Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝઅયોધ્યાનું વિકાસ મોડેલ નિહાળતા પીએમ મોદી

અયોધ્યાનું વિકાસ મોડેલ નિહાળતા પીએમ મોદી

PM VIRTUAL MEETING YOGIA ADITYANTH
Share Now

અયોધ્યાના વિકાસને લઈને બનાવવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટ્સ પર મળેલી વર્ચ્યુઅલ રિવ્યૂ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં યુપીના CM યોગી આદિત્યનાથ, બંને ડેપ્યુટી CM કેશવ મોર્ય અને દિનેશ શર્મા સહિત 13 લોકો સામેલ થયા હતા. વડાપ્રધાન મોદી દિલ્હીથી જ્યારે અન્ય મંત્રી અને અધિકારી CM યોગીના નિવાસસ્થાનેથી મીટિંગમાં જોડાયા હતા. આ મીટિંગથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દૂર રાખવામાં આવ્યા હતા.લગભગ 20 હજાર કરોડ રૂપિયા અયોધ્યાની ભવ્યતા પાછળ ખર્ચ થશે. તેને ધ્યાનમાં રાખીને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખુદ પીએમ મોદી આ તૈયારીઓની સમીક્ષા કરવા જઇ રહ્યા છે.

પીએમ મોદીએ આપ્યા ફીડબેક

MODI VIRTUAL MEETING

INDIA TV

આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી. જેમાં PM મોદીએ અધિકારીઓને ડોક્યુમેન્ટ્સને લઈને કેટલાંક ફીડબેક આપ્યા. આ સાથે જ અધિકારીઓએ પણ PMને સુચન આપવાનો અનુરોધ કર્યો.આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election) ધ્યાનમાં રાખીને યુપી હાલ ફોકસમાં છે. અયોધ્યામાં 1200 એકર જમીનમાં વૈદિક શહેર અને 84 કોસના સાંસ્કૃતિક રીતે વિકાસ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી રહી છે.

આ પણ જુઓ : શું ખેડૂત આંદોલન પર છે ISI ની ખરાબ નજર ???

વિધાનસભા ચૂંટણી પહેલાં અયોધ્યાને ચમકાવવાની છે કવાયત

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે તે પહેલાં અયોધ્યાને ચમકાવવાની કવાયત ચાલી રહી છે. તે માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણ તરફથી માસ્ટર પ્લાન તૈયાર કરાયો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મળીને લગભગ 20 હજાર કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટની સમીક્ષા માટે PM મોદી વર્ચ્યુઅલ મીટિંગ બેઠક કરી. આ મીટિંગમાં પ્રમુખ સચિવ આવાસ વિકાસ અયોધ્યાના વિકાસ કાર્ય અંગે પ્રેઝ્ન્ટેશન આપ્યું.

રિવ્યૂ બેઠકની મહત્વની વાતો-

રિવ્યૂ બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે અયોધ્યાનું વિકાસ મોડલ એવું હોવું જોઈએ, જેથી યુવાઓમાં આધ્યાત્મિકતાનું સર્જન થાય, તેઓ સંસ્કાર સાથે આધ્યાત્મક શિક્ષણ મેળવી શકે.
વડાપ્રધાને અયોધ્યા વિકાસ મોડલને સમયસર પૂર્ણ કરવા કહ્યું છે. તેમણે મોડલ તૈયાર કરવા માટે 6 મહિનાથી સખત મહેનત કરી રહલા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને તેમનું મનોબળ પણ વધાર્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમની ભાવનાઓની અનુકૂળ અયોધ્યાના વિશ્વ સ્તરના વિકાસને સપયસર પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટના આ જ વર્ષના અંત સુધી સંચાલન, દર્શન માર્ગના કાર્યોને પણ જલ્દી પૂરા કરવાની વાત પણ કરી.

વિઝન ડોક્યુમેન્ટમાં ત્રણ પ્રકારની યોજનાઓ સામેલ છે

મોદીની બેઠક માટે તૈયાર કરવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટમાં ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાની ત્રણ પ્રકારની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ મોટા પ્રોજેક્ટ્સ મધ્યમ અને લાંબા ગાળાના છે. એમાં પસંદ કરાયેલાં મંદિરો અને સંકુલનો જીર્ણોદ્ધાર, પસંદગીના હેરિટેજ સંકુલનું સંરક્ષણ અને ASIના સ્મારકોની સંભાળ રાખવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય પુરાતત્ત્વ સંકુલની પુન:સ્થાપના, મુખ્ય ક્ષેત્ર માર્ગ નેટવર્કનું રેટ્રોફિટિંગ, તમામ આધ્યાત્મિક ક્ષેત્રોના ડોક્યુમેન્ટેશન, વિશ્વકોશનું નિર્માણ, વૈદિક અધ્યયન, ઉપનિષદની રજૂઆત કરનાર વૈદિક યુનિવર્સિટીઓની સ્થાપના, ધાર્મિક અધ્યયન કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના અને પશ્ચિમી મનોરંજક જિલ્લાઓમાં મેળા મેદાનોના વિકાસને સામેલ કરવામાં આવ્યા છે.

વિઝન ડોક્યુમેન્ટમાં આ બાબતોને સામેલ કરવામાં આવી છે

ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ, રામાયણ આધ્યાત્મિક વન અને સરયૂ નદી આઇકોનિક બ્રિજ.એમાં ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ, રામકી પૈડી પુનર્જીવન પ્રોજેક્ટ, રામાયણ આધ્યાત્મિક વનનો સમાવેશ થાય છે.સરયૂ નદી આઇકોનિક બ્રિજ, આઇકોનિક સ્ટ્રક્ચરનો વિકાસ, ટૂરિસ્ટ સર્કિટનો વિકાસ, બ્રાંડિંગ અયોધ્યા સામેલ છે.84કોસી પરિક્રમાની અંદર 208 હેરિટેજ સંકુલનું નવીનીકરણ, સરયૂ ઉત્તરકાંઠાનો વિકાસ.અયોધ્યાનું બ્રાંડિંગ અભિયાન અને ડિજિટલ માર્કેટિંગ, સ્માર્ટ રોડ પર જાહેર ક્ષેત્રનો વિકાસ.જળ સંસ્થાઓ આસપાસ મનોરંજન સ્થળનો વિકાસ સમાવેશ છે.લઘુ અને ટૂંકા ગાળાની યોજનાઓ
ત્રીજા લક્ષ્યના મુખ્ય પ્રોજેક્ટ્સ લઘુ અને ટૂંકા ગાળાના છે. એમાં સિવિલ લાઇન પુનર્વિકાસ પ્રોજેકટ, મુખ્ય વિસ્તારનો વિકાસ, પાર્કો અને હરિયાળી નેટવર્ક વિકાસ, રામાયણ યુગના વૃક્ષારોપણ, ટીઓડી નોડ્સ અને કોરિડોરનો વિકાસ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ સુવિધાઓનો વિકાસ, સિંગલ બેડ રૂમ રેન્ટલ હાઉસિંગ-સર્વિસનો વિકાસ, એપાર્ટમેન્ટ સામેલ છે. મધ્યમ અને લાંબા ગાળાના પ્રોજેક્ટમાં 103 જળાશયો (કુંડો) નું પુનર્સ્થાપન, સ્વચ્છ ઔદ્યોગિક જિલ્લાઓનો વિકાસ, બુલેવાર્ડસનું નેટવર્ક, સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

4 લાખ રોજગાર અને 8 લાખ અપ્રત્યક્ષ નોકરીઓ આપવાનો દાવો

સંપૂર્ણ અયોધ્યાને આધુનિક પર્યટન શહેર તરીકે વિકસાવવા અને વ્યાવસાયિક રોજગારનાં સંસાધનો પૂરાં પાડવા માટે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટને પાંચ હજાર નાગરિકો અને 500 પ્રવાસીના અભિપ્રાયથી તૈયાર કરવામાં આવ્યું છે. વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત 4 લાખ નોકરી અને 8 લાખ અપ્રત્યક્ષ નોકરી આપવાની તૈયારી છે.

પીએમ મોદી પોતે આ કામની દેખરેખ રાખી રહ્યા છે, જેથી રામ નગરીના વિકાસમાં કોઈ ભૂલ ન થાય. ફેબ્રુઆરી માસથી સલાહકાર એજન્સી અયોધ્યામાં વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દસ્તાવેજ માટે અત્યાર સુધીમાં લગભગ 500 લોકોની સલાહ લેવામાં આવી છે. જેથી રામ નગરીનો વિકાસ સારી રીતે થઈ શકે. અયોધ્યાના સંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટ, સાંસદો, ધારાસભ્યો સહિત ઘણા લોકોના સૂચનો લેવામાં આવ્યા છે.જો કે થોડા દિવસ પહેલા જ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર ભ્ર્સતાચારો આરોપ લાગ્યો હતો અને વિપક્ષે નિશાન સાધ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment