Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝલુંટેરી દુલ્હનથી રહો BE ALERT

લુંટેરી દુલ્હનથી રહો BE ALERT

Nariyeli Molly Village
Share Now

લગ્ને લગ્ને લુંટેરી દુલ્હન ?

લગ્ને-લગ્ને જાણે કુંવારી લૂંટેરી દુલ્હન જોવા મળી રહી છે. ઉનામાં ગઈકાલે સવારના સમયે એક યુવક અને તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે દુલ્હન લગ્ન કરવા પહોંચી ગઈ હતી, પણ વરરાજાને તેના બદ્દઈરાદા અંગે પહેલેથી જ જાણ થઇ ગઈ અને વરરાજાએ તાત્કાલિક પોલીસને જાણ કરી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટેરી દુલ્હન, દલાલ મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી. ત્યારે ફરી એકવાર જુના સમયની યાદ કરાવે તેવી ઘટના બની હતી. પહેલાના સમયમાં ડાકુ લગ્નની જાન લૂંટતા, અને હવે લુંટેરી દુલ્હન જાન લુંટી રહી છે. આ સમગ્ર ઘટના બનતા જાનૈયા અને માંડવીયામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણો લગ્નની આપવીતીની કહાની આ અહેવાલમાં… 

Nariyeli Molly Village

યુવક-યુવતીએ એકબીજાને પસંદ કર્યા હતા

પ્રાપ્ત વિગત મુજબ, ઉના તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશભાઇ હરિભાઇ રાખોલિયાના, 30 વર્ષીય એકના એક પુત્ર હિતેશના લગ્ન કરાવવાના હતા. આથી તેમણે બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુભાઇ રણછોડભાઇ રાઠોડને વાત કરી હતી. વિનુભાઇએ કન્યા રાજકોટ છે, અને આપણે ત્યાં જવું પડશે એમ કહ્યું હતું, આથી હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયા વિનુભાઇ સહિતના લોકો રાજકોટ ગયા હતા. ત્યાં સપના રમેશભાઇ કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવાઇ હતી. હિતેશ અને સપનાએ વાતો કરી એકબીજાને પસંદ પણ કર્યાં, પણ સગાઇ નક્કી કરવાની વાત આવી ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હીરપરાએ લેવડ-દેવડની વાત કરી.

Nariyeli Molly Village

વરરાજા સાથે થઇ લાખોની ડીલ

સપનાના લગ્નની ખરીદી માટે રૂપિયા માગતાં હિતેશે રૂ. 20 હજાર રોકડા અને ખરીદી માટે કુલ રૂ. 41 હજાર રોકડા આપ્યા હતા. લગ્ન બાદ રૂ. 2 લાખ રોકડા આપવાના અને કન્યાના દાગીના પણ બનાવી આપવાનું નક્કી થયું હતું. વરરાજા હિતેશ પણ કન્યાપક્ષની વાતમાં સહમત થયો. 21 જૂને કન્યા પક્ષના લોકો ઉના આવી કોર્ટમાં લગ્ન કરશે એવું નક્કી થયું. ત્યાર બાદ શનિવારે કન્યા સહિત, તેમના મળતિયા કારમાં ઉના પહોંચ્યા. કારનું રૂ. 5500 ભાડું પણ વરરાજાએ ચૂકવવાનું કહેતાં, વરરાજાએ ચૂકવી આપ્યું. બાદમાં હિતેશભાઇ અને તેમનાં પરિવારજનો તેમના વકીલની ઓફિસે ગયાં હતાં. વકીલને વાત કરતાં તેમણે કન્યાના આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માગ્યા હતા, જે સપનાએ આપ્યા.

Nariyeli Molly Village

દુલ્હનના બોગસ ડોક્યુમેન્ટ્સ

વરરાજાના વકીલે જયારે સઘળા ડોક્યુમેન્ટની તપાસ કરી ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ ડોક્યુમેન્ટ્સ બોગસ હોવાનું જણાયું હતું. આથી, તેમણે ગીર-સોમનાથ SP ને તાત્કાલિક અરજી કરી. મંગળવારે સપનાનો હિતેશને ફોન આવ્યો કે, અમે 23 મીએ આવીશું. તમે દાગીના અને રૂ. 2 લાખ રોકડા તૈયાર રાખજો, આથી હિતેશભાઇએ ઉના પોલીસને આ વાતથી વાકેફ કરી હતી. સવારે 11 વાગ્યે સપના, તેની માતા કાસીબેન રમેશ કોસિયા, કાજલ પરેશ હીરપરા, કાકડીમોલી ગામનો વચેટિયો વિનુ રાઠોડ અને તેની પત્ની ક્રિષ્ના અને બીજા બે શખસો ઉના કોર્ટમાં આવ્યા. જો કે, એ વખતે તે સાદા ડ્રેસમાં આવી હતી.

Nariyeli Molly Village

યુવક લુંટાય તે પહેલા જ દુલ્હન જેલ હવાલે

પોલીસે તમામને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ હાથ ધરી હતી. આ અંગેની વરરાજા હિતેશ રમેશભાઇ રાખોલિયાની ફરિયાદને આધારે નવ લોકો સામે ગુનો નોંધાયો છે. આ નવ લુટેરા લોકો સામાન્ય ન હતા. બધા જ લુટેરા પોતાના નામ બદલીને ફરતા હતા. અને લગ્નની લાલચ આપીને પૈસા પડાવતા હતા. 

Nariyeli Molly Village

વેરાવળમાં લુંટેરી દુલ્હનનો સામે આવ્યો બીજો કિસ્સો

વેરાવળમાં અવારનવાર લુંટેરી દુલ્હનના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ, વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા આઘેડને બીજા નિકાહ ભારે પડ્યા હતા. બીજા નિકાહ કરવા ઇચ્છતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ નામના વ્યક્તિ બન્યા હતા લુટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર. જો કે, તેમણે પણ સમયસર સતર્કતા રાખી પોતાની દુલ્હન પર શંકા જતા પોલીસને જાણ કરી દીધી હતી. જેથી તેઓને વધુ નુકસાન થયું ન હતું. પોલીસે પણ તાત્કાલિક આ ચિટર ગેંગને ઝડપી પાડી હતી.  

Nariyeli Molly Village

જુઓ આ વિડીયો: લુંટેરી દુલ્હન

Nariyeli Molly Village

BE ALERT રહો

આવા તો અનેક કિસ્સા આપણી આસપાસ પણ બનતા હોય છે અથવા ગમે ત્યારે બની શકે છે. તો લગ્નોત્સુક યુવક યુવતીઓએ સતર્ક બની પોતાના જીવનસાથીની પસંદગી કરવી જોઈએ. લગ્નની લાલચ આપીને આવી યુવતીઓ યુવકોને પાયમાલ કરી શકે છે. તો આવા તત્વોથી સાવધ રહો, આવી કોઈ ઘટનાઓની જાણ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો અને રહો BE ALERT. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment