Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટબસપન કા પ્યાર વાઇરલ બોય બની ગયો રોકસ્ટાર બોય, સોન્ગ રિલીઝ

બસપન કા પ્યાર વાઇરલ બોય બની ગયો રોકસ્ટાર બોય, સોન્ગ રિલીઝ

Share Now

સોશિયલ મીડિયા પર તમે સહદેવનું બસપન કા પ્યાર સોન્ગ (Bachpan ka Pyaar) તો સાંભળ્યુ જ હશે, જે ખુબ વાઇરલ થયુ , નાના ગામનો આદિવાસી વિસ્તારનો એ બાળક ધોરણ 7 માં ભણે છે, જેને ટીચર સામે આયેલુ સોન્ગ એટલું વાયરલ થઇ ગયુ કે, તે બાળક ઇન્ડિયન આઇડલના મંચ પર પણ બોલાવવામાં આવ્યો હતો., જેમાં બધાજ જજ અને કન્ટેસ્ટન્ટે તેને લઇને ખુબ ઇન્જોય કર્યું હતુ.

છત્તીસગઢના સહદેવની પોપ્યુલારીટી એટલી વધી ગઇ કે, પ્રખ્યાત રૈપર બાદશાહ પણ સહદેવને સાંભળ્યા વગર રહી ન શક્યા. હવે બાદશાહે સહદેવની લાઇફ બનાવી દીધી છે, સહદેવ અને બાદશાહનું કોલેબોરેશનનું આ સોન્ગ એક સ્ટાઇલ અને રિક્રિએટ કરવામાં આવ્યુ છે. આજે આ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે.

છત્તીસગઢના સહદેવ

10 વર્ષનો ઇન્ટરનેટ સેંસેશન સહદેવ અને બાદજશાહનું ગીત રિલીઝ થઇ ગયુ છે, જેમાં સહદેવ ઓળખાતો નથી, એક નાની બાળકી સાથે સહદેવ એક્ટીંગ કરતા પણ જોવા મળી રહ્યો છે, બાદશાહનુ સોન્ગ બસપન કા પ્યાર સોશિયલ મીડિયા પર આવતા જ છવાઇ ગયુ, 2 કલાકમાં જ 4 લાખ વ્યુજ સુધી પહોંચી ગયુ છે.

સહદેવ આ સોન્ગમાં કુલ અને ડેંશિંગ લાગી રહ્યો છે, બસપન કા પ્યાર મેરા ભુલ નહીં જાના રે આ લાઇન સહદેવ સોન્ગમાં ગાતો જોવા મળી રહ્યો છે.

આ સોન્ગમાં સહદેવનો અલગ લુક અને સ્ટાઇલ જોવા મળી રહ્યો છે, બાદશાહે સહદેવના આ સોન્ગને એક અલગ સ્ટાઇલમાં રિક્રિએટ કરીને લોકોના દિલોમાં ફરીથી સહદેવને છવાઇ દીધો છે.

બાદશાહે સહદેવનું ફ્યુચર સિક્યોર કર્યું છે, તેમ કહી શકાય, સહદેવ છત્તીસગઢના સુકમાંથી આવે છે, તેનો પરિવાર ખેતી કરે છે, સહદેવનો પરિવાર ખેતી કરે છે. ટીચર્સની ડિમાન્ડ પર આયેલુ સોન્ગ આજે વાયરલ થઇ ગયુ અને  સહદેવ આજે સ્ટાર બની ગયો છે. 

સહદેવ અને બાદશાહનું કોલેબોરેશનનું આ સોન્ગ

 

આ પણ વાંચો: સોનુ સુદની Travel Union App, કઇ રીતે કરશે તમને કમાણીમાં મદદ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment