Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝTokyo Paralympics: અવની લેખરાનું શાનદાર પ્રદર્શન યથાવત, વધુ એક મેડલ નામે કર્યો

Tokyo Paralympics: અવની લેખરાનું શાનદાર પ્રદર્શન યથાવત, વધુ એક મેડલ નામે કર્યો

Tokyo Paralympics
Share Now

ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતની શૂટર અવની લેખરા (Avni lakhera)એ શાનદાર પ્રદર્શન દાખવ્યું છે. 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ નામે કરી ચુકેલી અવનીએ 50 મીટર એર રાઇફલમાં પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ક્વોલીફાયરમાં અવનીએ બીજા નંબર પર રહેતા ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતુ. ભારત તરફથી અવની લેખરા ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ગોલ્ડ મેડલ (Gold Medal)જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. ભારતનો આ પેલાલિમ્પિક (Paralympics)માં 12 મો મેડલ છે. આ પહેલા હાઇ જમ્પમાં પ્રવીણ કુમારે (Pravin Kumar)દેશને સિલ્વર મેડલ આપવ્યો હતો.

અવની ફાઇનલ મેચમાં શરૂઆતમાં થાપ ખાઇ ગઇ હતી, પરંતુ ત્યારબાદ તેને એલિમિનેશન રાઉન્ડમાં શાનદાર રમત દાખવી પરત ફરી અને ત્રીજા નંબર પર રહેતા બ્રોન્ઝ મેડલ (Bonze medal)નામે કર્યો છે. આ પહેલા અવની લેખરાએ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ નામે કર્યો હતો. આ મેડલ સાથે ભારતે ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં 12 મો મેડલ હાંસિલ કર્યો છે. જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જૈવલિન થ્રોમાં સુમિતે દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

મહત્વનું છે કે, ટોક્યો પેરાલિમ્પિક્સ (Paralympics)માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. પ્રવીણે હાઇ જમ્પ ઇવેન્ટમાં દેશને છઠ્ઠો સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રવીણે 2.07 મીટર લાંબા કૂદકા સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. આ જમ્પ સાથે પ્રવીણે એક નવો એશિયન રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. પ્રવીણ મેચ દરમિયાન શાનદાર ફોર્મમાં હતો, પરંતુ છેલ્લી ક્ષણોમાં પોલેન્ડના ખેલાડી જોનાથન તેના પર ભારે પડ્યો અને 2.10  મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. પેરાલિમ્પિક્સ (Paralympics)માં ભારતનો આ 11 મો મેડલ (Medal)હતો.

આ પણ વાંચો: હાઇ જમ્પમાં પ્રવીણે જીત્યો સિલ્વર મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

પ્રવીણે ફાઇનલ મેચ (Final match)માં પોલેન્ડના જોનાથન સામે કડી ટક્કરનો સામનો કર્યો હતો અને ગોલ્ડ માટે બંને વચ્ચે શાનદાર મેચ રમાઇ હતી. પ્રવીણ પોલિન્ડના ખેલાડી સામે સારી ટક્કર આપી રહ્યો હતો, પરંતુ તે જોનાથન દ્વારા 2.10  મીટરના લાંબી જમ્પની બરાબરી કરી શક્યો નહીં અને તેને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. હાઇ જમ્પમાં આ ભારતનો ત્રીજો મેડ઼લ છે. આ પહેલા મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.. ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિક્સ (Paralympics)માં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે 11 મેડલ પોતાના નામે કર્યા છે.

ભારતની અવની લખેરાએ રચ્યો હતો ઈતિહાસ

જયપુરની અવની (Avni)એ ફાઇનલમાં 249.6 સ્કોર કરી અને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. તેણીએ ચીનની ઝાંગ કુઇપીંગ (248.9 પોઇન્ટ) ને પાછળ છોડી હતી. યુક્રેન(Ukraine)ની ઇરિયાના શેતનિક (227.5) સાથે બ્રોન્ઝ મેડલ નામે કર્યો છે.

અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ રમતની શૂટિંગ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ મેડલ પણ છે. આ ઉપરાંત મહત્વની વાત તો એ છે કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં આ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal)પણ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે.

આ પહેલા રવિવારે મહિલા ટેબલ ટેનિસ (Table tennis)ખેલાડી ભાવિના પટેલ અને હાઇ જમ્પર નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ ડિસ્કસ થ્રો F52 ઇવેન્ટમાં વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ તેમના ક્વોલિફિકેશનને લઇને વિરોધ થયો જેવા પગલે તેના  મેડલ પર રોક લગાવવામાં આવી છે.

ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે રિયો પેરાલિમ્પિક્સ 2016 માં ગોળા ફેંકમાં સિલ્વર મેડલ (Silver Medal)જીતીને આ ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.

અવની પહેલા મુરલીકાંત પેટકર (મેન્સ સ્વિમિંગ, 1972), દેવેન્દ્ર ઝાઝરિયા (મેન્સ જવેલિન થ્રો, 2004 અને 2016) અને મરિયપ્પન થંગાવેલુ (મેન્સ હાઇ જમ્પ, 2016) એ ભારત તરફથી પેરાલિમ્પિક ગેમ્સ (Games)માં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

અવની (Avni)એ આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટરો વચ્ચે સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 સીરીઝમાં છ શોટ બાદ 621.7 નો સ્કોર કર્યો હતો,  જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment