Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝT20 World Cup Final: ઓસ્ટ્રેલિયાએ કીવીને 8 વિકેટથી હરાવી T20 વર્લ્ડ કપ જીત્યો

T20 World Cup Final: ઓસ્ટ્રેલિયાએ કીવીને 8 વિકેટથી હરાવી T20 વર્લ્ડ કપ જીત્યો

T20 World Cup
Share Now

ઓસ્ટ્રેલિયા (Australia)એ ફાઇનલ (Final)માં ન્યૂઝીલેન્ડ (New Zealand)ને 8 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ (T20 World Cup )નો ખિતાબ જીત્યો છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા NZએ વર્લ્ડ કપ (World Cup)ની ફાઇનલમાં 172 રન પર 4 વિકેટ ગુમાવી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક ઓવર બાકી રહેતા સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે.

T20 World Cup ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ

ફાઈનલ મેચમાં મિશેલ માર્શ (Mitchell Marsh)અને ડેવિડ વોર્નર (David Warner)ની જોડીએ બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી મેચ ઓસ્ટ્રેલિયા તરફ ઉભો રાખી દીધો હતો. શાનદાર બેટિંગ (Batting)કરતા વોર્નરે 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વોર્નર આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાને 46 બોલમાં 66 રનની આવશ્યકતા હતી. આ સાથે માર્શે પણ આક્રમણ બેટિંગ કરી હતી અને ટી20 વિશ્વકપની ફાઈનલની સૌથી ઝડપી અડધી સેન્ચુરી ફટકારી હતી. માર્શે માત્ર 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

આ પણ વાંચો: T20 world cup final: આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ, બંને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ

તો આ પહેલા ટોસ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે ધીમે ધારે બેટિંગની શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે ડેરિલ મિચેલ અને માર્ટિન ગુપ્ટિલ વચ્ચે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ડેરિલ મિચેલને 11 રને આઉટ કરી પાર્ટનરશિપ તોડી હતી. મહત્વનું છે કે, પ્રથમ વિકેટ બાદ પણ કીવી ટીમે ધીમી બેટિંગ કરી હતી. તેવામાં આક્રમક શોટ રમવા જતા માર્ટિન ગપ્ટિલ (Martin Guptill)28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ત્યારબાદ કીવી કેપ્ટન કેન વિલિયમ્સન પણ શાનદાર બેટિંગ કરતા આક્રમક જોવા મળ્યો હતો અને મેચમાં 85 રન બનાવી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

T20 World Cup ની ફાઇનલમાં બોલિંગ આક્રમણ

આ તકે જો ઓસ્ટ્રેલિયાના બોલિંગ (Bowling)આક્રમણની વાત કરીએ તો, મિચેલ સ્ટાર્ક બોલર મોંઘો રહ્યો હતો. તેને પોતાની ઓવર દરમિયાન 60 રન આપ્યા હતા. બીજી બાજુ હેઝલવુડ અને કમિન્સે મળીને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત અન્ય બોલરની બોલિંગ પણ ખરાબ રહી હતી.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment