Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝચીને ૪૨ દેશને દેવાના ડુંગર તળે દબાવ્યા

ચીને ૪૨ દેશને દેવાના ડુંગર તળે દબાવ્યા

Belt and Road's trap plan : China trapped 42 countries in the vortex of debt, only took loan from Dragon equal to 10 percent of GDP
Share Now

નવી દિલ્હી : ભારતની આસપાસ બોર્ડર શેર કરતા દેશોમાંથી બે દેશોનો ભરોસો કરવો અઘરો છે અને આ બન્ને કપટી દેશો એકબીજા સાથે મળીને કઈને કઈ અટકચાળા કરતા રહેતા હોય છે. પાકિસ્તાન તો સમજ્યા પોતાની રીતે આતંક ફેલાવે અને ચોરીછુપીથી છાના કામ કરીને હેરાનગતિ વધારે. જ્યારે મહાસત્તા ચીન તો છડેચોક ભારત સહિત દુનિયાના નાના અને વિકાસશીલ દેશોને દબાવવાની પેરવીમાં હોય છે. થોડા વર્ષોથી બન્ને દેશોએ મળીને એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં બતાવવામાં આવ્યો છે ફાયદો પરંતુ હવે ધીમે-ધીમે અન્ય દેશો તેનું નુકશાન વેઠી રહ્યા છે અને હજૂ ક્યાં સુધી નુકશાન ચાલુ રહેશે ખબર નથી. જો કે, આ પ્રોજેક્ટનો ભારત પહેલાથી જ વિરોધ કરી રહ્યું છે. ચીને પોતાના મહત્વકાંક્ષી (Belt and Road’s Trap Plan) બીઆરઆઈ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ પ્રોજેક્ટ્સ (BRI DFP)પર પાણીની જેમ પૈસા વાપર્યા છે. તેણે તેના પર વાર્ષિક ૮૫ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. પરંતુ તેની આ દરિયાદિલી દુનિયાના ૪૨ દેશ માટે એક જાળ પુરવાર થઇ છે. તે દેશો પર ચીનનું ૩૮૫ અબજ ડોલરનો દેવું (Debt) ચડી ગયું છે.એક અભ્યાસ અનુસાર આ દેશ પર ચીનનું દેવું તેમની જીડીપી (Gross Domestic Product)ના ૧૦ ટકાની પણ સપાટી કુદાવી ગયું છે.

Belt and Road's Trap Plan

પ્રોજેક્ટના નામે નાના દેશોને કંગાળ બનાવશે કપટી ચીન

અભ્યાસ અનુસાર બીઆરઆઈ (Belt And Road Initiative)ની ૩૫ ટકા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ (Infrastructure Projects) સમસ્યાઓથી ઘેરાયેલા છે.આ અભ્યાસને બેન્કિંગ ઓન બેલ્ટ એન્ડ રોડ : ઇનસાઇટ ફ્રોમ એ ન્યુ ગોલ્બલ ડેટાસેટ ઓફ ૧૩૪૨૭ ચાઇનીસ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ નામ આપવામાં આવ્યું છે. AidDataના આ અભ્યાસને બુધવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેના અનુસાર BRIની ૩૫ ટકા યોજનાઓ ભ્રષ્ટાચાર,મજૂર હિંસા અને પર્યાવરણ અસુરક્ષા અને જનવિરોધ જેવી સમસ્યાઓમાં ફસાઈ છે.

China Belt and Road

BRI પ્રોજેક્ટ

BRIના ઇન્ફ્રા સ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પાટે ચડાવવા માટે એવેરેજ ૧૦૪૭ દિવસનો સમય લાગે છે. તેની તુલનાએ BRI અંતર્ગત ચીન સરકાર દ્વારા ફાયનાન્સ કરવામાં આવનાર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં સ્થિતિ સારી છે. રીપોર્ટ અનુસાર બીઆરઆઈ પ્રોજેક્ટ્સ (Belt and Road’s Trap Plan) સંદર્ભે સ્થાનિક સ્તરે લોકોમાં અસંતોષ પેદા થયેલો છે અને જે-તે દેશની સરકારો માટે ચીન સાથે નજીકના સબંધો જાળવી રાખવા મુશ્કેલ છે. ચીન અન્ય દેશોની મદદના બદલે લોન આપવાનું પસંદ કરે છે. BRIમાં તેનો લોન ટુ એડ રેશિયો (Loan To Aid Ratio) ૩૧:૧ છે જે કોઈ પણ સ્તરથી વધુ છે.

42 દેશો પર ચીનનું દેવું GDPના 10% જેટલું!

અભ્યાસ અનુસાર, ચીને આપેલું દેવું ૪૨ દેશ માટે એક જાળ બની ગયું છે. આ દેશો પર ચીનનું દેવું ૩૮૫ અબજ ડોલર થઇ ગયું છે જે તેમના GDPના ૧૦ ટકાથી પણ વધુ છે. જેનાથી આ દેશોમાં ચીન પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે અને વિપક્ષ સરકાર શાબ્દિક પ્રહાર કરી રહી છે. સરકારો માટે સ્થિતિ સંભાળવી મુશ્કેલ છે. આ અભ્યાસ અનુસાર ચીનના  BRI કાર્યક્રમનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસ એવા સમયે આવ્યો છે કે જયારે કવાડ દેશોએ ઇન્ડો-પેસેફિકમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પાર્ટનરશીપ (Indo-Pacific Infrastructure Partnership) શરુ કરવાના સંકેત આપ્યા છે.

belt-and-roads-trap-plan-china-trapped-42-countries-in-debt

શું કહે છે એક્સપર્ટ્સ

ઓક્સફોર્ડ ઇકોનોમિકસ (Oxford Economics)ના એક અભ્યાસ અનુસાર, અત્યારથી ૨૦૪૦ સુધીમાં વિશ્વભરમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ૯૪ લાખ કરોડ ડોલરની જરૂર હશે. જેનાથી સ્પષ્ટ થશે કે કેમ વિશ્વને ચીનના નાણાંની જરૂર છે. જેને કારણે દેવાના ડુંગર તળે દબાયા પછી પણ વિશ્વના દેશો બીઆરઆઇની ખામીઓને નજરઅંદાજ કરી રહ્યા છે.

ચીનનો છે આ છુપો ઈરાદો

AidData ના અભ્યાસ અનુસાર BRI કરતા ચીનની અન્ય યોજનાઓ સફળ થવાની સંભાવના વધુ છે. બેલ્ટ એન્ડ રોડ ચીનના ઇતિહાસમાં સૌથી મહત્વકાંક્ષી યોજના છે. જે અંતર્ગત ચીન સમગ્ર વિશ્વમાં પોતાનો દબદબો જાળવી રાખવા માંગે છે. જાણકારોના જણાવ્યા અનુસાર, ચીન આ યોજના પાછળ ખરબો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. વિશ્વભરમાં પોતાનું પ્રભુત્વ કાયમ કરવાની સાથે સાથે ચીન તેના સહારે પોતાની મંદ પડેલી અર્થવ્યવસ્થા (Chinese Economy)માં પણ નવા પ્રાણ ફૂંકવા માંગે છે. દક્ષિમ –પૂર્વ એશિયાથી લઈને પૂર્વી યુરોપ અને આફ્રિકા સુધીના કુલ ૭૧ દેશ બેલ્ટ એન્ડ રોડ યોજનાનો ભાગ છે.

belt-and-roads-trap-plan-china-trapped-42-countries-in-debt

આ પણ વાંચો  : અંબાણીનો એક્કો: સતત 10મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, અદાણીની સંપત્તિ સૌથી ઝડપી વધી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment