મેન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થયા બાદ ઇંગ્લેન્ડને લગભગ 400 કરોડનું નુકસાન થયુ છે. હવે આ નુકસાનની ભરપાઇ કરવા માટે બીસીસીઆઇ (BCCI)એ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ની સામે એકસ્ટ્રા ટી20 મેચ (Match)રમવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આગામી સિઝનમાં ટીમ ઇન્ડિયા (Team India) ઇંગ્લેન્ડ (England)નો પ્રવાસ કરશે અને તે સમયે ભારતીય ટીમ ત્રણ મેચની વનડે સીરીઝ અને ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે.
બીસીસીઆઇ (BCCI)એ આ પહેલા પણ એક ઓફર કરી હતી
બીસીસીઆઇએ આ સીરીઝ (Series)માં જ બે એક્સ્ટ્રા ટી20 મેચ રમવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સાથે જ બીસીસીઆઇ (BCCI)એ પહેલા જ અલગથી એક ટેસ્ટ મેચ (Test Match)રમવાની ઓફર આપી છે. જોકે હવે તે પ્રસારણકર્તા પર નિર્ભર કરે છે કે તે આ ઓફરનો સ્વિકાર કરે છે કે નહીં? હકીતમાં ઓલ્ડ ટ્રેફર્ડ માટે પ્રસારણકર્તાએ 25 મિલિયન પાઉન્ડ એટલે કે 2,54,45,02,500 રૂપિયાની ચુકવણી કરી છે.
આ પણ વાંચો: Lala Amarnath Jayanti: આઝાદ ભારતનો પ્રથમ કેપ્ટન જેેણે પાકિસ્તાનને ધોળા દિવસે તારા દેખાડ્યા
2022 માં ટીમ ઇન્ડિયા (India)નો ઇંગ્લેન્ડ પ્રવાસ
જણાવી દઇએ કે આગામી ઉનાળાની સિઝનની જાહેરાત થઇ ગઇ છે. ઓલ્ડ ટ્રેફર્ડમાં જ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે. જ્યારે કે આ મેદાન પર ઇંગ્લેન્ડ સાઉથ આફ્રીકા સામે વન ડે સીરીઝ (ODI Series)અને અન્ય મેચ રમશે. ભારતીય સીરીઝ પુર્ણ થયા બાદ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રીકાની વચ્ચે સીરીઝ રમાશે.
BCCI offer ECB two extra T20s instead of the rescheduled Test (though that offer is still on the table). ECB understood to be considering their options https://t.co/WqlKndj9m1
— Lawrence Booth (@the_topspin) September 13, 2021
બીજી બાજુ, ટેસ્ટ સીરીઝના પરિણામને લઇને પણ કઇ સ્પષ્ટતા થઇ નથી. હાલમાં સીરીઝ 2-1 પર લટકી રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) આઇસીસી(ICC)નો સંપર્ક સાધ્યો છે અને કહ્યું છે કે, તે ભારતને કહે કે હાર માની લે. જેથી ઇનસ્યોરન્સ ક્લેમ થઇ શકે. જ્યારે ભારત હાર માનવા માટે તૈયાર નથી અને ન તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો આંકડો ગુમાવવા તૈયાર છે.
જણાવી દઇએ કે 22 સપ્ટેમ્બરના રોજ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ઇસીબીના અધિકારીઓ સાથે મીટિંગ કરશે અને મેનચેસ્ટર ટેસ્ટ પર વિચાર વિમર્શ કરશે. ઇસીબી અને બીસીસીઆઇના સંબંધ સારા છે જેથી આશા રાખવામાંઆવી રહી છે કે મીટિંગમાં કંઇક ઉકેલ લઇ આવશે.
કોરોનાની ક્રિકેટ પર પણ અસર પહોંચી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4