Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફ29 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડાન, હિમાલયની હરાવીને ઉડે છે Bar-headed geese

29 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડાન, હિમાલયની હરાવીને ઉડે છે Bar-headed geese

Bar-headed-Geese
Share Now

વિશ્વનો સૌથી ઊંચો પર્વત હિમાલય. અને આ હિમાલયને ઉડીને પાર કરીને આવે છે Bar-headed goose. જેને રાજહંસ પણ કહેવામાં આવે છે. Bar-headed geese જળચર પક્ષીઓની અન્ય પ્રજાતિઓથી વિપરીત છે. Bar-headed geeseનું પાતળું શરીર, સ્ટીલ ગ્રે શરીરનો રંગ, પીળા-નારંગીની ચાંચ, અને બે કાળા પટ્ટાઓ સાથે સફેદ માથું હોય છે.

Bar-headed geese

સેંટ્રલ એશિયાનાં આ પક્ષીના માથા પર બે કાળા રંગની પટ્ટીઓ હોય છે. જેથી આ પક્ષીને આસાનીથી ઓળખી શકાય અને આ પટ્ટીઓથી જ આ પક્ષીનું નામ પડ્યું છે.નર અને માદા બંને એક સરખા દેખાય છે. પરંતુ નર માદાની સરખામણીમાં વધારે મોટાં અને વજનદાર હોય છે.

Bar-headed geese મોટા સમૂહમાં રહે છે. આકાશની સૌથી વધુ ઊંચાઈઓ પર ઉડતા આ પક્ષીઓ હજારોની સંખ્યામાં સાથે એક સાથે રહે છે. જ્યારે Bar-headed geese 29000 ફૂટની ઊંચાઈ પર ઉડે છે, ત્યારે તેઓ V આકારના ફોર્મેશનમાં ઉડે છે. જેથી ઉડતી વખત તેઓ એકબીજા સાથે સરળતાથી વાતચીત કરી શકે. અન્ય પક્ષીઓથી વિપરીત, Bar-headed geese સૌથી વધુ તાકતવર ઉડાન ભરનાર પક્ષી છે.

બીજા હંસોથી વિપરિત રાજહંસોની પાંખોનો વિસ્તાર ખુબ જ મોટો હોય છે.  જે 12 કિલોમીટર સુધીની ઊંચાઈ પર ઉડવામાં સહાયતા કરે છે. જ્યારે રાજહંસ જમીન પર હોય ત્યારે સારી રીતે જમીન પર ચાલે છે. દિવસનો સૌથી વધુ સમય ઘાસ ખાવામાં વિતાવે છે.

રાજહંસ એટલે કે, Bar-headed geese શાકાહારી હોય છે. પરંતુ આ હંસોને graminivores પણ કહેવામાં આવે છે. Graminivores એટલે જેનો મુખ્ય ખોરાક ઘાસ છે. Bar-headed geese મકાઈ,ચોખા,ઘઉં પણ ખાય છે. ક્યારેક ક્યારેક મોલસ્ક, કીડા અને ક્રસ્ટેશિયંસ પણ ખાય છે. Bar-headed geese સેંટ્રલ એશિયાનું પક્ષી છે. જે શિયાળાના મૌસમમાં દક્ષિણ એશિયા તરફ આવે છે.

bar-headed-geese

હિમાલય પાર કરવા પહેલા તિબેટ,કઝાકિસ્તાન, મંગોલિયા અને રશિયાથી દક્ષિણ તરફ આવે છે. રાજહંસની એક જોડી હોય છે. જે ઘણાં વર્ષો સુધી સાથે રહે છે.  રાજહંસ એપ્રિલથી જુલાઈની વચ્ચે પ્રજનન કરે છે. સામાન્ય રીતે રાજહંસ પહાડો પાસે આવેલા તળાવોની આસપાસ પ્રજનન કરે છે. શિયાળામાં મીઠા પાણીના દલદલ,તળાવ,નદી,વેટલેન્ડની સાથે પહાડી ઘાસના મેદાન,ખેતર, અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે.

bar-headed-geese

મોટાભાગના રાજહંસ તિબેટના ઉચ્ચપ્રદેશમાં પોતાનો માળો બનાવે છે. આ સમયે માદા રાજહંસ ખૂબ જ ગુસ્સાવાળી થઈ જાય છે. નીચલા દરજ્જાની માદાઓથી તેના માળાને બચાવે છે. માદા આ માળામાં 3 થી 8 જેટલા ઇંડા મૂકે છે. 28 થી 30 દિવસમાં, બચ્ચાં ઇંડામાંથી બહાર આવે છે. આ બચ્ચાં 65 થી 80 દિવસ પછી આત્મનિર્ભર બને છે.

આ પણ વાંચો : વાયરલ વીડિયો : હાથીના બચ્ચાંનું પરિવાર સાથે મિલન, માતાને જોઈને બચ્ચું થયું ખુશ

જ્યારે હિમાલયના ઉપરના ભાગો પર પારો ઝડપથી નીચે આવવા લાગે છે, ત્યારે રાજહંસ ભારતના ગરમ સ્થળો તરફ પ્રયાણ છે. રાજહંસ ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં આવે છે. રાજહંસ આજે પણ પક્ષી નિરીક્ષકોને આશ્ચર્યચકિત કરે છે. કારણ છે કે, 12 કિમીની ઊંચાઈ પર ઉડતી વખતે રાજહંસ કેવી રીતે ઓછા ઓક્સિજન વાળા વાતાવરણમાં જીવી શકે છે.

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment