નવી દિલ્હી : ઓક્ટોબરમાં ફેસ્ટિવલ સિઝન (Festival Season) શરૂ થાય છે. ચાલુ મહિને અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારોને કારણે કુલ 21 દિવસ બેન્ક બંધ (Bank Holidays October 2021) રહેવાની છે. આ 21 રજાઓ અલગ-અલગ રાજ્યોમાં આપવામાં આવશે. જો તમારે પણ બેન્કમાં કામ હોય તો આ લિસ્ટ જોઈ લેજો.
Bank Holidays October 2021
તમે જે રાજ્યમાં રહો છો તે હિસાબે જાણી લેવું જોઈએ કે ક્યાં-ક્યાં દિવસે બેન્ક બંધ રહેશે. ઓક્ટોબરની 21 દિવસની રજાઓ(Bank Holidays October 2021)માંથી 14 દિવસ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી જાહેર કરેલ રજાઓનું લિસ્ટ છે. બાકીના 7 દિવસ વિકેન્ડની રજાઓ છે જેમાં શનિવાર-રવિવાર શામેલ છે.
અહિં ઓક્ટોબરની કુલ રજાઓનું લિસ્ટ(Bank Holidays October 2021) આપવામાં આવ્યું છે જેથી તમે તમારી રીતે પોતાનું કામ શિડ્યુલ કરી શકો અને તમને કોઈ મુશ્કેલી ન પડે.
1 ઓક્ટોબર
છમાસિક ક્લોજિંગ દરમિયાન બેન્કમાં એકાઉન્ટિંગ (Bank Accounting)નું ઘણું કામ હોય છે જેને કારણે ક્લોજિંગ છતાં આ રજાઓ આપવામાં આવે છે.
2 ઓક્ટોબર
મહાત્મા ગાંધી જયંતી
મહાત્મા ગાંધી જયંતીને કારણે દેશભરની બેન્કો અને તમામ સરકારી સંસ્થાઓ આ દિવસે બંધ રહે છે.
3 ઓક્ટોબર
રવિવાર
રવિવારનો દિવસ હોવાથી રજા રહેશે.
આ પણ વાંચો : Naykaa vs અંબાણી : રિલાયન્સ ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલે કેયર કારોબારમાં ઝંપલાવશે
6 ઓક્ટોબર
માહાલયા અમાસ
આ દિવસે માહાલયા અમાસ છે. નવમીના 9 દિવસ શરૂ થતા પહેલા માહાલ્યા અમાસની રજા આવે છે. આ રજા અગરતલા, કલકત્તા અને બેંગાલુરૂ માટે છે.
7 ઓક્ટોબર
મહારાજા અગ્રસેન જયંતી
ગુરૂવારે મહારાજા અગ્રસેન જયંતીને કારણે હરિયાણામાં બેન્કો બંધ રહેશે. ત્યારે મણિપુરના ધાર્મિક તહેવારો મેરા ચાઓરેન હૌબા (Mera Chaoren Houba)ને કારણે બેન્ક બંધ રહેશે.
9 ઓક્ટોબર
બીજો શનિવાર
આ દિવસે બીજો શનિવાર હોવાને કારણે દેશભરની બેન્કો બંધ રહેશે.
આ પણ વાંચો : Lata Mangeshkar ના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ કરી આ ખાસ ટ્વિટ
10 ઓક્ટોબર
રવિવાર
રવિવારની રજા (Holiday)ને કારણે દેશમાં તમામ બેન્કોમાં રજા રહેશે.
12 ઓક્ટોબર
દુર્ગા પુજા મહાસપ્તમી
દુર્ગા પુજા (Durga Pooja) મહાસપ્તમી હોવાને કારણે અગરતલા અને કલકત્તામાં બેન્કો બંધ રહેશે.
13 ઓક્ટોબર
દુર્ગા પુજા મહાઅષ્ટમી
આ દિવસે દુર્ગાપુજા મહાઅષ્ટમી (Durgashtami) હોવાને કારણે અગરતલા, ભુવનેશ્વર, કલકત્તા, ગંગટોક, ગુવાહાટી, કાનપુર, લખનઉ, શિલોન્ગ, શ્રીનગર, તિરૂવનંતપુરમ, પટના અને રાંચીમાં બેન્કો બંધ રહેશે.
15 ઓક્ટોબર
દશેરા
દશેરાના તહેવારને કારણે દેશભરની તમામ બેન્કો બંધ રહેશે. પણ આ દિવસે ઈમ્ફાલ અને શિમલાની બેન્કોમાં કામકાજ ચાલુ રહેશે.
16 ઓક્ટોબર
દુર્ગા પુજા
દુર્ગા પુજા હોવાથી ગંગટોકમાં બેન્કો બંધ રહેશે.
17 ઓક્ટોબર
રવિવાર
રવિવારની રજાને કારણે દેશભરની બેન્કો બંધ રહેશે.
આ પણ વાંચો : ગ્રહણ: હવે વિશ્વના સૌથી ધનિક અબજોપતિએ લીધા છૂટાછેડા
18 ઓક્ટોબર
કાટી બીહુ
કાટી બીહુને કારણે ગુવાહાટીની બેન્કો બંધ રહેશે.
19 ઓક્ટોબર
ઈદ-એ-મિલાદ
મોહમ્મદ પૈગંબરનો જન્મ દિવસ હોઈ ઈદ-એ-મિલાદ અથવા મિલાદ-એ-શરીફ મનાવવામાં આવે છે જેને કારણે બેન્કોમાં રજા રહેશે. આજના દિવસે અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મૂ, કાનપુર, કોચી, લખનઉ, મુંબઈ, નાગપુર, દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર અને તિરૂવતંનપુરમની બેન્કો બંધ રહેશે.
20 ઓક્ટોબર
મહર્ષિ વાલ્મિકી જયંતી
મહર્ષિ વાલ્મિકી જયંતીને કારણે અગરતલા, બેંગાલુરૂ, ચંદીગઢ, કલકત્તા અને શિમલાની બેન્કો બંધ રહેશે.
22 ઓક્ટોબર
ઈદ-એ-મિલાદ પછીનો પહેલો જુમ્મા (શુક્રવાર) હોવાને કારણે જમ્મુ અને શ્રીનગરમાં આજના દિવસે બેન્ક બંધ રહેશે.
23 ઓક્ટોબર
ચોથો શનિવાર
ચોથો શનિવાર હોવાથી આજના દિવસે બેન્કો બંધ રહેશે.
24 ઓક્ટોબર
રવિવાર
રવિવારની રજાને કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
26 ઓક્ટોબર
જમ્મુ-શ્રીનગરમાં આજે બેન્કો બંધ રહેશે.
31 ઓક્ટોબર
રવિવાર
રવિવારની રજાને કારણે સમગ્ર દેશમાં બેન્કોમાં કામકાજ બંધ રહેશે.
આ પણ વાંચો : તહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4