Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝAyodhya માં દરેક નાગરિકને પણ ઘર બનાવવાનો અવસર મળશે, જાણો કેવી હશે યોજના?

Ayodhya માં દરેક નાગરિકને પણ ઘર બનાવવાનો અવસર મળશે, જાણો કેવી હશે યોજના?

Ayodhya
Share Now

વૈદિક સિટી તરીકે બનનારી ભવ્ય અયોધ્યા (Ayodhya) ટાઉનશિપમાં સામાન્ય લોકોને પણ આવાસ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દેશ-દુનિયાના રાજ્યોના અતિથિ ગૃહ, મંદિર, આશ્રમ, હોસ્પિટલ તથા આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગ્રીન ફીલ્ડ ટાઉનશિપમાં આવાસ પણ હશે. જેની સંખ્યા દસ હજાર હશે. લખનઉમાં આયોજીત ન્યૂ ઈન્ડિયા અરબન કન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાઉનશિપનું થ્રી-ડી મોડલ જોઈ ચૂક્યા છે. વડાપ્રધાનના અવલોકન ઉપરાંત ટાઉનશિપને લઈને કેટલીક નવી જાણકારીઓ પણ સામે આવી છે, જેમાં સામાન્ય લોકોને આવાસીય સુવિધા પ્રદાન કરવામાં આવશે.

Ayodhya ટાઉનશિપ

રામમંદિર પર નિર્ણય આવ્યા બાદ અયોધ્યાના વિકાસ માટે બની રહેલી યોજનાઓમાં ભવ્ય અયોધ્યા (Ayodhya) ગ્રીન ફીલ્ડ ટાઉનશિપ અત્યંત મહત્વપૂર્ણ છે. આ ટાઉનશિપ અયોધ્યા ઉપનગર તરીકે થશે. ટાઉનશિપમાં સ્થાન મેળવવા માટે દેશ-દુનિયાની સંસ્થાઓ પ્રયાસશીલ છે.

કર્ણાટક સરકારે તેના રાજ્ય અતિથિ ગૃહ બનાવવા માટે પ્રસ્તાવ કર્યો છે. કર્ણાટક સરકારે પ્રતિનિધિ ભવ્ય અયોધ્યા ટાઉનશિપની ભૂમિનું સ્થળ નિરીક્ષણ પણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં ઘણા દેશોના ઘણી નામી સંસ્થાના પણ ભવ્ય અયોધ્યામાં ભૂમિ મેળવવા માટે પોતાનું પ્રાર્થના પત્ર ઉત્તર પ્રદેશ આવાસ વિકાસ પરિષદ તથા અયોધ્યા વિકાસ પ્રાધિતકણને પ્રસ્તૃત કરી ચૂક્યા છે.

બેથી ત્રણ મહિનામાં યોજનાના પ્લોટની કિંમત પણ નિર્ધારિત થઈ જવાની શક્યતા છે. તે માટે એસોસિએટ્સની મદદ લેવામાં આવશે. ટાઉનશિપમાં આધુનિકતાની સાથે પૌરાણિકતાનો સમાવેશ થશે. બ્રહ્મસ્થાનથી રામમંદિરનું શિખર જોવા મળશે, જ્યારે 100 મીટર પહોળા માર્ગ વિશેષતા માટે બનાવવામાં આવશે.

શાહનેવાઝપુર, માંઝા બરહેટા, તિહુરામાં પ્રસ્તાવિત આ યોજનામાં દસ હજાર આવાસીના પ્લોટ વિકસિત કરવામાં આવશે. તે ઉપરાંત ટાઉનશિપમાં એક સમયમાં 40 હજાર પર્યટકો તથા શ્રદ્ધાળુઓના રોકાણ માટેની સગવડ હશે.

ગ્રીન ફીલ્ડ ટાઉનશિપના મુખ્ય બિંદુ

  • યોજનાનું ક્ષેત્રફળ 1200 એકર
  • યોજનામાં પર્યાવરણ સંરક્ષણને પ્રમુખતા આપવામાં આવી છે.
  • ટાઉનશિપ લખનઉ-ગોરખપુર રાજમાર્ગ પર સ્થિત
  • રામમંદિરથી ટાઉનશિપ 6 કિલોમીટર, એરપોર્ટથી 8 કિલોમીટર તથા અયોધ્યા રેલ્વે સ્ટેશનથી 3 કિલોમીટરના અંતર પર છે.
  •  યોજનાની પ્લાનિંગ વૈદિક સિટીના નકશા પ્રમાણે થશે
  • ટાઉનશિપના મધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે બ્રહ્મસ્થાન વિકસિત થશે

આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

ટાઉનશિપમાં ચાર દ્વાર હશે

ઉત્તરી દ્વાર
દક્ષિણી દ્વાર
પૂર્વી દ્વાર
પશ્ચિમી દ્વાર

યોજનામાં જોગવાઈ સુવિધાઓ

દસ હજાર રહેઠાણના પ્લાોટ
40 હજાર દર્શનાર્થિઓ માટે ગેસ્ટ હાઉસ
80 આંતરરાષ્ટ્રીય ગેસ્ટ હાઉસ
36 રાજ્ય તથા કેન્દ્રશાસિત રાજ્ય, મઠ, આશ્રમ તથા અખાડાઓ બનાવવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment