Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝહવે “બચપન કા પ્યાર” મીઠાઈ પણ, જાણો કેમ પાડવામાં આવ્યું આ નામ?

હવે “બચપન કા પ્યાર” મીઠાઈ પણ, જાણો કેમ પાડવામાં આવ્યું આ નામ?

Share Now
રક્ષાબંધનના આ તહેવારમાં સુરતમાં જોવા મળી છે અનોખી મીઠાઈ. આ વર્ષે મીઠાઇની એક દુકાનમાં ત્રણ નવી અનોખી મીઠાઈ જોવા મળી છે. છેલા ત્રણ વર્ષ થી સોનાની મીઠાઈ (golden sweet) ચર્ચામાં રહી છે. ત્યારે આ વર્ષે સોનાની મીઠાઈ (golden sweet) સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી (charcoal kajukatri) બાબલ્સ ગમ મીઠાઈ (bubbles gum sweets) અને હાલમાં ખૂબ ચર્ચામાં રહેલું બચપન કા પ્યાર ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે. ભાઈ બહેનના બચપનના પ્યારની યાદ અપાવી દે, તેવી મીઠાઈ બનાવી છે. જે ખૂબ આકર્ષણ જગાવી રહ્યું છે. ત્યારે આજે જાણીશું આ તમામ મીઠાઈની વિશેષતાઓ વિશે…

“બચપન કા પ્યાર”  મીઠાઈ (bachpan ka pyar sweet)

દિવાળી હોય કે રક્ષાબંધન, કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધુરો છે. મીઠાઈથી મોઢું મીઠું કરાવતા જ તહેવારનો આનંદ બમણો થઈ જતો હોય છે. કોરોના વચ્ચે આ વર્ષે ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનો તહેવાર ઉજવવા મળશે. જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આ વર્ષે માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી છે. હાલમાં જ ખૂબ જ પ્રખ્યાત થઇ ચુકેલા અને લોકોના જીભે વળગી રહેલ બચપન કા પ્યાર ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે.
charcoal kajukatri, bubble gum sweet and bachapan ka pyar sweet
સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી 24 કેરેટ મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી, બબલ્સ ગમ મીઠાઈ અને બચપન કા પ્યાર નામથી મીઠાઈ વેચાણ માટે જોવા મળી છે. જેમાંથી બચપન કા પ્યાર મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ મીઠાઈ ખાસ ભાઈ બહેન વચ્ચેનો બાળપણનો પ્રેમ અને બાળપણની યાદો ફરી તાજી થાય તે પ્રકારે બનાવી છે. મીઠાઈ વેચનાર રાધા બહેને જણાવ્યું હતું કે વર્ષો પહેલા બબલ્સની એક ચિંગમ આવતી હતી. જે હવે નથી મળતી અને તેનો જે સ્વાદ હતો તે સ્વાદ સાથેની મીઠાઈ બનાવી છે. જેનું નામ બચપન કા પ્યાર નામ આપવાનનું નક્કી કર્યું હતું.

સોનાની મીઠાઈ

surat's special golden sweet

બચપન કા પ્યારની સાથે આ જ દુકાનમાં છેલા ત્રણ વર્ષથી એક એવી મીઠાઈ મળે જેને જોઈને જ લોકો એ વિચારમાં પડી જાય છે કે આ મીઠાઈને ખાવી કે જોવી. જી હા સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી 24 કેટેર મીઠાઈની દુકાનમાં સોનાની મીઠાઈ મળી રહી છે. આ મીઠાઈનો એક કિલોનો અધધ 9 હજાર રૂપિયા ભાવ છે. આ ભાવ સાંભળીને જ આચાર્ય થઈ જાય છે. પરંતુ મીઠાઈ પણ જેવી તેવી થોડી છે. આ મીઠાઈ પર ખાસ રિયલ સોનાનું વરખ ચડાવેલું છે. જેને ખાઈ શકાય તે રીતે ઉપયોગમાં લીધું છે. સોના પર પ્રોસેસ કર્યા બાદ તેનાથી સોનાની વરખ તૈયાર કરવામાં આવે છે. અને પછી તેને આ મીઠાઈ પર લગાવવામાં આવે છે. જેથી આ મીઠાઈની કિંમત 9 હજાર રૂ કિલો વેચાઈ છે. અને સમગ્ર સુરતમાં માત્ર આ એક દુકાનમાં જ જોવા મળે છે.આમ જુદી જુદી મીઠાઈ લેવા ગ્રાહકો ખૂબ આકર્ષિત થાય છે. ત્યારે વિદેશમાં પણ મોકલવામાં આવી રહી છે.

મીઠાઈ ટેસ્ટ કરતા જ ગ્રાહકો આકર્ષિત થઇ જાય!

surat's famous bachapan ka pyar sweet

જે રીતે બચપન કા પ્યાર ગીત ફેમસ થયું છે. તેને ધ્યાને રાખી આ મીઠાઈ બનાવામાં આવી છે. અને તેને લોકો ખૂબ પસંદ કરી રહયા છે. લોકોને પ્રથમ આ નવીન મીઠાઈ ટેસ્ટ કરાવામાં આવે છે. ટેસ્ટ કરતા જ ગ્રાહકો આકર્ષિત થઈ જાય છે. ગ્રાહકોએ જણાવ્યું હતું કે આ મીઠાઈ આ વર્ષે રક્ષાબંધનમાં ભાઈ બહેન માટે ખૂબ સારી બની રહેશે. મોટાને પણ ભાવે અને નાનપણની યાદ અપાવી જાણે તેવો આ મીઠાઈનો સ્વાદ છે. નાનપણમાં ખાવામાં આવતી ચિંગમનો સ્વાદ ફરી મીઠાઈમાં સામે આવતા ભાઈ બહેનની નાનપણ યાદો તાજી કરાવશે.
સુરતની (surat) આ ચડિયાતી મીઠાઈ તમારા મોં માં પાણી લાવી દેશે. લોકો તહેવારોમાં તો વિશેષ  મીઠાઈ ખાવાની પસંદ કરતાં હોય છે કારણ કે મીઠાઈ તહેવારનો આનંદ ઓર વધારે છે. જેના કારણે જ લોકો મીઠાઈ (sweets) પાછળ રૂપિયા ખર્ચવામાં બહુ વિચાર કરતા નથી. આ મીઠાઈ થોડી મોંઘી છે 850 રૂ કિલો મીઠાઈ છે. પરંતુ મીઠાઈની બનાવટ સામે લોકો આ રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ રહયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment