Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘બાબા કા ઢાબા’ સ્ટોરીમાં યુ ટર્ન: જ્યાંથી શરુઆત થઇ હતી પાછા ત્યાં જ આવીને ઉભા રહી ગયા

‘બાબા કા ઢાબા’ સ્ટોરીમાં યુ ટર્ન: જ્યાંથી શરુઆત થઇ હતી પાછા ત્યાં જ આવીને ઉભા રહી ગયા

baba ka dhaba 01
Share Now

સમય ક્યારેય કોઇના માટે એક જેવો નથી રહેતો જેનો અનુભવ દિલ્હીમાં બાબા કા ઢાબા ચલાવનારા કાંતા પ્રસાદને ખુબ સારી રીતે થઇ ગયો હતો, તમને પણ તમારી લાઇફમાં સારા અને ખરાબ અનુભવો થયા જ હશે, પણ વાત આજે દિલ્હીના માલવિય નગરનાં  બાબા કા ઢાબાની જેમણે શરુઆતમાં એક યુટ્યુબરના કારણે ફેમસ થઇ ગયા અને જોત જોતામાં ટ્રેન્ડિંગ પણ થઇ ગયા હતા. આ સિવાય ટ્રેન્ડિંગ થયા બાદ બાબાના ઢાબા પર મોટા પ્રમાણમાં લોકો તેમના હાથની શબ્જી રોટી ખાવા માટે આવ્યા હતા. જે ખુબ સસ્તી અને સારી હતી. બાબ કા ઢાબામાં તેમની પત્ની પણ જોડે એક જ જગ્યા પર લોકોને ગરમાગરમ જમવાનું પીરસી આપતા હતા. પણ ફેમસ થયા બાદ બાબા ટ્રેન્ડિંગ થયા અને એ બાદ લોકોનો પ્રેમ મળ્યો પણ એ થોડા સમય માટે હતો કારણ કે થોડા સમય બાદ જ બાબાએ યુટ્યુબર પર પૈસા લઇ લેવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં યુટુયબર પર FIR પણ નોંધાઇ હતી.

લોકોએ આર્થિક રીતે મદદ કરીને ડોનેશન પણ આપ્યુ 

baba ka dhaba

Pc: Google Image

હા, બાબા ફેમસ થયા બાદ તેમને ઘણા લોકોએ આર્થિક રીતે મદદ કરીને ડોનેશન પણ આપ્યુ હતુ પણ આ ડોનેશનનો ગેરફાયદો યુટ્યુબરે ઉઠાવ્યો હોય તેવુ તેમનું કહેવુ હતુ, આ સિવાય પણ બાબા પાસે ડોનેશનના કારણે જે પૈસા મળ્યા હતા, તેમાંથી તેમણે ડિસેમ્બરમાં એક રેસ્ટોરન્ટ પણ ઓપન કરી દીધી હતી, જે બાદ તેમની સ્થિતિ સુધરી ગઇ તો પોતાના ઘરને પણ મોટુ બનાવી દીધુ, પૈસા આવવાથી બાબાએ પોતાનો રેસ્ટોરન્ટ પણ ખોલી નાંખ્યુ હતુ. ધીમે ધીમે ગાડી પાટા પર આવી ગઇ. અને લાઇફ સેટ થઇ એટલામાં તો લાઇફે યુ ટર્ન લઇ લીધો હોય તેમ થયુ. સ્ટોરીમાં 1 મહિના બાદ એક નવો મોડ આવ્યો અને તેમણે આ રેસ્ટોરન્ટ બંધ કરી દીધુ હતુ.

હુ પાછો મારા ઢાબા પર આવીને ખુશ છુ: કાંતા પ્રસાદ

સમય બદલાયો

kanta prasad

Pc: PTI

બધાના જીવનમાં સમય બદલાય છે, સારા અને ખરાબ બંને દિવસો બધાની પાસે આવે છે, તેમ દિલ્હીના બાબા પાસે પણ જોવા મળ્યુ, કહેવાય છે ને કે તમે કોઇ વાતનો ઘમંડ કરો તો એ ધમંડ તમને ઉતારી મુકે છે, મિન્સ જમીનનો માણસ જમીન પર જ શોભે તજો હવામાં ઉડવાની બહુ કોશિશ કરશે તો એક દિવસ તે જમીન પર પછડાશે જ.

બાબા કા ઢાબાનું નવુ રેસ્ટોરન્ટ હવે બંધ થઇ ગયુ છે, લાંબા સમયે આ રેસ્ટોરન્ટને નુકશાન આવતા બાબાને બંધ કરવાની ફરજ પડી હતી. જેથી બાબાની આ સ્ટોરીએ યુ ટર્ન લીધો હતો. એટલે જ કહેવાયુ છે કે ભગવાન જેને જેટલુ આપે છે તેટલામાં ખુશ રહેવુ જોઇએ. અથવા તમે જો મહેનત કરશો તો તમારા કામ પ્રત્યે તમે આગળ આવશો જ પણ ખોટી રીતે નહિ.  

શા માટે કરવુ પડ્યુ બંધ?

કાંતા પ્રસાદના મુજબ તેમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમની પાસે 45 લાખ રુપિયા હતા, દજે બાદ તેમણે પોતાના ઘર અને રેસ્ટોરન્ટ માટે જ પૈસા વાપર્યા હતા. જે બાદ થી ઘણી સેવિંગ્સ બાબા ના એકાઉન્ટમાં છે. રેસ્ટોરન્ટમાં ખર્ચો વધારે અને ઇન્કમ ઓછી થઇ ગઇ હતી, રેસ્ટોરન્ટનું ભાડુ, વીજળી બીલ તેમજ સ્ટાફની સેલરી વગેરે માં તે પહોંચી વળતા ન હોવાથી આ રેસ્ટોરન્ટ બંધ કરીને જ્યાંથી શરુઆત કરી હતી ત્યેં પાછા આવી ગયા છે.  અને બાબાનું કહેવુ છે કે તે અહીં જ ખુશ છે.

સોશિયલ મીડિયાના પાવરે જ બાબાને આ ઉંચાઇએ પહોંચાડ્યા હતા, ત્યારે હવે પાછા એ પોતાના સ્થાન પર આવી ગયા છે. આ રીતે બાબાની આ સ્ટોરીએ યુ ટર્ન લીધો હતો. હવે આગલ જતાં બાબાની કિસ્મત ફરી જોર કરે છે કે નહી તે સમય બતાવશે. 

 

આ પણ વાંચો: જાણો: કોણ છે હૉલીવુડની આઇકોનિક ચાઇલ્ડ સ્ટાર? જેને ગુગલ પણ આપી રહ્યુ છે સલામી?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

                       

No comments

leave a comment