જે છે સંકટમોચન
જેની પૂજાથી શક્તિનો થાય છે સંચાર
જે છે સૌથી વધુ બલવાન
આવા દેવ એટલે શ્રી બાલા હનુમાન!!
સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં ઓછામાં ઓછી દિવસની બે વખત આરતી થાય છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, ભગવાન શ્રી હનુમાનની પુરા વર્ષ દરમિયાન બે જ વખત આરતી થાય. જાણીને નવાઈ લાગીને પણ આ સત્ય છે. ભગવાન શ્રી બાલા હનુમાનની વર્ષ દરમિયાન બે જ વખત આરતી થાય છે.
પહેલી આરતી કારતક પૂનમ એટલે દેવ દિવાળીના દિવસે:
Bala hanuman, google image
પહેલી આરતી કારતક પૂનમ એટલે દેવ દિવાળીના દિવસે થાય છે. જ્યારે બીજી આરતી હનુમાન જયંતિના દિવસે કરવામાં આવે છે. આ અદભુત મંદિર અમદાવાદના ખાડીયા વિસ્તારના ગાંધીરોડ પર આવેલું છે. આ મંદિર અંદાજિત 450 વર્ષથી વધુ જુનુ છે. એક દંતકથા મુજબ આ મંદિરને ખસેડવાની પણ કોશિશ કરી હતી. ત્યારે ચમત્કાર થયો હતો અને હનુમાનદાદાની મૂર્તિ જમીનની અંદર જતી રહી હતી. આ ઘટના બાદ મંદિરને આજ સુધી કોઈએ ખસેડવાની હિંમત નથી કરી.
આ પણ વાંચો: વનવાસ દરમિયાન પાંડવો દ્વારા આ મંદિરમાં સુંદર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું
બાલા હનુમાન મંદિર બાકી મંદિરોની સરખામણીમાં ઘણું નાનું છે છતાં પણ અમદાવાદમાં રહેતા હનુમાન ભક્તોના મનમાં રાજ કરે છે. અમદાવાદના હનુમાન ભક્તો માટે બાલા હનુમાન ખુબ જ પ્રચલિત છે. આ મંદિરે માત્ર શનિવારે જ નહીં પણ બાકીના દિવસોમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે.
lord hanuman- google image
બીજી આરતી હનુમાન જયંતિના દિવસે: (Bala Hanuman)
જ્યારે આરતી થાય ત્યારે આરતી સામાન્ય આરતી જેવી હોતી નથી. કારતક અને ચૈત્રી પૂનમના દિવસે બાલા હનુમાનની આરતી બેંડબાજા સાથે ઉતારવામાં આવે છે. આ માટે ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવે છે. અને મોટી સંખ્યામાં ભક્તો બજરંગબલીની પૂજા- અર્ચના કરવા માટે ઉમટી પડે છે. ભક્તો દાદાને અતિ ચમત્કારિક માને છે. સાથે જ ભક્તો માને છે કે બાલા હનુમાન તેમની ઈચ્છાઓ હંમેશા પૂરી કરે છે.
બાલા હનુમાનનો વિશિષ્ટ ફૂલોથી શણગાર કરવામાં આવે છે. દર વર્ષે હનુમાન જયંતિના દિવસે બાલા હનુમાન મંદિરને અદભુત રીતે શણગારવામાં આવે છે. ભગવાનનો શણગાર કરવા માટે ફૂલોને થાઈલેન્ડથી મંગાવવામાં આવે છે.
આ મૂર્તિના દર્શન કરવાથી એવું લાગે છે કે જાણે હનુમાન દાદાના સાક્ષાત દર્શન કર્યા છે. હાલ હનુમાન દાદાની મૂર્તિનું મુખજ દેખાય છે. અહીં મંદિરમાં સ્થાપિત એક મૂર્તિમાં ત્રણ મૂર્તિઓના દર્શન થાય છે. મૂર્તિમાં હનુમાન દાદાના માતા અંજના દેવી અને પુત્ર મકરધ્વજના દર્શન થાય છે. કષ્ટભંજન દેવ એવા બાલા હનુમાનના તમે પણ દર્શન કરો અને ભક્તિમાં લીન થઈ જાવ.
જુઓ આ વિડીયો: કષ્ટભંજન દેવના દર્શન
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4