Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝરાખી સ્પેશિયલઃ સુરતીઓની આયુર્વેદિક મીઠાઈ, તહેવારની મીઠાશ સાથે સુધારશે સ્વાસ્થ્ય

રાખી સ્પેશિયલઃ સુરતીઓની આયુર્વેદિક મીઠાઈ, તહેવારની મીઠાશ સાથે સુધારશે સ્વાસ્થ્ય

Share Now

Ayurvedic sweets: સુરતમાં રક્ષાબંધન તહેવારને લઈ વિશેષ મીઠાઈ બજારમાં આવી છે. કોરોનાના ભયના ઓથાર વચ્ચે સુરતમાં ખાસ આયુર્વેદિક મીઠાઈ જોવા મળી છે. ( Ayurvedic sweets ) ખાસ ઔષધીયોનો ઉપયોગ કરી સુરતની આયુર્વેદિક ડોક્ટર દ્વારા આ રક્ષા બંધન તહેવારમાં ત્રીજી લહેર સામે રક્ષણ આપતી મીઠાઈ બનાવી છે. ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં મીઠાઈથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન પહોંચે અને સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે માટે આ મીઠાઈ બનાવમાં આવી છે. 

સુરતની અનોખી આયુર્વેદિક મીઠાઈઃ

કોરોનાના વ્યાપ વચ્ચે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સુરતમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે એક અનોખી વિશેષ મીઠાઈ બજારમાં આવી છે. ખાસ આયુર્વેદિક મીઠાઈ ( Ayurvedic sweets ) સુરતના આયુર્વેદિક ડોક્ટર મીરા સાપરિયા દ્વારા બનાવવામાં આવી છે. જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરાઈ છે તેને ધ્યાને રાખી બજારમાં મીરા સાપરિયા દ્વારા વિશેષ જડીબુટ્ટી અને ઔષધિ ( Herbs ) સાથે મીઠાઈ બનાવી છે. ખાસ કરીને શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટર ( Immunity booster ) વધે તે પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે કાજુકત્રી અને ડ્રાયફ્રુટ વાળી હની મસ્તી મીઠાઈ કોઈ પણ પ્રકારના એસન્સ કે હાઇજિન પદાર્થ વગર બનાવામાં આવી છે.આ મીઠાઈની વિશેષતા એ છે કે તે સુવર્ણ ભસ્મ યુક્ત ( Ashes of gold )  બનાવામાં આવી છે. 

મીઠાઈમાં ખાંડનો બિલકુલ ઉપયોગ નથીઃ

હની મસ્તી મીઠાઈમાં ( Honey fun dessert ) ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર સુવર્ણ ભસ્મ ,મધ અને વિવિધ આયુર્વેદીક ઔષધ નો ઉપયોગ કરી બમવામાં આવી છે. સુવર્ણ ભસ્મ પ્રાચીન કાળ થી સ્વાસ્થ્ય માટે મહત્વનો આયુર્વેદિક ઉપચાર ગણાવામાં આવ્યો છે.આયુર્વેદમાં બાળક જન્મે ત્યારથી સુવર્ણ ભસ્મનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા થતો આવ્યો છે. જેને સુવર્ણ પ્રાસન કહેવાય છે.આમ સુવર્ણ ભસ્મ સૌથી અસરકારક ઇમ્યુનો મોડ્યુલેટર ,એન્ટીવાયરલ થતા શરીરનું પોષણ કરનાર ઔષધ છે.જેથી કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને આ તહેવાર હૈજેનિક નહીં પરંતુ આયુર્વેદિક સાથે તહેવાર ઉજવાય તેવી મીઠાઈ બનાવી છે.ત્રીજી લહેરને ધ્યાને રાખીને ડો.મીરા સપરિયા દ્વારા બાળકો અને દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે તે આશયથી તેમણે આયુર્વેદિક ઔષધો અને સુવર્ણ ભસ્મ સાથેની જુદી જુદી મીઠાઈઓ તૈયાર કરી છે.ત્યારે આયુર્વેદિક ડોક્ટર દ્વારા બનાવામાં આવેલ મીઠાઈની સુરતમાં જ નહીં અન્ય શહેરો રાજ્ય અને દેશમાં માંગ જોવા મળી છે. ડો મીરા બહેને જણાવ્યું હતું કે આ મીઠાઈ આયુર્વેદના ઔષધો માંથી બનતી હોવાથી ઓર્ડર પ્રમાણે મીઠાઈ બનાવીએ છીએ. ખાસ આ વખતે રક્ષા બંધન તહેવાર પર આયુર્વેદિક કાજુકત્રી અને નેચરલ ડ્રાયફ્રુટ માંથી હની મસ્તી મીઠાઈ બનાવામાં આવી છે. કોરોના ના કારણે અન્ય દેશોના મળતા ઓર્ડર નથી લઈ શકાયા પરંતુ અન્ય રાજ્યો માંથી મળેલા ઓર્ડર મુજબ મીઠીઓ બનવી દેવામાં આવી છે અને મોકલી આપવામા આવી છે.

નેચરલ ડ્રાય ફ્રુટ માંથી બનાવી છે હની મસ્તી મીઠાઈઃ નેચરલ ડ્રાય ફ્રુટ માંથી બનાવેલા હની મસ્તી મીઠાઈમાં સ્વીટનેસન માટે અંજીર, સરગવાનું મધ તથા પામ મિસરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ સાથે આયુર્વેદના ઔષધો, સુવર્ણ ભસ્મ ,શંખ ભસ્મ ,ગળોસ્તવ, અભ્રકભસ્મ, સૂંઠ ,પીપલી, એલચી, વચા વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે રોગપ્રતિકારક શક્તિ વધારનાર સ્મૃતિવર્ધક સ્વસનતંત્ર પર કાર્ય કરનાર તથા પાચન ક્રિયાને વધારવા ખૂબ જ લાભદાયી ઔષધિ છે. આ મીઠાઈ high protein કેલ્શિયમ તથા આયર યુક્ત હોવાથી શરીરનું પોષણ કરનાર બની રહે છે જેથી હેલ્થ પ્રત્યે જાગૃત લોકો સ્પોર્ટ પર્સન પ્રેગનેટ ત્રણ બાળકો વૃદ્ધો બધાને ખૂબ જ ઉપયોગી રહે છે. આ સાથે કાજુકતરી માં પણ માત્ર કાજુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે પણ અન પોલીસ કાજુ નો ઉપયોગ કરવામાં આવે છે.જેથી કુદરતી રીતે તેની મીઠાશ અને સ્વાદ અદભુત રહે છે. સાથે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓર્ગેનિક સુગરમાંથી બનાવવામાં આવે છે. અને અને તેની સાથે સુવર્ણ ભસ્મ અને જુદી જુદી ઔષધી મિક્સ કરી વૈદિક રીતે વિશેષ પ્રાચીન પદ્ધતિથી આ કાજુકતરી બનાવવામાં આવે છે.આજે સુરતમાં અનેક વિસ્તારો માંથી આ મીઠાઈ ની માંગ વધી છે.ખાસ કરીને જ્યારે કોરોના ભય હજુ પણ લોકોના મનમાં ભય કરી ગયો છે તેવામાં તહેવારની ઉજવણી સાથે આ મીઠાઈને લોકો પસંદ કરી રહયા છે.

મીઠાઈ સાથે સુધારો સ્વાસ્થ્યઃ વાર તહેવાર કે કોઈ પણ પ્રસંગ આવે એટલે તેની ઉજવણીમાં મીઠાશ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. મીઠાશ આવે એટલે મીઠાઈ આવે અને જ્યારે કોરોનાનો ભય સતાવતો હોય અને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો કોઈ ને કોઈ રસ્તો જડી જતો હોય છે. તેવું કાંઈક આજના તાજેવારમાં મીઠાઈ રસિકો માટે આ આયુર્વેદિક મીઠાઈ સામે આવી છે અને તેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો- હવે “બચપન કા પ્યાર” મીઠાઈ પણ, જાણો કેમ પાડવામાં આવ્યું આ નામ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment