Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભાન ભૂલ્યા, જીતની ખુશીમાં બૂટમાં બિયર નાખીને પીધો

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભાન ભૂલ્યા, જીતની ખુશીમાં બૂટમાં બિયર નાખીને પીધો

players
Share Now

ઓસ્ટ્રેલિયાએ સૌ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ ટાઇટલ પોતાને નામે કર્યો છે. ફાઇનલ મેચમાં કાંગારુએ ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે જીત મેળવ્યા બાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં ઉજવણી શરૂ કરી હતી. આ ઉજવણીમાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ (players)ભાન ભુલ્યા હતા. ઉજવણી કરતા કરતા એટલા મગ્ન થઇ ગયા કે, પોતાના જ બૂટમાં બિયર નાખીને ગટગટાવી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં મનાવવામાં આવેલી ઉજવણીનો એક વીડિયો ICCએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મેથ્યુ વેડે પોતાના બૂટ કાઢી અને તેમાં બિયર નાખીને ગટગટાવ્યો હતો. ત્યારબાદ માર્ક્સ સ્ટોયનિસે પણ બૂટ લીધું હતું અને તેમાં બિયર નાખીને પીધો હતો.

ઓસ્ટ્રેલિયા (Australia)એ ફાઇનલ (Final)માં ન્યૂઝીલેન્ડ (New Zealand)ને 8 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ (T20 World Cup)નો ખિતાબ જીત્યો છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા NZએ વર્લ્ડ કપ (World Cup)ની ફાઇનલમાં 172 રન પર 4 વિકેટ ગુમાવી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક ઓવર બાકી રહેતા સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે.

T20 WORLD CUP ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ

ફાઈનલ મેચમાં મિશેલ માર્શ (Mitchell Marsh)અને ડેવિડ વોર્નર (David Warner)ની જોડીએ બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી મેચ ઓસ્ટ્રેલિયા તરફ ઉભો રાખી દીધો હતો. શાનદાર બેટિંગ (Batting)કરતા વોર્નરે 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વોર્નર આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાને 46 બોલમાં 66 રનની આવશ્યકતા હતી. આ સાથે માર્શે પણ આક્રમણ બેટિંગ કરી હતી અને ટી20 વિશ્વકપની ફાઈનલની સૌથી ઝડપી અડધી સેન્ચુરી ફટકારી હતી. માર્શે માત્ર 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પર ધનની વર્ષા, આ પ્લેયર બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

તો આ પહેલા ટોસ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે ધીમે ધારે બેટિંગની શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે ડેરિલ મિચેલ અને માર્ટિન ગુપ્ટિલ વચ્ચે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ડેરિલ મિચેલને 11 રને આઉટ કરી પાર્ટનરશિપ તોડી હતી. મહત્વનું છે કે, પ્રથમ વિકેટ બાદ પણ કીવી ટીમે ધીમી બેટિંગ કરી હતી. તેવામાં આક્રમક શોટ રમવા જતા માર્ટિન ગપ્ટિલ (Martin Guptill)28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ત્યારબાદ કીવી કેપ્ટન કેન વિલિયમ્સન પણ શાનદાર બેટિંગ કરતા આક્રમક જોવા મળ્યો હતો અને મેચમાં 85 રન બનાવી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

T20 World Cup ની ફાઇનલમાં players નું બોલિંગ આક્રમણ

આ તકે જો ઓસ્ટ્રેલિયાના બોલિંગ (Bowling)આક્રમણની વાત કરીએ તો, મિચેલ સ્ટાર્ક બોલર મોંઘો રહ્યો હતો. તેને પોતાની ઓવર દરમિયાન 60 રન આપ્યા હતા. બીજી બાજુ હેઝલવુડ અને કમિન્સે મળીને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત અન્ય બોલરની બોલિંગ પણ ખરાબ રહી હતી.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment