બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને મ્યૂઝિક કંપોઝર બપ્પી લહરી(Bappi Laheri)ની તબિયત બગડી છે. તે સાથે જ તેમણે તેમનો અવાજ ગુમાવી દીધો છે. તેવા સમાચાર ઘણા સમયથ મીડિયામાં ચાલી રહ્યાં હતા. આ બાબતમા કેટલી સત્યતા છે તેની જાણકારી હવે બપ્પી લહેરીએ તેમના સોશિયલ મીડિયા પર આપી છે. તો આવો જાણીએ આ વાતમાં કેટલી સત્યતા છે કે અફવા છે.
પરંતુ આ વાત હવે બપ્પી લહરીએ પ્રતિક્રિય આપતા ફેન્સને સાચી વાત સાથે અવગત કરાવ્યાં છે. બપ્પી લહરીએ આ અફવાઓ પર દુઃખ વ્યક્ત કર્યો તથા આ તમામ અફવાઓને નકારી દીધી છે.
ઉલ્લેખનિય છે કે, ઘણા દિવસોથી અફવા ફેલાઈ હતી કે બપ્પી લહેરી (Bappi Laheri) બીમાર છે અને તેમણે અવાજ ગુમાવી દીધો છે. હવે બપ્પી લહરીએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપતા કહ્યું છે કે, ‘આ જાણીને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે કેટલાક મીડિયા સંસ્થાનોએ મને અને મારા સ્વાસ્થ્યને લઈને ખોટા સમાચાર ચલાવ્યા છે. ફેન્સ અને શુભચિંતકોના આશિર્વાદથી હું ઠીક છું. બપ્પીદા.’
IMAGE CREDIT: INSTAGRAM
આ પણ વાંચોઃ- Gulshan Grover ના જન્મ દિવસ નિમિતે જાણો તેમના ફિલ્મી કરિયરની અવનવી વાતો
બપ્પી દાની આ પોસ્ટ જોઈને તેમના પ્રશંસકો ખુશી જાહેર કરી રહ્યાં છે. બધા લોકો આગળ પણ બપ્પી દાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. નોંધનિય છે કે, બપ્પી લહરી (Bappi Laheri) કોરોના રોગચાળાની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ તેઓ ઘણાં દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા.
IMAGE CREDIT: GOOGLE
કોરોનાના થવાની જાણકારી બપ્પીદા એ સોશિયલ મીડિયા પર આપી હતી. ડિસ્ચાર્જ થયા બાદ પણ બપ્પી લહરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા પ્રશંસકોને પોતાની તંદુરસ્તીની જાણકારી આપી હતી. ત્યારબાદ બપ્પી દાનો અવાજ જતો રહ્યો છે તેવી અફવાઓ જોર પક્ડ્યું. જોકે, હવે તેમણે જાતે જ આ અફવાઓને નકારી દીધી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4