Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeસ્પોર્ટ્સઆ બેટ્સમેને 10 કલાક બેટિંગ કરીને સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ તોડ્યો હતો

આ બેટ્સમેને 10 કલાક બેટિંગ કરીને સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ તોડ્યો હતો

matthew hayden recorf, test match bigest score
Share Now

બેટ્સમેનની ખરી કસોટી ટેસ્ટ ક્રિકેટમાં થતી હોય છે. જે બેટ્સમેન આ ફોર્મેટમાં હિટ થાય છે, તેનું કદ ક્રિકેટની દુનિયામાં આપોઆપ વધી જતું હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં આવુંજ કઈક વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાનું હતું. બ્રાયન લારાએ 1994 માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 375 રન બનાવીને રેકોર્ડ બનાવી દીધો હતો. તે સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. ત્યારે લોકોએ વિચાર્યું હશે કે કદાચ જ કોઈ બેટ્સમેન ટેસ્ટમાં આ સ્કોરને પાર કરી શકશે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડને આજના જ દિવસે 2003 માં 380 રન બનાવીને લારાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

સાડા દસ કલાક સૂધું હેડને કરી હતી બેટિંગ

હેડને પર્થ ટેસ્ટમાં ઝિમ્બાબ્વે સામે 380 રનની આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તે મેચમાં હેડને 437 બોલમાં 380 રન બનાવ્યા હતા. તેણે 622 મિનિટ એટલે કે સાડા દસ કલાક બેટિંગ કરી હતી. હેડને તેની ઇનિંગમાં 38 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે 380 માંથી 218 રન બાઉન્ડ્રી પરથી પ્રાપ્ત થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં હેડનની આ પ્રથમ ત્રેવડી સદી હતી. હેડનની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 735 પર ઈનિંગ્સ ડિકલેર કરી હતી. હેડન ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે પણ સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન સ્ટીવ વો અને ડેમિયન માર્ટિને અડધી સદી ફટકારી હતી.

Matthew Hayden'

 

આ પણ વાંચો:ગુજરાતી પર ગુજરાતી ભારી, હર્ષલ પટેલ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો

ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને ઇનિંગ્સના અંતરથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોરના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ દાવમાં 239 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઝિમ્બાબ્વેને ફોલોઓન રમવું પડ્યું અને બીજી ઇનિંગમાં પણ ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 321 રન જ બનાવી શકી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ આ મેચ એક ઇનિંગ અને 175 રને જીતી લીધી હતી.

લારાએ 6 મહિનામાં તોડ્યો હેડનનો રેકોર્ડ 

હેડન લાંબા સમય સુધી ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો આનંદ ઉજવી શક્યો ન હતો. કારણ કે 6 મહિના બાદ જ એપ્રિલ 2004 માં, લારાએ ઇંગ્લેન્ડ સામે 400 રનની અણનમ ઇનિંગ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે લારાએ આ ઇનિંગ એન્ટીગુઆના તે જ સેન્ટ જોન્સ મેદાન પર રમી હતી, જ્યાં તેણે 10 વર્ષ પહેલા 1994 માં એક ઇનિંગમાં રેકોર્ડ 375 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીએ બંને પ્રસંગોએ ઈંગ્લેન્ડના બોલરોનએ હંફાવ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment