Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝભારત બાયોટેકની કોવેક્સિનને વધુ એક દેશની મંજૂરી, હવે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન નહીં રહેવુ પડે

ભારત બાયોટેકની કોવેક્સિનને વધુ એક દેશની મંજૂરી, હવે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન નહીં રહેવુ પડે

vaccine
Share Now

ભારતની સ્વદેશી વેક્સિન (vaccine)કોવેક્સિનને ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ માટે મંજૂરી મળી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં હવે કોવેક્સિનને મંજૂરી મળતાની સાથે જ હવે કોઈપણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઇ શકશે. કોવેક્સિન લઈ ચૂકેલા નાગરિકને ઓસ્ટ્રેલિયા ખાતે હવે 14 દિવસ ક્વોરન્ટાઇન (Quarantine)નહીં રહેવું પડે. જણાવી દઇએ કે આ પહેલા કોવેક્સિન લેનાર ભારતીય નાગરિકને 14 દિવસ ક્વોરન્ટીન રહેવુ પડતુ હતુ.

WHO ની બેઠક પહેલા vaccine ને મંજૂરી 

ઓસ્ટ્રેલિયા સરકારે આ નિર્ણય કોવેક્સિન બાબતે WHOની મળનારી બેઠકના 2 દિવસ પહેલાં જ લીધો છે. આગામી બે દિવસ બાદ 3 નવેમ્બરના રોજ WHOની બેઠક મળનારી છે. ત્યારે આ તકે કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક કંપનીને આશા છે કે, આ બેઠકમાં WHO તેમની વેક્સિનને લીલીઝંડી આપી દેશે. મહત્વનું છે કે, હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે (Bharat Biotech)કોવેક્સિન વેક્સિનની મંજૂરી માટે 19 એપ્રિલે WHOને અરજી કરી હતી.

આ પણ વાંચો: Vaccine Dose પીએમ મોદીના બર્થડે પર વેક્સિનનો 2.5 કરોડનો ડોઝ આપવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયા (Australia)એ ભારતીય કોવેક્સિનની સાથે સાથે ચીનની કંપની સીનોફોર્મની BBIBP-CorV વેક્સિનને પણ મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયામાં હવે ભારત અને ચીન બંને દેશની 2-2 વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. જેમાં ભારતની કોવિશીલ્ડ (Covishield)અને કોવેક્સિન સામેલ છે, જ્યારે ચીનની સીનોવેક અને સીનોફોર્મ સામેલ છે.

vaccine માં WHOની મંજૂરીમાં ક્યા અટકી હતી

કોવેક્સિન (Covaxin)ની મંજૂરી બાબતે WHOએ આ પહેલાં 26 ઓકટોબરે બેઠક કરી હતી. જેમાં ભારત બાયોટેકની વેક્સિન બાબતના ડેટાની માગ કરવામાં આવી હતી. WHOએ કંપની પાસે વેક્સિનના જોખમ અને ફાયદા સંબંધિત ટેક્નિકલ ડેટા પણ માગ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment