ઓસ્ટ્રેલિયા (Australia)ના ફાસ્ટ બોલર (Bowler) નાથન એલિસ (Nathan Ellis) હવે આઇપીએલમાં રમતો જોવા મળશે. નાથન એલિસ (Nathan Ellis)ને પંજાબ કિંગ્સ ઇલેવને ખરીદ્યો છે. એલિસનો રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઝાય રિચર્ડસન અને રાઇલી મૈરિડિથ હવે પંજાબ તરફથી નહીં રમે. આઇપીએલના બીજા તબક્કામાં જ આ બંને ખેલાડીઓએ પોતાના નામ પરત ખેંચી લીધા હતા. તેવામાં ટીમમાં નાથન એલિસને સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા આઇપીએલ (IPL)ની હરરાજીમાં એલિસની બોલી લગાવી હતી. ત્યારે કોઇ પણ ફ્રેન્ચાઇઝીએ તેને ખરીદવામાં રૂચી દાખવી નહતી.
In the past two weeks, Nathan Ellis has:
* Taken a hat-trick on international debut
* Been picked for the World Cup
* Signed an IPL dealIncredible for a guy who hadn’t even played state cricket two years ago. We all need stories like this right now https://t.co/lxHSg3tDUO
— Martin Smith (@martinsmith9994) August 20, 2021
એલિસને પંજાબે સાઇન કર્યો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Australia)એ પહેલા જ જાહેરાત કરી છે કે એલિસને કોઇ આઇપીએલ (IPL)ફ્રેન્ચાઇજીએ ખરીદ્યો છે. આ સાથે જાણકારી આપતા કહ્યુ હતુ કે તેને ત્રણ મોટી ટીમોએ પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ તેના નામ તેને જાહેર કર્યા નહતા. હવે એક ખાનગી વેબસાઇટના જણાવ્યાં અનુસાર, નાથન એલિસ (Nathan Ellis)ને પંજાબ કિંગ્સ ઇલેવને ખરીદ્યો છે. પંજાબ કીંગ્સ ઇલેવનના સીઇઓ (CEO) સતીશ મેનને (Satish Menon) ખાનગી વેબસાઇટને માહિતી આપી હતી. નાથન એલિસને સાઇન કર્યો હોવાની જાહેરાત કરી છે.
અન્ય ખેલાડીનું પણ નામ જાહેર થશે
સતીશ મેનને કહ્યુ કે, 18 ઓગષ્ટ સુધી અમને લોકોને ઝાય રિચર્ડસન અને રાઇલી મૈરિડિથની ફિટનેશની જાણ નહતી. ક્રિકેટ (Cricket) ઓસ્ટ્રેલિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ જાણવા મળ્યું કે બંને બોલર આઇપીએલ (IPL)નહીં રમે. તેની જગ્યાએ અમે નાથન એલિસનો ટીમ (Team)માં સમાવેશ કર્યો છે. એક અથવા બે દિવસમાં એક બીજા ખેલાડી (Player)ની પણ જાહેરાત કરીશુ. કેટલાક ખેલાડીઓ સાથે વાતચીત ચાલી રહી છે. હેડ કોચ અનિલ કુંબલે થોડા સમયમાં જ નામ ફાઇનલ કરશે.
ડેબ્યુમાં ઇતિહાસ રચ્યો
નાથન એલિસ માટે ઓગષ્ટનો મહિનો શાનદાર રહ્યો હતો. તેમા તેને પોતાના દેશ માટે રમવાનો મોકો મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે તેને ટી20 માં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ પોતાના પ્રથમ જ મેચમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ તેને હેટ્રિક લઇને ઇતિહાસ રચ્યો હતો. આવુ કરનારો નાથન એલિસ પ્રથમ ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી કોઇ પણ ખેલાડી ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ડેબ્યુ મેચ (Match)માં હેટ્રિક લઇ શક્યો નથી.
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપ્યું
નાથન એલિસની શાનદાર બોલિંગ (Bowling)પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાએ ટી20 વિશ્વકપ (World cup)માં તેને સ્થાન આપ્યુ છે અને તેનો રિઝર્વ પ્લેયર (Player) તરીકે ટીમમાં સમાવેશ કર્યો છે. હવે તો તેને આઇપીએલ (IPL)ની ડીલ પણ નક્કી કરી લીધી છે. જેથી કહી શકય કે નાથન એલિસનો જમાનો હવે શરૂ થયો છે કારણ એ છે કે આઇપીએલમાં રમતો નજરે આવશે.
પંજાબ પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને
જણાવી દઇએ કે 19 સપ્ટેમ્બરથી આઇપીએલનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. પ્રથમ મેચ ચેન્નઇ અને મુંબઇ વચ્ચે રમાશે. પંજાબ ટીમની કમાન કેએલ રાહુલ (KL Rahul) સંભાળી રહ્યો છે, ટીમ હાલમાં પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે. આઠ મેચમાં ત્રણ મેચ જીત છે જ્યારે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: આ ભારતીય પ્લેયરનો ખોટો શોટ અને કરિયર ખતમ
Android: http://bit.ly/3ajxBk4