Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝદુધાળા પશુઓને અપાશે બારકોડેડ ઓળખ

દુધાળા પશુઓને અપાશે બારકોડેડ ઓળખ

Animal F
Share Now

રાષ્ટ્રીય ટેગીંગ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લામાં ૬ લાખથી વધુ દુધાળા પશુઓને અપાશે બારકોડેડ ઓળખ

  • પશુપાલન વિભાગ દ્વારા કુલ ૩ લાખથી વધુ દુધાળા પશુઓનું ટેગીંગ સંપન્ન
  •  વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ૧૨,૧૮૭ કેમ્પનું આયેાજન કરી ૫,૯૩,૮૩૫ પશુઓનું રસીકરણ
  •  વિવિધ સહાયકારી યોજનાઓનો વર્ષ ૨૦૨૧-૨૨માં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન તા.૩૧-૭-૨૦૨૧ સુધી ચાલુ

દેશના ગ્રામીણ અર્થતંત્ર પર ખેતી જેટલું જ મહત્વ પશુપાલનનું રહયું છે. ગ્રામીણ વિસ્તારના અનેક કુટુંબો પશુ પાલન આધારીત આર્થિક પ્રવૃતિ કરે છે. ત્યારે પશુઓની માવજત અને સંવર્ધન અત્યંત મહત્વપુર્ણ બની રહે છે. પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનું સુચારૂ અમલીકરણ થઇ શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ દુધાળા પશુઓની ખાસ બાર કોડેડ ટેગીંગ(ઓળખ) માટેનો રાષ્ટ્રીય ટેગીંગ કાર્યક્રમ ચાલી રહયો છે. નાયબ પશુપાલન નિયામક ડો. કે.યુ.ખાનપરાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં કુલ ૧૪૯ કર્મચારીઓ દ્વારા બાર કોડેડ ટેગીંગની કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના કુલ નોંધાયેલ ૬,૨૧,૩૩૭ પશુઓ (ગાય અને ભેંસ) પૈકી ૩,૦૪,૬૨૫ પશુઓનું ટેગીંગ થઇ ચુકયું છે.

Animal Husbandry

પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે પશુઓનું ટેગીંગ આવશ્યક હોઇ ડો. ખાનપરાએ જે-તે વિસ્તારમાં આ કામગીરી માટે મુલાકાતે આવતા પશુપાલન વિભાગના કર્મચારીને સહયોગ આપવા દરેક પશુ પાલકોએ પોતાના પશુઓનું બાર કોડેડ ટેગીંગ અવશ્ય કરાવી લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. આ તકે તેઓએ બાર કોડેડ ટેગીંગ સાથે ચોમાસાની ઋતુ આગાઉ કરવામાં આવતા પશુઓના રસીકરણનો લાભ લઇને પશુઓને રોગો સામે સુરક્ષિત કરવા જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ૨૦ જેટલા પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો કાર્યરત છે. ગત વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળા તથા સંકલ્પપત્ર યોજના અન્વયે ૨૦૫ કેમ્પનું આયોજન કરી પશુઓની સારવાર કરવામાં આવી હતી. ૧૨૧૮૭ પશુઓનું કૃત્રિમ બીજદાન કરાયું હતું. જયારે ૫,૯૩,૮૩૫ પશુઓનું રસીકરણ કરી તેઓને ખરવા મોવાસા, ગળસુંઢો જેવા ચોમાસાની ઋતુઓમાં જોવા મળતા રોગો સામે સુરક્ષાકવચ અપાયું હતું.

ખાસ અંગભુત યોજના અન્વયે ૨ લાભાર્થીને બકરા ઉછેર એકમ માટે પ્રત્યેકને રૂા. ૪૫ હજાર લેખે કુલ રૂા. ૯૦,૦૦૦ જવી રકમ સહાય પેટે ચુકવાયેલી હતી. પશુઓને ચારો કાપીને આપવા માટે ખાસ ઇલેકટ્રીક ચાફકટરમાં સહાય માટે એકિકૃત યોજના અન્વયે ૧૦૨ લાભાર્થીને પ્રત્યેકને રૂા. ૧૮,૦૦૦ લેખે કુલ રૂા. ૧૮,૦૫,૯૬૬ તથા ખાસ અંગભુત યોજના અનવ્યે ૨ લાભાર્થીને રૂા. ૩૬ હજાર એમ કુલ ૧૦૪ લાભાર્થીને કુલ રૂા. ૧૮,૪૧,૯૬૬ની સહાય ચુકવાઇ હતી. જયારે દુઘ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા ૩૬ જેટલી દુઘ ઉત્પાદક હરિફાઇઓ યોજી હતી. ઉલ્લેખનીય છે કે રાજય સરકારના પશુપાલન વિભાગની વિવિધ ઘટકોની સહાયકારી યોજનાઓનો વર્ષ ૨૦૨૧-૨૨ માં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીનું રજીસ્ટ્રેશન તા.૩૧-૭-૨૦૨૧ સુધી ચાલુ છે. આથી પશુપાલકોએ સહાયકારી યોજનાઓનો લાભ લેવા સુચવેલ મુદતમાં ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે.

આ પણ જુઓ : જંગલી ઈયળનો ત્રાસ

પશુપાલનની સહાય યોજનાઓ

ઘાસચારાનાં મીનીકીટ

અંદાજે રૂ. ૨૭૫/- અથવા રૂ ૪૦૦/- ના ઘાસચારા મીનીકિટ્સ ૧૦૦% સહાય થી. ANH-9 – મિનિકીટસ મેળવવા માટે ખેડૂતને પોતાની જમીન હોવી જરૂરી છે. – પ્લોટ બનાવ્યા બાદ સ્થાનિક પશુધન નિરીક્ષક-પશુચિકિત્સા અધિકારી તેમજ ખાતાનાં તાંત્રિક અધિકારી-કર્મચારીઓને બતાવવો જરૂરી છે. – કાપણી કપાયા બાદ ઉત્પન્ન થયેલ ચારાનું વજન પશુ ચિકિત્સા અધિકારી અથવા પશુધન નિરીક્ષકને ત્યાં નોંધ કરાવવું પ્લોટ ગામના અન્ય ખેડૂતોને બતાવી તેનાં લાભનું નિદર્શન કરવું -પિયતની સુવિધા હોવી જરૂરી છે.

બકરાં યુનિટ સહાય

રૂ. ૬૦,૦૦૦/- યુનીટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (ANH-12) અથવા રૂ. ૨,૪૦,૦૦૦/- યુનીટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧,૨૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે(ANH-13). ANH-12 અનુ સૂચિત જતી/મહિલા તથા જનરલ કેટેગરીના લોકો માટે બકરાં યુનિટ (૧૦+૧) ની સ્થાપના માટે સહાય ANH-13 અનુ.જન જાતિની વિધવા-ત્યકતા મહિલા લાભાર્થીઓ માટે બકરાં યુનિટ(૪૦+૪)ની સ્થાપના માટે સહાય શરતો: – લાભાર્થીઓની પસંદગી તથા અમલીકરણ સંબંધિત જિલ્લા પંચાયત મારફતે થશે. – આ યોજનાના બકરાઓની ખરીદી માટે તાલુકા લેવલની સ્થાનનિક ખરીદ કમીટી જિલ્લાા પંચાયત (પશુપાલન) ને બનાવી બકરા ખરીદ કમીટી મારફતે જ ખરીદવાના રહેશે. – આ યોજના હેઠળ લાભાર્થીઓને ખોરાક પાણ, ઘાસચારો, રહેઠાણ અને ખાણદાણનો ખર્ચના ૫૦% ફાળા તરીકે ભોગવવાનો રહેશે. – આ એકમ સામાન્ય સંજોગોમાં ત્રણ વર્ષ સુધી નિભાવવાનુ રહેશે. લાભાર્થીઓને દુધ ઉત્પાદનની નોંધ.

Animal Husbandry

માનવ સંચાલિત ચાફકટર સહાય

રૂ. ૧૦૦૦/- યુનીટ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે. ANH-9 તમામ ખેડૂત-પશુપાલક કે જે પશુઓ રાખતા હોય તેને જ આ યોજનાનો લાભ મળી શકે.

દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય

યુનીટ કોસ્ટ (જાફરાબાદી ભેંસ રૂ. ૩૭,૦૦૦/-, બન્ની ભેંસ રૂ. ૩૮,૦૦૦/-, સુરતી ભેંસ રૂ. ૩૦,૧૦૦/-, મહેસાણી ભેંસ રૂ. ૩૨,૨૦૦/-, ગીર ગાય ૨૨,૨૦૦/-, કાંકરેજ ગાય રૂ. ૧૯,૭૦૦/-, એચ.એફ. ગાય રૂ. ૩૩,૨૦૦/-, જર્શી ગાય રૂ. ૨૮,૨૦૦/-) અથવા બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ના વાર્ષિક વ્યાજના વધુમાં વધુ વ્યાજ દર ૧ર% સામે ૧ (એક) થી ૪ (ચાર) ગાય-ભેંસના એકમ માટે ૧૦૦% વ્યાજ સહાય. – લાભાર્થીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એકમ નિભાવવાનું રહેશે. – લાભાર્થી એ રાષ્ટ્રિયકૃત બૅન્ક અને ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ આવેલ હોવું જોઈએ – એકમ માટે દુધાળા પશુ ખરીદી થયા બાદ એકમ પુર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર યોજનાના અમલીકરણ સંસ્થાએ આપવાનું રહેશે. ત્યારબાદ જ વ્યાજ સહાયની રકમ લાભાર્થીંના લોન એકાઉન્ટસમાં અર્ધવાર્ષિક હપ્તાઓમાં જુન અને ડીસેમ્બર માસમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરાવાની રહેશે. – અરજદારને સ્વખર્ચે- યોજનાના અમલીકરણ સંસ્થાએ પ્રથમ સંબંધીત બેન્કમાંથી આ અંગે નિયત ફોર્મ-બેન્કે માંગ્યા મુજબ એકમ નો રીપોર્ટ બનાવવાનો રહેશે. – જો કોઈ લાભાર્થી વચગાળા સમયમાં ડીફોલ્ટર (મુદત વીતી બાકી એક સાથે ત્રણ હપ્તાથી વધુ) બનશે તો તે ગાળા માટે અને ડીફોલ્ટર રકમ પરત્વે વ્યાજ સહાય મળવાપાત્ર બનશે નહી.

Animal Husbandry

અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર સહાય

૫શુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એથે્રકસ, બર્ડ ફલ્યુ તથા હડકવા અને પોઈઝનીગ (ફુડ,સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વિગેરે) માં રોગચાળા મહારોગચાળા સમયે ૫શુ-મરઘાં-બતક ના મૃત્યુ થતાં હોય છે. ત્યારે ખાસ કરીને ગરીબ ૫શુ -મરઘાં-બતક રાખતા પશુપાલકોને મોટુ નુકશાન થાય છે અને આવા ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો ની રોજી રોટી છીનવાઈ જાય છે અને ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો નિરાધાર બની જાય છે આવા સંજોગોમાં ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો ને ૫શુ-મરઘાં-બતકની બજાર કિંમતના પ્રમાણમાં વ્યાજબી આર્થિક મદદ મળી રહે અને તાત્કાલિક ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો પુનઃ પોતાનો વ્યવસાય શરૂ કરે તેવા હેતુથી આ યોજનાનું અમલીકરણ કરવાનું નકકી કરેલ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment