Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદારોની નીરસતા, ઓછું મતદાન થતા રાજકીય પક્ષો ચિતામાં

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદારોની નીરસતા, ઓછું મતદાન થતા રાજકીય પક્ષો ચિતામાં

gandhinagar election
Share Now

ગાંધીનગર મનપાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. અને તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ચુક્યા છે. મતદાન દરમ્યાન મતદારોમાં નીરસતા જોવા મળી હતી. રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ મતદારોને મતદાન મથક લાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. તેમ છતાં મતદારોમાં નીરસતા જોવા મળી છે. સાંજે છ વાગ્યા સુધીમાં 51.30 ટકા જ મતદાન થયું છે.

મતદારોમાં ભારે નીરસતા જોવા મળી

ગાંધીનગર મનપાની ચૂંટણી દરમ્યાન મતદારોમાં ભારે નીરસતા જોવા મળી હતી. સાંજે છ વાગ્યા સુધી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં51.30 ટકાથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 7માં નોંધાયું છે. જયારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર પાંચમા નોંધાયું છે. વોર્ડ નંબર 7 માં 61.76 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જયારે વોર્ડ નંબર પાંચમા સૌથી ઓછું 35.86 ટકા મતદાન જ નોંધાયું છે.

gandhinagar election

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ-AAP વચ્ચે ઘર્ષણ થતા ખુરશીઓ ઉડી

રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા

આજે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મનપાના 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ભાજપે 44 , કોંગ્રેસના 44 ,AAP ના 40,BSPના 14, NCPના 2, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે આટલા ઓછા મતદાનને કારણે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાર્ટીના લોકો ચિંતામાં મુકાયા છે.

ક્યાં વોર્ડમાં કેટલું મતદાન

વોર્ડ નં-1માં 60.87 ટકા મતદાન
વોર્ડ નં-2માં 59.74 ટકા મતદાન
વોર્ડ નં-3માં 48.86 ટકા મતદાન
વોર્ડ નં- 4માં 56.44 ટકા મતદાન
વોર્ડ નં-5માં સૌથી ઓછુ 35.86 ટકા મતદાન
વોર્ડ નં- 6માં 43.09 ટકા મતદાન
વોર્ડ નં-7માં સૌથી વધુ 61.76ટકા મતદાન
વોર્ડ નં-8માં 49.27 ટકા મતદાન
વોર્ડ નં-9માં 47.49 ટકા મતદાન તથા
વોર્ડ નં-10માં 41.45 ટકા મતદાન
વોર્ડ નં-11માં 50.87 ટકા મતદાન

આમ આદમી પાર્ટીભાજપ વચ્ચે થયું હતું ઘર્ષણ

ગાંધીનગરમાં મનપાની ચૂંટણીમાં સમયે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે આમ આદમી પાર્ટીના ટેબલ પાસે રહેલ ખુરશીઓ તોડી નાખી તેમજ તમામ પેપર સામગ્રીઓ ફેંકી દીઘી છે. તેમજ મારામારી કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે બંને પેકો વચ્ચે ઘર્ષણ થયું તે સમયે પોલીસ હાજર હોવા છતાં મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. અને તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ચુક્યા છે. મતદાન દરમ્યાન મતદારોમાં નીરસતા જોવા મળી હતી. રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ મતદારોને મતદાન મથક લાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. તેમ છતાં મતદારોમાં નીરસતા જોવા મળી છે. સાંજે છ વાગ્યા સુધીમાં 51.30 ટકા જ મતદાન થયું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment