ભારતમાં કોરોના મહામારીના પગલે મંદીનો માહોલ છે. ભારતના બધાજ પ્રકારના બજારોમાં મંદીનો માહોલ છે. ત્યારે એક રાહતના સામચાર આટોમોબાઇલ બજારમાંથી મળે છે. વાહનોના નિકાસમાં વધારા સાથે 7 વર્ષના ટોચ પર પહોંચી ગયું છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉન, પ્રતિબંધો અને સાથે સાથે ઓટો પાર્ટસની અછત હોવા છતાં પણ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં વાહનોના નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જે સાત ૭ વર્ષની ઉંચાઇએ પહોંચી ગઇ છે.
વેપાર, ઉદ્યોગ અને ઉર્જા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીથી જૂન દરમિયાન છ માસિક ગાળાનું સૌથી વધારે વેચાણ થયું છે. આ વર્ષે ભારત દ્વારા કુલ નિકાસ 49.9 ટકા વધી છે જે 23.61 અબજ ડોલરે પહોંચી ગઈ છે, જે આના પહેલા 2014 માં થયેલ નિકાસ પછીની સૌથી વધારે નિકાસ છે. ત્યારે ૨૫.૨૩ અબજ ડોલરની નિકાસ થઇ હતી.
આ વર્ષના નિકાસના આંકડાની વાત કરીએ તો જાન્યુઆરીથી જૂન દરમિયાન 10,49,658 નંગ વાહનોની નિકાસ કરવામાં આવી છે. સાથે જ આ વાર્ષિક તુલનાએ ૨૭.૯ ટકા વધારે છે. જે 10 વર્ષ પછીના સમાન સમય ગળામાં પહેલી વાર ડબલ ડિજિટની વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે 2012 પછી આટલી વૃદ્ધિ થઈ છે.
કેટલું નિકાસ થયું
નિકાસની વાત કરીએ તો સૌથી વધારે 10.79 અબજ ડોલર ઉત્તર અમેરિકામાં થઈ છે, ત્યાર બાદ યુરોપિયન યુનિયનમાં 4.19 અબજ ડોલરની નિકાશ થઈ છે ત્યાર બાદ વાત કરીએ તો પૂર્વ યુરોપમાં 2.73 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી છે. જ્યારે મિડલ ઈસ્ટના દેશોમાં 1.69 ડોલરનું નિકાસ રહ્યું. આશિયાઈ દેશોમાં નિકાસ નો આંકડો 1.41 અબજ ડોલર રહ્યો. આફ્રિકામાં 31.9 કરોડ ડોલર, ઓશીનિયામાં 1.46 અબજ ડોલર અને લેટિન અમેરિકામાં 1.03 અબજ ડોલરની મૂલ્યના વાહનોની નિકાસ કરાઇ છે
વેપાર, ઉદ્યોગ અને ઉર્જા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે : ‘ઓટોમોબાઈલ પાર્ટ્સની અછતની મુશ્કેલી વચ્ચે પણ ઉત્પાદક સ્પર્ધાત્મકતા વધારવાના સ્થાનિક કંપનીઓના પ્રયત્નોને લીધે વૈશ્વિક બજારમાં હિસ્સેદારી વધી છે.’
હાલની કોરોનાની મહામારી વચ્ચે પણ ઓટો મોબાઈલ સેક્ટરમાં આટલી વૃદ્ધિ થવી એ ભારતના અર્થતંત્ર માટે સારા સામચાર છે. જ્યારે બધા બજારોમાં મંદી નો માહોલ હોવા છતાં ઓટોમોબાઈલમાં વૃધ્ધિ એક સારી વાત છે. ઓટોમોબાઈલ પાર્ટસના નિકાસની વાત કરીએ તો જાન્યુઆરી થી જૂન 2021 દરમિયાન 43.6 ટકા વધીને ૧૧.૬૧ અબજ ડોલર થઈ છે
pc-Indolink
ભારતમાં પણ વેચાણ વધ્યું
નિકાસની સાથે સાથે વાત કરીએ તો ભરતીય બજારમાં પણ વાહનોની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે વર્ષ 2019-2020ની તુલનામાં આ વર્ષે વેચાણમાં વૃધ્ધિ જોવા મળી છે. જેમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇની કારના વેચાણ માં વધારો જોવા મળે છે. 2021માં મારુતિ સ્વિફ્ટ 97,312 યુનિટ વેચાણ સાથે ટોચ પર રહી છે. આ સાથે જ બજેટ કારના વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ભારતનું અર્થતંત્ર ધીમે ધીમે રિવાઈવ થઈ રહ્યું છે જો ત્રીજી લહેર ઘાતક સાબિત ના થાય તો બજારમાં થી મંદીનો માહોલ ધીમે ધીમે દૂર થશે લોકોને રોજગારી પણ મળશે. જેથી આવકમાં વધારો થવાથી લોકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળશે .
આ પણ વાંચો:હ્યુન્ડાઇની સૌથી નાની SUV, ટાટા નેનો કરતાં પણ હશે નાની
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android:http://bit.ly/3ajxBk4