન્ડ અને વ્યાજના પૈસા 1 ઓગસ્ટ, 2021 થી રજાના દિવસે તમારા બેંક ખાતામાં આવશે, પછી ભલે તે દિવસે રવિવાર અથવા અન્ય કોઈ બેંક રજા હોય, બેંક ખાતામાં તમારો પગાર આવશે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (National Automated Clearing House- NACH) અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ રહેશે. વેતન, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરે જેવાં મોટા પ્રમાણમાં ચુકવણીઓ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત નાચ દ્વારા ચૂકવવામાં આવે છે. 1 લી ઓગસ્ટથી, કંપનીઓ NACHની સુવિધા 24 કલાકની સુવિધાને કારણે કોઈપણ સમયે પગાર ટ્રાન્સફર કરી શકશે. આ નિયમ ઘણા પરિવારો માટે ફાયદા રૂપ હશે કે બેંક રજા કે અન્ય રજાના નામે તેમનો પગાર અટવાશે નહીં. હવે તમારે કામકાજના દિવસની રાહ જોવાની જરૂર નથી એટલે કે મહિનાની 31 મી કે 1 લી તારીખે ભલે રવિવારે આવે તો પણ, પગાર તમારા ખાતામાં જમા થઈ જશે.
2- આ બેંકિંગ સુવિધાઓ પર ચૂકવવો પડશે ચાર્જ
1 ઓગસ્ટ, 2021 થી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) તેના ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ માટે શુલ્ક લેવાનું શરુ કરવા જઈ રહી છે. હાલમાં આઇપીપીબી ડોરસ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ લેતી નથી પરંતુ 1 ઓગસ્ટથી, દરેક ગ્રાહક પાસેથી ડોરસ્ટેપ બેંકિંગના મામલે બેંક કેટલીક સેવાઓ પર 20 રૂપિયા પ્લસ જીએસટી (GST) લેશે.
– આઈપીપીબી ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા પ્લસ જીએસટી લેવા જઈ રહ્યું છે.
અન્ય બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર પર 20 રૂપિયા પ્લસ જીએસટી લેશે.
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, પીપીએફ, આરડી, એલઆરડી જેવા પોસ્ટ ઓફિસ ઉત્પાદનો માટે 20 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે.
મોબાઈલ પોસ્ટપેડ અને બિલ ચુકવણી માટે 20 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવાનો રહેશે.
3- ICICI બેંક વધારી રહી છે ચાર્જ
આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક 1 ઓગસ્ટ, 2021 થી કેટલોક ચાર્જ વધારશે. આઈસીઆઈસીઆઈ બેંકે દર મહિને 4 નિ:શુલ્ક રોકડ વ્યવહારોની છૂટ આપી છે, પરંતુ આ મર્યાદા પછી, ટ્રાંઝેક્શન દીઠ 150 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 1 ઓગસ્ટથી, તમે હોમ શાખામાંથી દર મહિને 1 લાખ રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકો છો. તેનાથી વધુ એકમ ઉપર, 1000 રૂપિયા દીઠ 5 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને ઓછામાં ઓછા 150 રૂપિયા ચુકવવા પડશે. તે જ સમયે, નોન-હોમ શાખામાંથી એક દિવસમાં 25 હજાર રૂપિયા સુધીની લેવડદેવડ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ રકમથી વધુની રકમની લેવડ દેવડ ઉપર 5 રૂપિયા પ્રત્યેક 1000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આમાં પણ ઓછામાં ઓછો 150 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
4- ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે
1 ઓગસ્ટથી એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પરિવર્તન થવાનું છે. ખરેખર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ તાજેતરમાં એટીએમ ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ વધાર્યો છે. આરબીઆઈએ નાણાકીય વ્યવહારો માટેની ઇન્ટરચેંજ ફી 15 રૂપિયાથી ઘટાડીને 17 રૂપિયા કરી દીધી છે. નાણાંકીય વ્યવહારો માટેનો ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 કરવામાં આવ્યો છે. આ નવા દરો 1 ઓગસ્ટથી લાગુ થશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી સમયે વેપારીને ઇન્ટરચેંજ ફી ચૂકવવામાં આવે છે. આ ચાર્જ હંમેશાં બેંકો અને એટીએમ કંપનીઓ વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે.
5 – ગેસ સિલિન્ડરોના નવા ભાવ બહાર પાડવામાં આવશે
પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સાથે હવે 1 ઓગસ્ટથી એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થશે. નિયમ મુજબ ઘરેલું એલપીજી અને વેપારી સિલિન્ડરના નવા ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે.
6- ફોર્મ 15CA/15CB ની ફાઇલિંગ તારીખ લંબાવી શકાય છે
કોરોના વાયરસમાં સીબીડીટી (CBDT) કરદાતાઓને ઘણી રાહત આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ફોર્મ 15CA/15CB માટેની અંતિમ તારીખ 15 ઓગસ્ટથી વધુ લંબાવી શકાય છે.
7- લોન અને એફડી દર બદલાઈ શકે છે
રિઝર્વ બેંકની મોનિટરી બેઠક 4 થી 7 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. જો આરબીઆઈ તેની બેઠકમાં દરોમાં ફેરફાર કરે છે, તો બેંકો તેમની લોન અને એફડી (FD)ના દર પણ બદલી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4