Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / December 1.
Homeન્યૂઝઅમદાવાદીઓ થઇ જાઓ સાવધાન ! માસ્ક વગર નીકળ્યાં તો કોરોના છોડી દેશે પણ પોલીસ તો નહી જ છોડે

અમદાવાદીઓ થઇ જાઓ સાવધાન ! માસ્ક વગર નીકળ્યાં તો કોરોના છોડી દેશે પણ પોલીસ તો નહી જ છોડે

POLICE
Share Now

રાજયમાં તહેવાર બાદ કોરોનાએ માથું ઉચંકયું હોય તેવું જોવા મળી રહ્યું છે.તો સરકાર દ્રારા કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.અને તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તો સાથે જ અમદાવાદની પોલીસ(Ahmedabad police) પણ હવે મેદાનમાં આવી છે.તો રાજ્યભરમાં દિવાળી તહેવાર બાદ કોરોનાના કેસોની સંખ્યા ફરી એક વખત ગતિ પકડી રહી છે. તો કેસો વધ્તા એવું લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવી શકે છે.તો તહેવારના સમયમાં જાહેર સ્થળોએ વગર માસ્ક્કે નાગરિકો ફર્યા છે. જેને પગલે કોરોના કેસોની સંખ્યા વધી રહી હોવાનું એક પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ત્યારે કોરોના ગાઈડલાઈનનું જરૂરી પાલન અમદાવાદ પોલીસ દ્વારા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

વગર માસ્ક્કે ફરતા નાગરિકોને સમજાવવાનું યોગ્ય સમજી પોલીસે માસ્ક્ક વિતરણ કર્યા અને માસ્ક્ક પહેરવું જરૂરી હોવાનું પણ સમજાવ્યુ છે. તેમ છતાં કેટલાક નાગરિકો હવે પોલીસ સાથે તકરાર પર ઉતરી અને દલીલો કરતા નજરે પડી રહ્યા છે. તો હજુ પણ લોકોમાં સમજણ નથી આવી કે જો માસ્ક નહી પહેરવામાં આવે તો આ કેસો વધુુ પ્રમાણમાં વધી જશે અને કદાચ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.તો સાથે જ હવે જનતાને પણ સમજવાની જરૂર છે.

અમદાવાદ પોલીસે(Ahmedabad police) લોકોને ફરજીયાત માસ્ક્ક પહેરવાનું બીડું ઝડપ્યું

કોરોનાના કેસો વધવાની સાથે હવે અમદાવાદ પોલીસ (Ahmedabad police)હરકતમાં આવી છે.અને હવે જનતા પર ચોકતી નજર રાખવામાં આવી રહી છે.જેના પગલે પોલીસે(Ahmedabad police) ક્યાંક દંડાત્મક કાર્યવાહી પણ શરૂઆત કરવી પડી છે. અમદાવાદ શહેર પોલીસે અનેક મોટા જંકશન ઉપર પોલીસ પોઈન્ટ ગોઠવીને વગર માસ્ક્કે ફરતા લોકોને અટકાવી પ્રથમ તબક્કે સમજાવટ અને ત્યારબાદ દંડાત્મક કાર્યવાહીથી લોકોને ફરજીયાત માસ્ક્ક પહેરવાનું બીડું ઝડપ્યું છે.પરંતુ હવે કોરોનાના કેસો વધવાથી હવે તંત્ર સાથે પોલીસ પણ હરકતમાં આવી છે.બે વર્ષ બાદ તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા નાગરિકો કોરોના રાજ્યમાં હોવાનું ભૂલી ચૂક્યા હતા. માસ્ક્ક પહેરવાનું તો બંધ કરી દીધું હોય તેઓ શહેરમાં વાતાવરણ ઊભું થયું હતું. તો એક કારણ એ પણ હતું કે પોલીસે પણ દંડનીય કાર્યવાહી કે માસ્ક્કના મેમો આપવાનું બંધ કર્યું હતું.police

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

પોલીસ(Ahmedabad police) દ્વારા માસ્ક્ક નહીં પહેરનાર વ્યક્તિઓ સામે લાલ આંખ

પોલીસની માસ્કના પહેરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે.તો જેને લઇને હવે અમદાવાદીઓએ માસ્ક વગર તો ના બહાર જવું જોઇએ,તો સાથે જ જો તમે માસ્ક વગર બહાર નીકળ્શો તો પોલીસ તમારી પાસેથી દંડ વસુલી શકે છે.પોલીસ દ્વારા અનેક વાર જાહેર કરવામાં આવ્યું છે.જોકે ફરી એક વખત પોલીસ વિભાગને મૌખિક સૂચના કરવામાં આવ્યું છે કે માસ્ક્ક નહીં પહેરનાર વ્યક્તિઓ સામે લાલ આંખ કરવામાં આવે અને રસ્તે અવરજવર કરતા વ્યક્તિઓને ફરજિયાત માસ્ક્ક માટે સમજાવવામાં આવે છે.

આમ નહી કરના વ્યક્તિઓને આવે રૂપિયા ₹1000નો દંડ કરવાની તૈયારી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના હળવો થયો છે જેને પગલે લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તેમ બિન્દાસ જોવા મળી રહ્યા છે. તહેવારો હોવાનાં કારણે પોલીસ પણ આંખ આડા કાન કરીને લોકોની તહેવારની મજા ન બગડે તેમ ચલાવી રહી હતી. જો કે કોરોના કેસોની સંખ્યા અમદાવાદમાં વધે નહીં તે માટે પોલીસે નવતર પ્રયાસ હાથ ધરી લોકોને માસ્ક્ક પહેરાવવાની કામગીરી શરૂ કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment