Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝT20 World Cup: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, મેથ્યૂ વેડ અને માર્ક્સ સ્ટોઈનિસ PAKને ભારે પડ્યા

T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, મેથ્યૂ વેડ અને માર્ક્સ સ્ટોઈનિસ PAKને ભારે પડ્યા

Australia
Share Now

ઓસ્ટ્રેલિયા (Australia)એ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 177 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર એક સમયે 16 ઓવરમાં પાંચ વિકેટ પર 127 રન હતો. અંતિમ ચાર ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 50 રનની જરૂર હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ ત્રણ ઓવરમાં જ પાકિસ્તાન (Pakistan)ને ધોરા દિવસે તારા દેખાડી દીધા હતા. ઓસ્ટ્રેલિયાએ તાબડતોડ બેટીંગ કરતા 17મી ઓવરમાં 13 રન, 18મી ઓવરમાં 15 રન અને શાહીન આફ્રિદીની 19મી ઓવરમાં 22 રન લઈ પાંચ વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી.

Australia બીજી વખત ફાઇનલમાં પહોંચ્યુ

મેથ્યૂ વેડે શાહીનની 19મી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારી ઓસ્ટ્રેલિયાને બીજી વખત ફાઇનલમાં પહોંચાડ્યું છે. આ પહેલા 2010માં ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ત્યારે ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. હવે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની ટીમ આગામી 14 નવેમ્બરના રોજ ફાઈનલ રમશે. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ આ સૌ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી છે. જેથી કહી શકાય કે આ વર્ષે ક્રિકેટ વિશ્વને નવો ટી ટ્વેન્ટી ચેમ્પિયન મળે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

પાકિસ્તાને અંતિમ ઓવરમાં શાનદાર રમત દાખવી

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટીંગ (Batting)કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. ટીમે શાનદાર બેટીંગ કરી હતી. બાબર અને રિઝવાને 71 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. ત્યારબાદ બાબર 39 રન પર આઉટ થયો હતો. બાબરના આઉટ થયા બાદ રિઝવાન અને ફખરે 72 રનની પાર્ટનરશીપ (Partnership)બનાવી હતી. ત્યારબાદ રિઝવાન 67 રન બનાવી આઉટ થયો હતો. રિઝવાનની આ ઇનિંગ સાથે તેને ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં 11મી હાફ સેન્ચુરી (Century)ફટકારી છે. ત્યારબાદ મેદાન પર બેટિંગ કરવા ઉતરેલા આસિફ અલીએ શૂન્ય અને શોએબ મલિકે (Shoaib Malik)એક રન કર્યો હતો. અંતમાં ફખર જમાને શાનદાર બેટિંગ કરીને ટીમને 176ના ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. ફખર જમાન 32 બોલમાં 55 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જો બોલિંગ આક્રમણની વાત કરવામાં આવે તો મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી, જ્યારે પેટ કમિન્સ અને એડમ જામ્પાએ અનુક્રમે એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: T20 World Cup: ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવી ન્યુઝીલેન્ડ પહોંચ્યુ ફાઈનલમાં

177 રનને ચેજ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરુઆત ખરાબ રહી હતી અને ઈનિંગના ત્રીજા જ બોલ પર શાહીન અફ્રિદીએ એરોન ફિન્ચને શૂન્ય પર એલબીડબલ્યૂ આઉટ કરી પેવેલિયનનો ભેગો કર્યો હતો. બાદમાં ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે ઈનિંગ સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 36 બોલમાં 51 રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ શાદાબે માર્શને 28 રન પર આઉટ કર્યો હતો. શાદાબ ખાને જ ફરી એક વિકેટ લીધી હતી અને પાંચ રનના સ્કોર પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. તો ડેવિડ વોર્નર 49 બનાવી આઉટ થયો હતો. શાદાબે મેક્સવેલને 7 પર આઉટ કરી ચોથી સફળતા મેળવી હતી.

માર્ક્સ સ્ટોઈનસ અને મેથ્યૂ વેડે PAKના બોલરોને ઝૂડી નાખ્યા

એક સમયે ઓસ્ટેલિયાની 96 રન પર પાંચ વિકેટ પડ્યા બાદ ટીમ મુશ્કેલ સ્થિતિમાં લાગી રહ્યું હતું. ત્યારે મેચ પર પાકિસ્તાનનું પલડુ ભારે લાગી રહ્યુ હતુ. પરંતુ આ તમામ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે માર્ક્સ સ્ટોઈનસ (Marcus Stoinis)અને ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર મેથ્યૂ વેડે (Matthew Wade)41 બોલમાં 75 રનની ભાગીદારી નોંધાવી ટીમને શાનદાર જીત અપાવી હતી. સ્ટોઈનિસે 31 બોલ પર નોટ આઉટ 40 અને મેથ્યૂ વેડે માત્ર 17 બોલ પર નોટ આઉટ 41 રનની ઈનિંગ રમી હતી.

Australia એ અંતિમ ઓવરમાં બાજી પલટાવી

અંતિમ બે ઓવરમાં ઓસ્ટ્રેલિયાને 22 રનની જરૂર હતી. પાકિસ્તાનનો બોલર શાહીન અફ્રિદી 19મી ઓવર સાથે મેદાનમાં હતો. આ ઓવર બંને ટીમ માટે મહત્વની હતી, જે ઓવર ઓસ્ટ્રેલિયાને ફળી હતી. મેથ્યૂ વેડે શાહીનની બોલિંગમાં સતત ત્રણ સિક્સ ફટકારી ટીમને ફાઈનલ (ફાઈનલ)માં પહોંચાડી દીધી હતી. હવે ગ્રુપ બીની ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ એની ઓસ્ટ્રેલિયા આગામી 14 નવેમ્બરના રોજ ટકરાશે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment