Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝBarge P305 tragedy: બાર્જના મૃતકો મળ્યા વલસાડથી

Barge P305 tragedy: બાર્જના મૃતકો મળ્યા વલસાડથી

Barge P305 tragedy
Share Now

તાઉ તે વાવાઝોડાના પગલે ખુબ જ દર્દનીય સમાચાર સામે આવ્યા છે. મુંબઈની ONGCનું બાર્જ P-305ના ક્રુ મેમ્બરો તાઉ તે વાવાઝોડાના પગલે લાપતા થયા હતા. જે પૈકી વલસાડ અને દમણના દરિયા કિનારાથી ૮ જેટલા ક્રુ મેમ્બરોની લાશ મળી આવી છે. તેની સાથે જ જણાવી દઈએ કે તાઉ તે વાવાઝોડાના કારણે મુંબઈથી 35 નોટિકલ માઇલ્સ દૂર ડૂબી ગયેલા જહાજ ‘બાર્જ P305’ (Barge P305) માંથી કુલ 26 મૃતદેહ મળી આવ્યા હતા અને 49 લોકો હજુ પણ લાપતા હતા અને બચાવકાર્ય હજુ પણ ચાલી રહ્યું છે.

ONGCના બાર્જ P-305ના ક્રુ મેમ્બરો લાપતા: 7 જેટલી લાશો કિનારે આવી 

મુંબઈમાં તાઉ-તે વાવાઝોડાના પગલે ONGCના બાર્જ P-305ના ક્રુ મેમ્બરો લાપતા થયા હતા. ત્યારે વલસાડ તાલુકાના કિનારે છેલ્લા 2 દિવસોમાં 7 જેટલી લાશો કિનારે આવી પહોંચી હતી. વલસાડ અને દમણ દરિયા કિનારે મળીને કુલ 8 લાશો મળી આવી હતી. વધુ મૃતદેહ હોવાની શક્યતાને લઈ વલસાડ જિલ્લાના દરિયા કિનારે હેલિકોપ્ટર દ્રારા મૃતદેહની શોધખોળ શરૂ કરાઈ છે.  મુંબઈની ONGCનું બાર્જ P-305ના ક્રુમેમ્બરોની લાશને શોધવા વલસાડના દરિયા કાંઠે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. વલસાડ પોલીસ અને દમણ વાયુ સેનાની મદદ લઈને દમણથી વલસાડના દરિયાના કિનારા સુધીમાં વધુ ક્રુમેમ્બરોની લાશને શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જુઓ આ ખાસ ખબર: બાર્જ P-305, 7 જેટલી લાશો કિનારે આવી 

 

 

 

અહિયાં વાંચો: રાજ્ય મંત્રીશ્રી મનસુખ માંડવીયા ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

અન્ય લાપતા ક્રુ મેમ્બરોને પણ શોધવાના પ્રયાસો હાથ ધરાયા

હજુ પણ ઘણા ક્રુ મેમ્બરો લાપતા છે. જેથી વાયુ સેનાની મદદ લઈને દમણથી વલસાડ સુધીના દરિયા કિનારા ઉપર લાશો શોધવાના પ્રયાસો રવિવારે સાંજે કરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકામાં હજી સુધી 7 મૃતદેહો દરિયાકાંઠે મળી આવ્યા છે. જેમાં મૃતદેહો મળી આવતા દરિયા કાંઠા વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સાથે જ આજ બપોરથી જ હેલિકોપ્ટરથી બાકીના લાપતા ક્રુ મેમ્બરોની તપાસ હાથ ધરાઈ છે. વલસાડના દરિયા કાંઠેથી મળેલી ક્રુ મેમ્બરોની લાશ મળ્યા બાદ હવે અન્ય લાપતા ક્રુ મેમ્બરોને પણ શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.


સમગ્ર મામલે પોલીસની તપાસ જારી:  

પોલીસ હવે આ મામલે જાણવાની કોશિશ કરી રહી છે કે ચક્રવાત વિશે વારંવાર ચેતવણી આપ્યા છતાં પણ તે ત્યાંથી હટાવવાયું કેમ નહી? ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે. ચક્રવાતની ચેતવણી છતાં કેમ બાર્જ P305ને સુરક્ષિત જગ્યાએ ન લઈ જવાયું તેની તપાસ કરવામાં આવશે.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કામ કરતા લોકોના મૃતદેહને બુધવારે સવારે INS કોચી દ્વારા મુંબઇ લાવવામાં આવ્યા હતા અને વધુ 18 લોકોને INS કોલકાતા દ્વારા લાવવામાં આવ્યા હતા. 

વલસાડ પોલીસ

પંચ દ્વારા ટકોર કરવામાં આવી છે કે વાવાઝોડા સમટે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હોત તો આવા પ્રકારની ઘટનાઓ ન બને. માનવ અધિકાર પંચ દ્વારા જાતે લેવામાં આવેલા પગલામાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ફસાયેલા લોકોને એમ જ છોડી દેવામાં આવ્યા હતા. જે તેમનાં માનવીય મુલ્યોનું હનન છે.

અહિયાં વાંચો: શું છે યલો ફંગસ? જાણો લક્ષણો અને બચાવ

6 અઠવાડિયામાં પેટ્રોલિયમ વિભાગ, ONGC, અને કોસ્ટગાર્ડ પાસેથી ખુલાસો માગ્યો

આ બાબતે હવે બચાવવામાં આવેલા લોકોનાં નિવેદનો પોલીસ દ્વારા નોંધવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, શિપિંગના ડિરેક્ટર જનરલ અને અન્ય સંબંધિત ઓએનજીસીના અધિકારિયોના અભિપ્રાય મેળવશે. હવે આ મુદ્દે માનવઅધિકાર પંચ પણ ઘટનામાં સામેલ થઈ ચુક્યું છે અને તેમણે 6 અઠવાડિયામાં પેટ્રોલિયમ વિભાગ, ONGC, અને કોસ્ટગાર્ડ પાસેથી ખુલાસો માગ્યો છે અને તેમને નોટીસ પણ ફટકારી છે.

No comments

leave a comment