Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeએન્ટરટેઈન્મેન્ટઆર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે NCB હવે શાહરુખના ડ્રાઈવર સાથે કરી રહી છે પૂછપરછ

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે NCB હવે શાહરુખના ડ્રાઈવર સાથે કરી રહી છે પૂછપરછ

bail
Share Now

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આ કેસમાં પૂછપરછ માટે સુપરસ્ટાર શાહરુખ ખાનના ડ્રાઈવરને એનસીબીએ પૂછપરછ કરવાનું શરુ કર્યુ છે. હાલ કિંગ ખાનના ડ્રાઈવર સાથે એનસીબી ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે. રાજેશ મિશ્રા ડ્રાઈવરનું નામ છે. કોર્ટે આર્યન ખાનની જામીન (Bail) અરજી ફગાવ્યા બાદ હવે NCB બધા જ પાસાઓ પર પૂછપરછ કરી રહી છે.

Bail- શાહરુખના ડ્રાઈવર સાથે કેમ કરવામાં આવી પૂછપરછ?

એનસીબી સૂત્રો અનુસાર, શાહરુખ ખાનના ડ્રાઈવર સાથે પૂછપરછ તપાસનો જ એક ભાગ છે. તપાસમાં સામે આવ્યુ હતુ કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, પ્રતીક ગાબાની સાથે અન્ય એક વ્યક્તિ આર્યનના બંગલામાંથી એક સાથે મર્સિડીઝમાં નીકળ્યા હતા. આ બધા જ એક સાથે ક્રૂઝ પાર્ટી માટે નીકળ્યા હતા. આ એક પ્લાન બનાવીને ગયા હતા. આ એક ષડયંત્ર હતુ અને તેની જાણકારી બાદ એનસીબીએ NDPS ના સેક્શન-29 એ FIR માં એડ કર્યુ હતુ. એનસીબી આ વાતને મજબૂત કરવા માટે ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ લઈ રહી છે.

Bail ના મળતા જેલમાં છે આર્યન ખાન

આર્યન ખાન કેસમાં મોટી અપડેટ છે. અત્યાર સુધી ખાન પરિવાર કે તેનાથી જોડાયેલી કોઈ પણ વ્યક્તિ સાથે પૂછપરછ કરવામાં આવી નથી. આર્યન ખાનની વાત કરવામાં આવે તો ઓર્થર રોડ જેલમાં તેને રાખવામાં આવ્યો છે. અન્ય આરોપીઓને અલગ ક્વોરનટીનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- Cruise: કિંગ ખાનનો પુત્ર જે ક્રૂઝમાં ગયો હતો તેનુ ભાડું જાણી તમારી આંખો થઇ જશે ચાર

કોર્ટે રિજેક્ટ કરી આર્યનની અરજી

આર્યન ખાનને 8 ઓક્ટોબરે જેલમાં શિફ્ટ કર્યો હતો. એ જ દિવસે માતા ગૌરીનો જન્મદિવસ હતો. ખાન પરિવારને આશા હતી કે, આર્યન ખાનને કોર્ટથી જામીન મળી જશે. પરંતુ એવું થયુ નહીં. માતાના જન્મદિવસ પર આર્યને રાત જેલમાં વિતાવી પડી હતી. આર્યન સહિત બાકીના આરોપીઓની પણ જામીન અરજી ફગાઈ ગઈ. જલદી જ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે તેની જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment