Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝT20 World Cup 2021: BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી કરી લોન્ચ, વર્લ્ડકપમાં દેખાશે નવા અંદાજમાં

T20 World Cup 2021: BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી કરી લોન્ચ, વર્લ્ડકપમાં દેખાશે નવા અંદાજમાં

bcci launch news jercy
Share Now

ટીમ ઈન્ડિયા યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે પૂરી રીતે તૈયાર છે. આ વર્લ્ડ ટુર્નામેન્ટને હવે થોડા જ દિવસો બાકી છે. T-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે. ત્યારે T-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી છે. આ વખતે મેન ઇન બ્લુ એકદમ નવી સ્ટાઇલમાં જોવા મળશે. ભારતીય ટીમ આગામી વર્લ્ડ કપમાં માત્ર ઘેરા વાદળી રંગની જર્સી પહેરશે, નવી જર્સી સંપૂર્ણપણે નવો અનુભવ આપી રહ્યો છે.

સ્ટાર ખેલાડીઓ સાથે ફર્સ્ટ લુક લોન્ચ કર્યો 

BCCI એ આ જર્સીનો ફર્સ્ટ લુક થોડીવાર પહેલા તેના 5 સ્ટાર ખેલાડીઓની તસવીર સાથે લોન્ચ કર્યો છે. આ જર્સીને અગાઉની જેમ જ એમવીએલ સ્પોર્ટ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. BCCI એ ટ્વિટમાં લખ્યું છે. તૈયાર છે Billion Cheers Jersey. આ જર્સીની પેટર્નટથી ટીમના લાખો ચાહકો ખુશ છે.

આ પણ વાંચો:ધોની કોઈ નામ નથી એક ઈમોશન છે, CSK ને જીતાડ્યા બાદ ધ્રુસકે-ધ્રુસકે ખુશીના આંસુ વહાવતા બાળકોને આપ્યું ગિફ્ટ

આ પહેલા ઓસ્ટ્રેલીયા પ્રવાસે નવી જર્સી કરી હતી લોન્ચ 

આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોતાની નવી જર્સી લોન્ચ કરી હતી. ત્યારે ટીમ ઇન્ડિયાનો તે લુક વર્લ્ડ કપ 1992 થી પ્રભાવિત હતો. ભારતીય ટીમની તે જર્સીમાં નેવી-બ્લુ રેટ્રો કલર હતો, જેમાં વાદળી, લીલો, સફેદ અને લાલ પટ્ટાઓ હતા. પરંતુ આ વખતે આ પટ્ટાઓ દૂર કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ[હેઠળ ઉતરશે ભારતીય ટીમ 

ભારતીય ટીમ 2007 ના પ્રારંભિક ટી 20 વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધીનીની કેપ્ટનસીપ હેઠળ ચેમ્પિયન બની હતી. ત્યારે હવે  વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ફરી એક વખત T-20 વર્લ્ડકપ ટ્રોફી પર કબજો કરવા મેદાને ઉતરશે. કોહલી છેલ્લી વખત કેપ્ટન તરીકે ટી ​​20મેચ રમવા માટે ઉતરશે. 2016 બાદ પ્રથમ ટી 20 વર્લ્ડ કપ યોજાઇ રહ્યો છે. 2016 ના વર્લ્ડકપમા વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે સુપર -10 ની ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતને વિન્ડીઝના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે ટીમ ઇન્ડિયાની મેચ

T-20 વર્લ્ડકપમાં ભારતની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ટી 20 વર્લ્ડ કપ 2021 ની પ્રથમ સેમીફાઇનલ 10 નવેમ્બરે અબુ ધાબીમાં રમાશે. 11 નવેમ્બરે બીજી સેમિફાઇનલ અને 14 નવેમ્બરે ફાઇનલ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં 

ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ -2 માં રાખવામાં આવ્યું છે. ક્વોલિફાયર રાઉન્ડ પછી, તેમાં ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એમાં બીજા સ્થાને રહેલી ટીમ શામેલ થશે. બીજી બાજુ, ગ્રુપ -1 માં વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. ક્વોલિફાયર તબક્કા પછી, ગ્રુપ A ની વિજેતા ટીમ અને ગ્રુપ B ની રનર્સ અપ ટીમ શામેલ થશે. 

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે પૂરી રીતે તૈયાર છે. આ વર્લ્ડ ટુર્નામેન્ટને હવે થોડા જ દિવસો બાકી છે. T-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે. ત્યારે T-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી છે. આ વખતે મેન ઇન બ્લુ એકદમ નવી સ્ટાઇલમાં જોવા મળશે. ભારતીય ટીમ આગામી વર્લ્ડ કપમાં માત્ર ઘેરા વાદળી રંગની જર્સી પહેરશે, નવી જર્સી સંપૂર્ણપણે નવો અનુભવ આપી રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment