કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં જવા માટે આપણે પોતાની જાતને સુંદર કપડા અને મેકઅપ દ્વારા રેડી કરીએ છીએ, જીવનમાં ક્યારેય આપણે પોતાની જાતને જેવા છીએ તેવા અપનાવતા અટકાવીએ છીએ, ખાસ કરીને લોકોને ઇમ્પ્રેસ કરવા માટે આપણે પોતાના ચહેરા સાથે પણ એક્સપરિમેન્ટ કરતાં હોઇએ છીએ.
છોકરાઓને ખાસ કરીને ફિલ્મો જોઇને અલગ અલગ શેપમાં યુવકો પોતાની દાઢી વધારતા હોય છે પણ શું તમે એવી યુવતીને જોઇ છે જે દાઢી રાખતી હોય?
Image Courtsey: Pintrest
પણ આજે એક એવી યુવતીની વાત જે પોતે જેવી છે તેવી જ પોતાને અપનાવી… વૈજ્ઞાનિકો અનુસાર દુનિયામાં 14 મહિલાઓ માંથી 1 મહિલાનું શરીર પુરુષોની જેમ હોય છે,
OTT India પર આજે વાત કરીશું એક એવી વ્યક્તિની જે છે યુવતી પણ તે લાગે છે યુવક…
Image Courtsey: @harnaamkaur
એ યુવતી જે લાગે છે યુવક પણ છે યુવતી
આ યુવતી હરિનામ કૌર (Harnaam Kaur) છે, વર્તમાનમાં આ બ્રિટેનમાં રહે છે, દાઢીના કારણે ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર તેમના પોસ્ટ હંમેશા વાઇરલ થતા રહે છે, હરિનામ એક સફળ સોશિયલ મીડિયા સ્ટાર છે અને સાથે જ એક મોડલ પણ છે, લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરતાં રહે છે.
આ એક બીમારી છે
એક મોડલ તરીકે કામ કરતી હરિનામ કૌર (Harnaam Kaur) ની પોસ્ટ વાઇરલ થતી રહે છે, તે ખુબ જ હિંમતવાન અને બહાદુર યુવતી છે તેમ કહી શકાય. તે એક મોટીવેશનલ સ્પીકર પણ છે. પોતાની દાઢીના કારણે ચિંતિંત રહેતી આ યુવતી બહાર નીકળતા પણ સંકોચ અનુભવતી હતી. તેણે પોતાની કમજોરીને જ તાકાત બનાવી, અને દુનિયા સામે પોતાને પ્રસ્તૃત કરી.
માત્ર 12 વર્ષની ઉંમરમાં જ યુવતીને ખબર પડી કે, તને લિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ નામની બીમારી છે, જેના કારણે તેના ફેસ પર પણ અન્ય યુવતીઓ કરતા પણ જલ્દીથી જ વાળનો ગ્રોથ થવા લાગ્યો.
શાળામાં જવુ અને ભણવુ તેના માટે મુશ્કેલી ભર્યુ રહ્યુ, શાળા-કોલેજ અને બહાર પણ આડોશ પાડોશના લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા, જેથી તેને બહાર નીકળવાનુ પણ ઓછુ કરી દીધુ.
ઉપાય ઘણા કર્યા
Harnaam Kaur is a model, anti-bullying activist, motivational speaker, and 'bearded lady'. Our second covergirl for the Self-Love Issue has battled PCOS for years—and endless abuse for her body and facial hair. Read all about her journey below.👇🏻https://t.co/ch3lx24bK9 pic.twitter.com/4xF39Nb3HV
— Cosmopolitan India (@CosmoIndia) July 1, 2020
દાઢી રોકવા માટે હરિનામે ઘણા ઉપાય કર્યા, દવાઓ કર્યા અને ક્રીમ પણ લગાવ્યો, પણ કોઇ પણ ફાયદો ના થયો. અંતમાં હરીનામે દાઢીને કટ કરવાનું બંધ કરી દીધુ..પોતાને હિમત આપીને દુનિયાની સામે પોતે જેવી છે તેવી જ રજુ કરી…પણ આજે હરિનામ નું નામ ફેશનની દુનિયામાં ખુબ આગળ છે.
મારી વાત
આ સ્ટોરી પ્રેરણા આપે છે કે આપણે જેવા છીએ, તેવા જ પોતાને અપનાવીએ…ભગવાન કોઇ વસ્તુ ફાલતુમાં નથી બનાવતો.
આ પણ વાંચો: એ ભારતીય ક્રાંતિકારી મહિલા જેમણે ફિરંગીઓ સામે વિદેશમાં લહેરાવ્યો ત્રિરંગો..
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4