Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeભક્તિબળિયા બાપાનું મંદિર: ગુજરાતમાં આવેલુ બળિયાદેવનું સૌથી મોટું મંદિર

બળિયા બાપાનું મંદિર: ગુજરાતમાં આવેલુ બળિયાદેવનું સૌથી મોટું મંદિર

badiyadev
Share Now

ભક્તિ: ધર્મની રક્ષા અને અધર્મના નાશ માટે ભગવાન શ્રીકૃષ્ણએ શીશનું દાન માંગ્યું અને વિના સંકોચે પોતાના શીશનું દાન આપ્યું, યજ્ઞની રક્ષા કરવા માટે કરેલા યુદ્ધમાં બાલસ્વરૂપનું પ્રચંડ બળ જોઈ નવદુર્ગા માં કાત્યાયનીએ તેમને અલગ નામથી સન્માનિત કર્યા. એક એવા દેવ જે રાજસ્થાનમાં ખાટુ શ્યામ અને ગુજરાતમાં બળિયાદેવના નામથી પુજાય છે. ગુજરાતનું બળિયાદેવનું સૌથી મોટું મંદિર એટલે લાંભા ગામમાં આવેલું બળિયા બાપાનું મંદિર…

અમદાવાદના લાંભા ગામમાં આવેલુ છે બળિયાદેવનું મંદિર

અમદાવાદના લાંભા ગામમાં આવેલુ છે બળિયાદેવનું મંદિર

બળિયાદેવનું વિશાળ અને પ્રસિદ્ધ મંદિર જ્યાં ભક્તોનું ઘોડાપુર મનની મનોકામના પુર્ણ કરવા માટે આવે છે, અમદાવાદના લાંભા ગામમાં આવેલુ છે બળિયાદેવનું મંદિર…જેના વિશે લગભગ ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. બાળકોના દેવ બળિયાદેવે અનેક પરચા પુર્યા…તેમના વિશે અનેક કથાઓ પ્રચલિત છે, ક્રિષ્ન સાથે નો નાતો પણ તમે સાંભળ્યો હશે.. પણ આજે ભક્તોની મનોકામના પુર્ણ કરનારા બળિયાદેવ મંદિરના ઈતિહાસ પર એક ડોકિયું કરીશુ…

ચેપી રોગોના પ્રકોપથી લોકો ભયંકર ત્રસ્ત

વર્ષો પહેલાં ચેપી રોગોના પ્રકોપથી લોકો ભયંકર ત્રસ્ત હતા, વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોએ બળિયાદેવને પ્રસન્ન્ કરવા તેમની આરાધના શરુ કરી…

લાંભા ગામના ખોડાભાઈ અને પુરુષોત્તમદાસ પટેલના વડાપણ હેઠળ ગ્રામજનોએ બળિયાદેવની આરાધના કરી, ગ્રામજનોની ભક્તિ ભાવથી બળિયાદેવ પ્રસન્ન થયા અને લાંભા ગામની સીમમાં બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું, મસ્તક પ્રગટ થતાં જ મહામારીનો પ્રકોપ દુર થયો. જે જગ્યાએ બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું ત્યાં ગ્રામજનોએ નાનું મંદિર બનાવી બળિયાદેવનું મસ્તક પધરાવી ભક્તિભાવથી પુજા અર્ચના શરૂ કરી.

OTT India

બળિયાદેવના દર્શન માત્રથીજ તમામ ભક્તોના કષ્ટો-વિપદાઓનું નિવારણ જાણે થવા લાગ્યું,બળિયાબાપા જાણે ભાવિકો દ્વારા રખાતી બાધાઓ અજરામર પુર્ણ કરવા લાગ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર બળિયાદેવની કિર્તી ગામે ગામ ફેલાવા લાગી અને ભાવિક ભક્તોના ઘોડાપુર ઉમટવા લાગ્યા…બળિયાદેવના પરચાઓના કારણે  એજ જગ્યા પર વિશાળ મંદિરનું નિર્માણ કરવાં આવ્યુ

 

લાંભા ગામના આ મંદિરનો પ્રવેશ દ્રાર પર જ ભક્તોનું સ્વાગત કરતી બે ગજરાજની આકૃતિ

લાંભા ગામના મંદિરની ભવ્યતા દર્શાવતો તેનો પ્રવેશ દ્વાર અને તેના પર કરેલી કોતરણી

બળિયાદેવના વિશાળ મંદિરની આગળ બિરાજેલા દેવોના દેવ મહાદેવની મુર્તિ

આરસ પહાણ પર નયનરમ્ય કોતરણી

મંદિરની દિવાલો પર મહાભારતનું વર્ણન

જાણે મંદિરની ભવ્યતા અને તેનો ઇતિહાસ દર્શાવતી હોય તેમ લાગે

મંદિરમાં ડાબી બાજુ ગણપતિ મહારાજ અને જમણી બાજુ કષ્ટ હરતા હનુમાનજીની સુંદર મુર્તિઓ છે. બળિયાદેવની બાળ સ્વરૂપની મુર્તિના દર્શન કરતા જ ભક્તો ભગવાનની મુર્તિ સામે આંખ બંધ કરીને ભક્તિમાં લીન થઈ જાય છે.. બળિયા દેવને બળિયા બાપા તરીકે ઓળખતા તેમના ભક્તો જ્યારે બળિયાબાપાના શરણે આવતા જ તેમના તમામ દુખો જાણે લઇ લેતા હોય.

મંદિરમાં લગાવેલું વિશાળ ઝુમ્મર પોતાની રોશનીથી મંદિરને ઝગમગાવી દે છે. મંદિરના ગર્ભગૃહની પાછળની દિવાલ પર ભગવાનની લીલાઓ દર્શાવવામાં આવી છે. જેના ઘરે બાળક બિમાર હોય અને બળિયાદેવની માનતા રાખે તો અચુક બાળક સ્વસ્થ થઈ જાય છે. દરેક ભક્તોની મનોકામના બળિયાબાપા પુર્ણ કરતા હોવાથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભક્તો નવજાત બાળકોને લઈને કુલડી અને ચાંદીની નાની નાની મુર્તિઓ લઈને દર્શને આવે છે. 

બળિયાબાપાજીને બુંદીના લાડુ અતિપ્રિય હોવાથી તમને બુંદીના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. ભક્તોને બુંદીના લાડુ સાથે ચવાણાનો પ્રસાદ અપાય છે. બળિયાદેવને મંદિરે આવીને ઠંડુ ખાવાની પરંપરા હોવાથી લોકો પોતાના ઘરે બનાવીને ઠંડુ ખાવા માટે મંદિરે આવતા હોવાથી મંદિર દ્વારા હોલ બનાવવામાં આવ્યો છે. બળિયા બાપાનું મંદિર બનાવવામાં જેમનું મુખ્ય યોગદાન હતુ એવા ખોડાભાઈ અને પુરુષોત્તમભાઈ પટેલનું સ્ટેચ્યું મંદિરની બાજુમાં મુકવામાં આવ્યું છે.

જુઓ વીડિયો

 

બળિયા દેવની પુજા અર્ચના માટે ખાસ રવિવાર, પુનમ તથા એકાદશીનું મહત્વ છે. ચૈત્રમાસ બળિયાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માસ ગણાય છે. ખાસ કરીને શીતળા સાતમે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરીને બળિયાબાપાના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. દર માસની પુનમે બળિયાદેવના મંદિર પર સફેદ રંગની ધજા ચડાવવામાં આવે છે.

આ પણ વાંચો: અંબાજી શક્તિપીઠ, જ્યાંના ગર્ભગૃહમાં સ્વયં બિરાજમાન છે મા અંબા…

મંદિર દ્વારા લોક હિતની પ્રવૃત્તિઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમાં મોટી સંખ્યામાં નજીવા ખર્ચે સારવાર કરી આપવામાં આવે છે. મંદિર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે.  મંદિર દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. રામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં પણ એક કરોડનું દાન બળિયાદેવ મંદિરે આપ્યું છે. આ ઉપરાંત પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પણ સહાય કરી છે.

બળિયાદેવનું મંદિર મધ્ય ગુજરાતના દરેક ગામમાં હશે, પણ સૌથી વિશાળ અને ભવ્ય મંદિર લાંભાનું છે. અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. બળિયાદેવ તમામ ભક્તની મનોકામના પુર્ણ કરે છે ,બળિયાબાપજીના દર્શન માત્રથી દુખ દુર થઈ જાય છે. અહીં અઢારેય વર્ણના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment