ગુરુવારથી મા આદ્યશક્તિના નવલા નોરતા (Navratri 2021)ની શરૂઆત થઇ ચૂકી છે. નવરાત્રીના પ્રથમ રાત્રિએ રાજકોટ શહેર પોલીસ કમિશનર (Rajkot city police commissioner) સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજકોટ(Rajkot) પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અંબા માતાના મંદિર (Maa Amba temple) સ્થિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot CP Manoj Agrawal), જોઇન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુર્શીદ, dcp પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ એસીપી પીઆઇ પીએસઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ વર્ષ 2020માં તાજી જન્મેલી બાળકીને તરછોડવામાં આવી હતી. તે દીકરી અંબા (Amba) પણ તેના જીવનની બીજી નવરાત્રી અંતર્ગત મહાઆરતીમાં હાજર રહી હતી.
2020 માં તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી
2020ના ફેબ્રુઆરી મહિનામાં મહીકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108 ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108 ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં બાળકોના સિનિયર ડૉક્ટર(SENIOR PEDIATRICIAN) રાકેશ પટેલ (Rakesh Patel) સહિતનાઓ દ્વારા તેની દિવસો સુધી સાર-સંભાળ રાખવામાં આવી હતી. આ સમયમાં રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અંબાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત પ્રેરણા થયા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આ બાળકીને અંબા નામ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે, વિકાસના કામોનું કરશે લોકાર્પણ
દત્તક લેનાર પરિવાર ઇટલીથી આવશે
અંબા આજે દોઢ વર્ષથી વધુ વયની થઈ ચૂકી છે. આગામી થોડા દિવસોમાં તેને દત્તક લેનાર પરિવાર ઈટલીથી આવશે. તે પૂર્વે તે પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત અંબા માતાના મંદિરે આવી પહોંચી હતી. ત્યાં માતાજીના ચરણોમાં તે રમી હતી. સાથે સાથે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બાળકીનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનરે અંબાણી મુલાકાત લીધી હતી
8મી માર્ચ 2020ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અમૃતા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી દીકરી અંબાની મુલાકાત લેવામાં આવી હતી. અંબાને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતા જણાવ્યું હતું કે, “વ્હાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું.”
ડોક્ટરોએ દિવસ રેટ એક કરીને આંબને નવું જીવન આપ્યું
ગત દિવાળી કે જે દીકરી અંબાના જીવનની પ્રથમ દિવાળી હતી ત્યારે ખૂદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમના પત્ની સાથે કાઠિયાવાડ બાલાશ્રમની મુલાકાત લીધી હતી. કાઠિયાવાડ બાલાશ્રમ સ્થિત તમામ બાળકો માટે ગિફ્ટ તેમજ સ્વીટનું વિતરણ મનોજ અગ્રવાલ અને તેમના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે પણ તેઓએ પોતાનો ખાસ્સો એવો સમય દીકરી અંબા સાથે વિતાવ્યો હતો. ‘અંબા’ તરછોડેલી હાલતમાં મળી આવી હતી. જે બાદમાં ડૉક્ટરોએ રાત દિવસ એક કરીને સારવાર આપી તેણીને નવું જીવન આપ્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4