ગાયકવાડ સરકાર સમયથી બહુચરાજીની પાલખી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે આ શક્તિપીઠ બહુચરાજી (Bahuchar Maa)ની પાલખી યાત્રાને બંધ કરવામાં આવી હતી. કોરોનાના કારણે આ પરંપરાગત પાલખીને ગ્રહણ લાગી જતા સરકારે તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ વર્ષે કોરોના મહામારીનું વલણ ઓછુ થતા રથયાત્રાથી લઈને તમામ તહેવારો નાના-મોટા પાયા પર ઉજવણી કરવાની સરકારે મંજૂરી આપી હતી. આ સમયમાં નવરાત્રીની ઉજવણી પણ ધૂમધામથી મંદિરોમાં તથા શેરીઓમાં કરવામાં આવી હતી.
Bahuchar Maa પાલખી યાત્રા થઈ શરુ
ગાયકવાડ સરકારના સમયથી શરુ કરવામાં આવેલ આ પાલખી યાત્રાની શરુઆત લગભગ 19 મહિના બાદ ફરીથી કરવામાં આવી હતી. યાત્રાધામ બહુચરાજીમાં કોરોના મહામારીના કારણે બંધ કરાવવામાં આવેલી બહુચર માતાજી (Bahuchar Maa)ની પાલખીની પરંપરા 19 મહિના બાદ બુધવારે દુર્ગાષ્ટમીની રાત્રે 9 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની શાહી સવારીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ- Shree Parvat Shaktipeeth 800 વર્ષ જૂનું મંદિર છે જે લદ્દાખમાં સ્થિત છે
સામાન્ય રીતે મતાજીની શાહી સવારી બહુચરાજી (Bahuchar Maa) શહેરમાં ફેરવીને ભક્તોની સામે ચાલીને માતાજી દર્શન આપતા હોય છે. પરંતુ કોરોના ગાઈડ લાઈન મુજબ 19 મહિના બાદ બહુચર માતાજીની પાલખીને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ પાલખી યાત્રામાં જોડાઈને માતાજીની શાહી સવારીના લાંબા સમય બાદ દર્શન કર્યા હતા. આ દ્રશ્ય જોઈને ભક્તો ભાવ વિભોર બની ગયા હતા. મંદિરને પણ સુશોભિત કરવામાં આવ્યુ હતુ. ઘણા બધા દીવડા અને લાઈટોથી મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4