Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝAhmedabad : બજરંગ દળના કાર્યકરોએ ‘કામસૂત્ર’ નામના પુસ્તકમાં આગ લગાવી, જાણો તેનું કારણ

Ahmedabad : બજરંગ દળના કાર્યકરોએ ‘કામસૂત્ર’ નામના પુસ્તકમાં આગ લગાવી, જાણો તેનું કારણ

Ahmedabad
Share Now

અમદાવાદ (Ahmedabad)ખાતે બજરંગ દળ (Bajrang Dal)દ્વારા ‘કામસૂત્ર’ નામના એક પુસ્તક (Book)ને સળગાવવાની ઘટના સામે આવી છે. બજરંગ દળના સંયોજક જવલિત મહેતા અને અન્ય કાર્યકરોએ અમદાવાદ (Ahmedabad)ના એસજી હાઈવે ખાતે આવેલી દુકાન બહાર ‘કામસૂત્ર’ નામના એક પુસ્તકને સળગાવ્યું હતું. આ તકે પુસ્તકને લઇને બજરંગ દળનો આરોપ છે કે, આ પુસ્તકમાં ‘કામસૂત્ર’ના નામે હિંદુ દેવી-દેવતાઓની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

પુસ્તક વેચનારને ધમકી

બજરંગ દળના સંયોજક જવલિત મહેતાએ પુસ્તક સાથે એક વીડિયો પણ બનાવ્યો છે. આ સાથે જ પુસ્તક વેચાનારને પણ ધમકી આપી હતી કે, આ વખતે પુસ્તક (Book)દુકાન બહાર સળગાવ્યું છે, જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ ચાલુ રહ્યું તો દુકાન સાથે પુસ્તકોને સળગાવવામાં આવશે.

આ પણ વાંચો: સુરતની આ દીકરીએ કરી ઉંચાઈ સાથે “મૈત્રી”, દેશની સૌથી નાની પાયલટ

કામસૂત્ર છે શું?

ઉલ્લેખનીય છે કે, ‘કામસૂત્ર’ આચાર્ય વાત્સ્યાયન દ્વારા રચિત ગ્રંથ છે. રાજસ્થાન (Rajasthan)ની દુર્લભ યૌન ચિત્રકારીની સાથે સાથે ખજુરાહો, કોર્ણાક વગેરેની શિલ્પકલા પણ કામસૂત્રમાંથી જ પ્રેરિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાત્સ્યાયને બ્રહ્મચર્ય અને પરમ સમાધિનો સહારો લઈને કામસૂત્રની રચના ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે કરી હતી. વિશ્વની અનેક ભાષાઓમાં આ ગ્રંથનો અનુવાદ થઈ ચુક્યો છે. 

મહિનામાં બીજી ઘટના

આ મહિને બજરંગ દળ (Bajrang Dal)સાથે સંકળાયેલી ઘટના સામે આવી હતી. બજરંગ દળના કાર્યકરો (Worker)પર કાનપુરમાં એક મુસ્લિમ શખ્સ સાથે મારપીટ અને તેના પાસે બળજબરીથી જય શ્રી રામના નારા બોલાવવાનો આરોપ હતો. 

બજરંગ દળ છે શું?

જણાવી દઇએ કે બજરંગ દળ (Bajrang Dal)એક હિંદુ સંગઠન છે, જે ભારતમાં કાર્યરત છે. તે વિશ્વ હિંદુ પરિષદ (VHP) ની યુવા પાંખ છે અને તે હિંદુત્વની વિચારધારા પર આધારીત છે. ભારતના ઉત્તરપ્રદેશમાં પહેલી ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ સ્થાપના થઈ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં આ દળનો ફેલાવો થયો છે. આ જૂથ 13 લાખથી વધુ સભ્યો હોવાનો દાવો કરે છે, પરંતુ 8 લાખથી વધુ કાર્યકરો છે અને 2,500 જેટલા અખાડા ચલાવે છે. “બજરંગ” શબ્દનો સંદર્ભ હિંદુ સંસ્કૃતિના એક દેવ હનુમાન પરથી લેવામાં આવ્યો છે.

એજન્ડા શું છે?

બજરંગ દળનું સૂત્ર ‘સેવા, સુરક્ષા અને સંસ્કૃતિ’ છે. તેના એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ ગૌહત્યાને અટકાવવાનો છે, જે ભારતીય બંધારણની 48મી ધારામાં સામેલ છે. દળના મુખ્ય હેતુઓમાંનો એક હેતુ અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર, મથુરામાં ક્રિષ્ના જન્મભૂમિ મંદિર અને કાશી (વારાણસી)માં કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરવાનો છે, જે અત્યારે પૂજા-અર્ચનાના વિવાદાસ્પદ સ્થળો છે. તેના અન્ય લક્ષ્યાંકોમાં સામ્યવાદ, મુસ્લિમ વસતિમાં વૃદ્ધિ અને ખ્રિસ્તી ધર્મ પરિવર્તનના જોખમથી ભારતની હિંદુ સંસ્કૃતિ કે ઓળખનું સંરક્ષણ સામેલ છે.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment