Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeઑટો & ગેજેટ્સબજાજે લોન્ચ કર્યું PULSAR 250, જાણો શાનદાર લુક અને મજબૂત એન્જિન સાથે આ બાઇકમાં શું છે ખાસ

બજાજે લોન્ચ કર્યું PULSAR 250, જાણો શાનદાર લુક અને મજબૂત એન્જિન સાથે આ બાઇકમાં શું છે ખાસ

Bajaj Pulsar 250 has been launched in the market
Share Now

Bajaj Pulsar 250 Launch: દેશના મોટરસાઇકલ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. બજાજની જે બાઇકની સૌથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે બાઈક ગુરુવારે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. હા, અમે બજાજ પલ્સર 250 (Bajaj Pulsar 250) વિશે વાત કરી રહ્યા છીએ. બજાજે પહેલીવાર વર્ષ 2001માં પલ્સર મોડલ લોન્ચ કર્યું હતું. જે બાદ બાઇક પ્રેમીઓને આ મોટરસાઇકલ ખૂબ જ ગમી. આજે 20 વર્ષ બાદ બજાજ પલ્સર 250 માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. નવી પલ્સર 250 સિરીઝનું બુકિંગ 29 ઓક્ટોમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જ્યારે ડિલિવરી 10 નવેમ્બર, 2021થી શરૂ થશે.

બજાજ પલ્સર 250 (Bajaj Pulsar 250) ની કિંમત શું છે?

હવે સૌથી મહત્વનો પ્રશ્ન આ બાઇકની કિંમતનો છે. કંપનીએ તેની કિંમત પણ તેના ફીચર્સ અને મોડલના આધારે અન્ય કંપનીઓના આ વેરિઅન્ટની બાઈક કરતાં ઘણી ઓછી રાખી છે. તેના માર્કેટમાં બે મોડલ ઉપલબ્ધ હશે. નવી Bajaj Pulsar N250ની કિંમત 1.38 લાખ રૂપિયા છે, જ્યારે Pulsar F250ની કિંમત 1.40 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. કંપનીના જણાવ્યા અનુસાર તેના લુક અને એન્જિનના પાવરને કારણે યુવાનોને આ નવી બાઇક ખૂબ જ પસંદ આવશે.

આ પણ વાંચો: સૌથી સસ્તી SUV કાર થઇ લોન્ચ, નજીવી કિમતે કરો બુક

રાઇડિંગ ડાયનેમિક્સ અને સ્પીડ થ્રિલ્સ: રાજીવ બજાજ

બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ પણ આ બાઇકની લૉન્ચ ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ઈવેન્ટમાં બોલતા એમડી રાજીવ બજાજે આ બાઇકની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. દિવાળીના અવસર પર આ બાઇકને લોન્ચ કરવા માટે કંપની પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે એ પણ સ્વીકાર્યું કે અપડેટેડ પલ્સર લાંબા સમયથી પેન્ડિંગ હતી, પરંતુ ડ્રાઇવિંગનો ઉદ્દેશ્ય માત્ર કોસ્મેટિક અપડેટ ન હતો, પરંતુ એક પ્રોડક્ટ જે સંપૂર્ણપણે નવું છે અને પલ્સર વિશે હંમેશા એક વાત કહેવામાં આવી છે – રાઇડિંગ ડાયનેમિક્સ અને સ્પીડ થ્રિલ્સ.”

આ બાઇકની ખાસિયતો:

  • આ બાઇકમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ છે.
  • બાઇકમાં આગળના ભાગમાં 100/80 સેક્શનનું ટાયર છે.
  • તેના પાછળના ભાગમાં 130/70 સેક્શન ટાયર છે. 
  • પલ્સર 250 રેન્જ ટેક્નો ગ્રે અને રેસિંગ રેડ કલરમાં ઉપલબ્ધ હશે.
  • વ્હીલબેઝની લંબાઈ 1351 mm છે, જ્યારે સીટની ઊંચાઈ 795 mm છે.
  • આ બાઇકનું વજન લગભગ 162 થી 164 કિગ્રા છે.
  • તેની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 14 લિટર છે.
  • આમાં મોટરને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવી છે.
  • તેના પાછળના ભાગમાં Nitrox સાથે મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.
  • તેનું એન્જિન 8750 rpm પર 24.5 PSની મહત્તમ શક્તિ અને 6500 rpm પર 21.5 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

જુઓ આ વિડીયો: India’s First vertical lift bridge

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment