Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝકોરોના, બ્લેક ફંગસ બાદ હવે ‘બોન ડેથ’ નામનો નવો રોગ, મુંબઈમાં 3 કેસ નોંધાયા

કોરોના, બ્લેક ફંગસ બાદ હવે ‘બોન ડેથ’ નામનો નવો રોગ, મુંબઈમાં 3 કેસ નોંધાયા

Avascular Necrosis
Share Now

મુંબઈ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ એક મોટો પડકાર બની રહ્યાં છે, પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ થયા બાદ હવે નવી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ‘મ્યૂકર માઈકોસિસ’ અર્થાત ‘બ્લેક ફંગસ’ બાદ હવે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં “એવેસ્કૂલર નેક્રોસિસ” (Avascular Necrosis)એટલે કે “બોન ડેથ” નામે નવી આફત આવી છે. આ નવી બીમારીમાં શરીરના હાડકા ઓગળવા લાગે છે.

“એવેસ્કૂલર નેક્રોસિસ”માં હાડકા ઓગળવા લાગે છે

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ‘એવેસ્કૂલર નેક્રોસિસ’ના (Avascular Necrosis) 3 કેસો સામે આવ્યા છે. આ નવી બીમારીએ ડોક્ટરોની પણ ચિંતા વધારી દીધી છે. જ્યારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, એવૈક્સૂલર નેક્રોસિસમાં હાડકાં ઓગળવા લાગે છે. એવું એટલા માટે થાય છે કારણ કે, બોન ટિશ્યૂ સુધી બ્લડ યોગ્ય રીતે પહોંચી નથી શકતું. ડૉક્ટરોનો આશંકા છે કે, આવનારા સમયમાં આ ઘાતક બીમારીના દર્દીઓ વધી પણ શકે છે.

મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ 3 દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. કોરોનાથી સ્વસ્થ થયાના બે મહિના બાદ જ તેમનામાં ‘એવેસ્કૂલર નેક્રોસિસ’ અર્થાત ‘બોન ડેથ’ના લક્ષણો જોવા મળ્યા હતા. મ્યૂકર માઈકોસિસ અને ‘એવેસ્કૂલર નેક્રોસિસ’ (Avascular Necrosis) બન્ને બીમારીઓ સ્ટેરૉઈડના ઉપયોગ સાથે સંકળાયેલી છે. જે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સ્ટેરૉઈડનો ઉપયોગ કરવામાં આવે છે, તેઓ આ નવી બીમારીનો ભોગ બની રહ્યાં છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં સરકારી નોકરી મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની ‘દિવ્યા કુંવર’

આ અંગે હિન્દુજા હોસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ સંજય અગ્રવાલે કહ્યું કે, આ દર્દીઓની ફીમર બૉન એટલે કે જાંઘના હાડકામાં દુ:ખાવો ઉપડ્યો હતો. આ ત્રણેય દર્દીઓ ડૉક્ટર હોવાથી તેમને લક્ષણો ઓળખવામાં સરળતા રહી અને તેઓ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગયા.

ડૉ અગ્રવાલે કહ્યું કે, 36 વર્ષના એક દર્દીમાં કોરોનાથી સ્વસ્થ થયાના 67 દિવસો બાદ ‘એવેસ્કૂલર નેક્રોસિસ’ની (Avascular Necrosis) ફરિયાદ કરી હતી. જ્યારે અન્ય બે દર્દીઓમાં 57 અને 55 દિવસો બાદ આ નવી બીમારીના લક્ષણો જણાયા હતા. આ તમામ દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન સ્ટેરૉઈડ આપવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, જે દર્દીઓ લાંબા સમયથી કોરોનાથી પીડિત છે અને જેમને સ્ટેરૉઈડની જરૂરત છે. એવામાં નવી બીમારીનું આવવું ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ રાહુલ પંડિતનું કહેવું છે કે, ‘એવેસ્કૂલર નેક્રોસિસ’ના કેસો પર તેમની નજર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment