Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeલાઇફ સ્ટાઇલદરરોજ બનાના પુડિંગ ખાવાથી સ્ટેમિના વધશે…

દરરોજ બનાના પુડિંગ ખાવાથી સ્ટેમિના વધશે…

Banana
Share Now

આ ફાસ્ટ ફૂડના યુગમાં હેલ્ધી ખોરાક ખાવાનું તો લગભગ નહીવત જ થઈ ગયુ છે. એમાં ખાસ બાળકો જેમને દરરોજ બસ ફાસ્ટ ફૂડ જેમકે, પિત્ઝા, પાંવ-ભાજી-વડાપાઉ વગેરે વસ્તુઓ જ ખાવી ગમે છે. એવામાં જો તમે તેમને વાનગીને એક યૂનિક લૂક આપીને થોડા ટ્વિસ્ટ કરીને આપશો તો તેમને ભાવશે અને હેલ્ધી ખોરાક ખાશે તો તેમનામાં એનર્જી રહેશે અને સ્ટેમિના વધશે. તો ઘરે તમે બનાના (Banana) પુડિંગ અને બનાના શેક બનાવીને તમારા બાળકોને ખુશ કરી શકો છો…

બાળકોને હેલ્ધી ખવડાવવા માટે બનાના(Banana) પુડિંગ એક સારો વિકલ્પ છે. જેને બનાવવા ખૂબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે. આથી તેને પીવાથી એનર્જી મળે છે અને સ્ટેમિના પણ વધે છે. તો આવો જાણીએ પુડિંગ બનાવવાની રીત…

બનાના(Banana) પુડિંગ બનાવવ માટેની સામગ્રી:

  • 2 કપ દૂધ
  • 1 કપ કેળાની સ્લાઈસ
  • 1/2 કપ ખાંડ
  • 2 ઈંડાનો યોક (પીળો ભાગ)
  • 1/4 ટી સ્પૂન સોલ્ટ
  • 2 ટેબલ સ્પૂન ક્રિમ
  • 3 ટેબલ સ્પૂન કોર્ન સ્ટાર્ચ
banana

                        IMAGE CREDIT: DELISH.COM

બનાના પુડિંગ બનાવવાની રીતઃ

  • સૌથી પહેલા એક વાસણમાં કેળા સિવાય બધી જ સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવો.
  • મીડિયમ ફ્લેમ પર એક પેનમાં તૈયાર મિશ્રણને ઉમેરીને 8-10 મિનિટ સુધી હલાવો.
  • મિશ્રણ જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે ફ્લેમ બંધ કરીને તેને રૂમ તાપમાન પર ઠંડુ થવા મૂકી દો.
  • ત્યારબાદ મિશ્રણને ગ્લાસમાં નાંખીને તેના પર ક્રિમ અને કેળાની સ્લાઇસ નાંખી દો.
  • તેને 1-2 કલાક સુધી ફ્રિઝમાં સેટ થવા માટે મૂકી દો.
  • ત્યારબાદ તેને ફ્રિઝમાંથી બહાર કાઢો.
  • તૈયાર છે બનાના પુડિગ હવે તમે તેને કુકિઝ સાથે સર્વ કરી શકો છો.

આ પણ વાંચો:- મશરૂમ અને બ્રોકોલીના ફાયદા જાણીને થઈ જશો હેરાન…

સ્વાદ અને તંદુરસ્તીથી ભરપૂર છે બનાના(Banana) શેક, જાણો રેસિપી…

બનાના શેક પીવુ હેલ્થ માટે ઘણુ લાભદાયક છે. સ્વાદમાં જેટલુ સરસ હોય છે તેટલુ જ હેલ્ધી પણ. મહત્તમ લોકો નાસ્તામાં બનાના શેક પીવાનું પસંદ કરે છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે, દરરોજ દૂધ અને કેળાના સેવનથી માંસપેશિઓનો વિકાસ સારો થાય છે. તથા તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય આવશ્યક પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે. તો આવો જાણીએ શેક બનાવવાની રીત…

Banana

                 IMAGE CREDIT: BBC GOOD FOOD

બનાના શેક બનવવા માટેની સામગ્રી:

  • 2 કેળા
  • 2 કપ ઠંડુ દૂધ
  • 2 ટેબલસ્પૂન ખાંડ
  • ½ વાડકી જીણા કાપેલા બદામ અને કાજૂ
  • ગાર્નિશ માટેઃ
  • 1 ટેબલસ્પૂન જીણા કાપેલા ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ-બદામ-દ્રાક્ષ)

બનાના શેકની રેસિપીઃ

  • સૌથી પહેલા કેળાને છાલ કાઢીને તેને નાના ટુકડામાં કાપી લો.
  • કાપેલા કેળાને દૂધ અને ખાંડને મિક્સરમાં નાંખીને સારી રીતે મિક્ષ કરી દો.
  • હવે તેમાં કાજૂ-બદામ નાંખીને ફરી મિક્સરમાં પીસી લો.
  • તૈયાર છે તમારું બનાના શેક. હવે તમે તેને ડ્રાય-ફ્રૂટ્સની સાથે ગાર્નિશ કરીને ઠંડુ-ઠંડુ સર્વ કરી શકો છો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment