Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝબનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી 5 રિવોલ્વર સાથે 2 શખ્સની ધરપકડ

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી 5 રિવોલ્વર સાથે 2 શખ્સની ધરપકડ

Banaskantha
Share Now

બનાસકાંઠા જિલ્લાની સરહદ રાજસ્થાનની સરહદને અડીને આવેલી છે. આ જ કારણે ગુજરાતમાં ઘણી પ્રતિબંધિત ચીજો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવી જાય છે. તો ઘણી વાર રાજસ્થાનમાંથી (Banaskantha) બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે.

રાજસ્થાન અને (Banaskantha) બનાસકાંઠાની સરહદ પર વિદેશી દારૂ અને હથિયારો વારંવાર ઝડપાતા હોય છે.  ઘણાં ગુનેગારો આ સરહદનો લાભ લઈને ગુજરાતમાં અનેક ચીજો ઘુષણખોરી કરવા માંગતા હોય છે. આવો જ એક કિસ્સો (Banaskantha) બનાસકાંઠાના અમીરગઢમાંથી સામે આવ્યો છે. અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસને દેશી બનાવેલી 5 રિવોલ્વર મળી છે. આ સાથે જ અમીરગઢ ચેકપોસ્ટની પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

વીર સપૂતોને ચિંત્રાજલી જુઓ વીડિયો

અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલીપકુમાર,સ્ટાફના એએસઆઇ સેવંતીભાઇ,વિક્રમદાન,વિપુલકુમાર, સહીત પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસ થોભાવી તેની તપાસ કરી હતી. તે સમયે આ લક્ઝરી બસમાં છેલ્લી સીટ પર બેઠેલો એક ઉત્તરપ્રદેશનો શખ્સ શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી હતી. ત્યારે તેની પાસે રહેલા થેલામાંથી 5 દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી 5 રિવોલ્વર સહિત 27,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન સ્થળના મંચ પાસે યુવકની હત્યા, જુઓ કોના પર લાગ્યો આરોપ

અમીરગઢ બોર્ડર પરથી ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા વધુ એક વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. આથી પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી (Banaskantha) બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વારંવાર ગેરકાયદેસર હથિયારો તેમ જ નશીલા પદાર્થો અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાની શખ્સો દ્વારા મોકલવામાં આવતા નેટવર્કને ઝડપી પાડવા માટે પોલીસ સક્રિય બની છે અને અત્યાર સુધી અનેક શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment