તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ પોતે T20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની પાસેથી વન ડે ટીમની કેપ્ટનશિપ પણ છીનવી લીધી છે. તમને જનાવી દઈએ કે, કોહલી કેપ્ટનશિપ છોડવા તૈયાર નહોતો. પરંતુ BCCIએ પણ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો.
કોહલીને આપ્યો હતો 48 કલાકનો સમય
પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોહલી પહેલા જ ટી-20માંથી કેપ્ટનશિપ છોડી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, બીસીસીઆઈએ તેને વનડેની કેપ્ટન્સીમાંથી પણ રાજીનામું આપવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. બીસીસીઆઈની પસંદગી સમિતિ 48 કલાક સુધી કોહલીના જવાબની રાહ જોઈ રહી હતી. પરંતુ કોહલીએ જવાબ ન આપતા પસંદગી સમિતિ એ 49માં કલાકમાં જાતે નિર્ણય લીધો અને ટી-20ની સાથે વનડે ટીમની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી હતી.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021
આ પણ વાંચો:આજના જ દિવસે ઈન્દોરમાં સેહવાગે રચ્યો હતો ઇતિહાસ
બીસીસીઆઈની પસંદગી સમિતિ એ આ નિર્ણય 2023માં ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે. જો કે આ મામલે હજુ સુધી કોહલીનું કોઈ નિવેદન આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, કોહલી 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટન રહેવા માંગતો હતો, પરંતુ પસંદગી સમિતિએ તેને આ તક આપી ન હતી. સમિતિએ આ નિર્ણય ત્યારે જ લીધો હતો જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
BCCI સન્માનપૂર્વક વિદાય આપવા માંગતી હતી
કોહલી લગભગ 5 વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યો છે. આવી સ્થિતિમાં પસંદગી સમિતિ તેને સન્માનજનક વિદાય આપવા માંગતી હતી. અને આ માટે પસંદગી સમિતિએ એક તક પણ આપી, પરંતુ અંતે સમિતિએ પોતાની સત્તાનો ઉપયોગ કરવો પડ્યો અને કોહલીની હકાલપટ્ટી કરી દીધી. કોહલી હંમેશા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીથી વિપરીત તેના આક્રમક વલણ માટે જાણીતો છે.
T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ…
જે ક્ષણે ભારત ટી20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું ત્યારેજ કોહલીને કેપ્ટનશિપમાંથી હટાવવાનું લગભગ નિશ્ચિત થઈ ગયું હતું, પરંતુ BCCIના અધિકારીઓ છેલ્લા સાડા ચાર વર્ષથી ટીમના કેપ્ટનને સન્માનજનક વિદાય આપવા માંગતા હતા.
ધોનીએ કોહલીને પોતાના નેતૃત્વમાં તૈયાર કર્યો
કોહલીની કેપ્ટનશીપનો સમયગાળો અદ્ભુત રહ્યો છે. ‘ટીમ ઇન્ડિયાના કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીએ કોહલીને તેના નેતૃત્વમાં તૈયાર કર્યો અને પછી જ્યારે તેને લાગ્યું કે સમય આવી ગયો છે, ત્યારે તેણે તેને સફેદ બોલની જવાબદારી સોંપી દીધી હતી. બાદમાં કોહલી ટીમનો શકિતશાળી કેપ્ટન બન્યો જે પોતાની મરજી મુજબ વસ્તુઓ કરવામાં આગળ રહેતો હતો. પછી સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાસકોની કમિટી બનાવવામાં આવી હતી, જેણે તેમની દરેક માંગણી પૂરી કરી હતી. ત્યારપછી પરંપરાગત વહીવટકર્તાઓનું પુનરાગમન થયું, જેમાં ખૂબ જ શક્તિશાળી સચિવો અને પ્રમુખો હતા, જેઓ પોતે સફળ કેપ્ટનશીપથી વાકેફ હતા. અંતે સફેદ બોલના બંને ફોર્મેટ માટે બે અલગ-અલગ કેપ્ટન માટે કોઈ સ્થાન ના રહ્યું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4