Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝદરરોજ કેટલું ચીઝ ખાવાથી નહિ આવે હાર્ટ સ્ટ્રોક ?

દરરોજ કેટલું ચીઝ ખાવાથી નહિ આવે હાર્ટ સ્ટ્રોક ?

CHEESE BENIFITS
Share Now

ચીઝએ બધાની હોટટેસ્ટ ફેવરિટ હોઈ છે ..ચીઝની વાત આવે એટલે ખાસ કરીને આપણને ભારતીયોને પિઝા પર નાખવામાં આવેલું ઢગલાબંધ ચીઝ યાદ આવે અને પછી મોઢામાં પાણી આવ્યા વગર ન રહે. અને બાળકોની વાત કરીએ તો બાળકો તો ફ્રીઝમાં ચીઝના ક્યુબ્સ જોયા નથી કે તરત જ ચોકલેટની જેમ એક લઈ લે અને લુખ્ખુ જ ખાઈ લે. આમ ચીઝ નાના-મોટા સહુને પ્રિય છે. ચિઝ એક ગ્લોબલ પ્રોડક્ટ છે તે ભારતના ખૂણામાં રહેતા બાળકથી લઈને અમેરિકાના ખૂણામાં રહેતાં વૃદ્ધા સુધી બધાને બહુ જ ભાવે છે

આપણે અહીંયા ખાસ કરીને બે-ત્રણ જાતના જ ચિઝ મળે છે પણ વિશ્વમાં ચિઝની અગણિત વેરાયટી ઉપલબ્ધ છે.જેને વિવિધ પ્રાણીઓના દૂધમાંથી બનાવવામાં આવે છે આપણે ત્યાં મળતું ચીઝ મુખ્યત્વે ગાય અને ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે જ્યારે અન્ય દેશોમાં બકરીના દૂધ, ઉંટડીના દૂધ વિગેરેમાંથી પણ ચિઝ બનાવવામાં આવે છે. વિશ્વમાં તેની ગુણવત્તાને લઈને સ્પર્ધા પણ યોજવામાં આવે છે.

પણ આપણે વાત કરવા જઈ રહ્યા છે ચીઝના સ્વાસ્થ્યને લાભપ્રદ ફાયદાઓ વિષે. જો તમે ચીઝને ખાતા માત્ર એટલા માટે ડરતા હોવ કે તેમાં રહેલી ફેટ તમને મેદસ્વીતા આવશે તો આ ફાયદાઓ તો તમારે ચોક્કસ જાણી લેવા જોઈએ.

રોગપ્રતિકારક શક્તિને વધારે છે

ચિઝનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું જે રોગપ્રતિકારક તંત્ર છે તે મજબુત થાય છે. સંશોધનો જણાવે છે કે ચીઝમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા સમાયેલા હોય છે જે રોગપ્રતિકારક તંત્રને મજબુત બનવામાં મદદ કરે છે. ખાસ કરીને ગૌડા પ્રકારનું ચીઝ તમારા આંતરડા માટે વધારે લાભપ્રદ છે.

WHITNINIG OF TEETH

FONTERA

દાંતને સ્વસ્થ રાખે છે

તબીબી જગતમાં માનવ શરીરને લાભ પહોંચાડવા માટે વિવિધ સંશોધનો સમગ્ર જગતમાં દિવસરાત ચાલુ રહેતા હોય છે.થોડા સમય પહેલાં પણ આ જ પ્રકારનું એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં લોકોના ચાર જૂથ પાડવામાં આવ્યા તેમાંથી એકને ચીઝનું સેવન કરવા જણાવ્યું, એક ને દૂધનું સેવન કરવા જણાવ્યું, એકને ખાડં વગરના દહીં કે યોગર્ટનું સેવન કરવાનું કહેવામાં આવ્યું અને એક ગૃપને પેરાફિનએટલે કોલસામાંથી ઉત્પન્ન થતા તેલનુંસેવન કરવાનું કહેવામાં આવ્યું.તેમના મોઢાનું આ પ્રયોગ પહેલાં અને પછી પરિક્ષણ કરવામા આવ્યું તો જાણવા મળ્યું કે જે લોકોએ ચીઝનુ સેવન કર્યું હતું તેમના મોઢામાંનું પીએચ લેવલ ઉંચુ આવ્યું હતું.હવે તમને જણાવી દઈએ કે જો મોઢામાં પીએચ લેવલ ઓછું હોય તો તેનાથી મોઢામાં ઉત્પન્ન થયેલા એસિડની અસર સીધી જ દાત પર થાય છે. આમ ચીઝ ખાવાથી તમારા મોઢાની લાળમાં વધારો થયો અને તેના કારણે તમારા દાત મોઢાના એસીડથી પ્રોટેક્ટ થાય છે.

વજન વધારવામાં મદદરૂપ

તે વાતમાં કોઈ જ બે મત નથી કે લોકોમાં હમણા મેદસ્વીતાની સમસ્યા વધી ગઈ છે પણ તમને જણાવી દઈએ કે એવા પણ લાખો લોકો છે જેમને વજન નહીં વધવાની સમસ્યા એટલે કે જરૂર કરતાં ઓછા વજનની સમસ્યા નડતી હોય છે. તો તેવા લોકો માટે ચીઝ મદદરૂપ રહે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા એટલે કે અન્ડરવેઇટની સમસ્યા વધારે જોવા મળે છે તો માતાપિતાએ તેમનું વજન વધારવા માટે તેમના ડાયેટમાં નિયમિત ચિઝનો ઉમેરો કરી શકે છે.એવું નથી કે ચિઝ તમારા વજનને ખરાબ રીતે વધારે છે તે હેલ્ધીલી વજનમાં વધારો કરે છે કારણ કે તેમાં માત્ર વિટામિન્સ કે કેલ્શિયમ જ નહીં પણ બીજા ખનીજતત્ત્વો તેમજ પ્રોટીન પણ સમાયેલા હોય છે. પણ હંમેશા એક સલાહ તમારે લખી રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક કરવો હિતાવહ નથી. માટે ચીઝનું પણ તમારે અંકુશિત સેવન કરવાનું છે.

આ પણ વાંચો : શું પાણીપુરી ખાવાથી વજન ઘટે ??

હાડકાના દુઃખાવામાં રાહત આપે

STRONG BONE

PCOS DIVA

હાડકા માટે સૌથી વધારે જો કોઈ તત્ત્વ મહત્ત્વનું હોય તો તે છે કેલ્શીયમ. તેનાથી હાડકા મજબૂત બને છે. મોટેભાગે કેલ્શિયમ ડેરી પ્રોડક્ટમાં જ વધારે મળે છે અને ચિઝ પણ તેમાનું એક છે. ઉંમર વધતાં આપણા હાડકાની ઘનતા ઘટે છે અને તે પાતળા થવા લાગે છે.અને તેના કારણે હાડકાના વિવિધ રોગોની સમસ્યા ઉભી થાય છે. અને ચિઝના સેવનથી તેને ઘણી હદે અંકુશમાં લાવી શકાય છે.તમને જણાવી દઈએ કે WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) સલાહ આપે છે કે 50 વર્ષથી ઉપરના લોકોએ દીવસમાં ઓછામાં ઓછું 400થી 500 મિલિગ્રામ કેલ્શિયમ લેવું જ જોઈએ. ચીઝમાં માત્ર કેલ્શિયમ જ પુરતા પ્રમાણમાં નથી હોતું પણ તેમાં વિટામિન ડીનું પણ સારું પ્રમાણ હોય છે.

આંતરડાને સ્વસ્થ બનાવે છે ચીઝ

ચીઝમાં માઇક્રો બેક્ટિરિયા સમાયેલા હોય છે જે તમારા આંતરડાને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આ સિવાય ચીઝ તમારા મેટાબોલિક રેટને પણ વધારે છે અને તમને પાચનની સમસ્યાઓથી દૂર રાખે છે.તેમાં સમાયેલા બી 12 વિટામીન તેમજ બેક્ટેરિયા તમારા પાચનતંત્રને વ્યવસ્થિત રીતે કામ કરવામાં મદદ કરે છે. તે શરીરને ભરપૂર ઉર્જા આપે છે તેમ જતેમા સમાયેલા ઓમેગા 3 અને 6તેમજ એમિનો એસિડ હોય છે જે મગજ માટે લાભપ્રદ હોય છે.

ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ લગભગ 40 ગ્રામ જેટલું ચીઝ ખાવાથી સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો ઓછો થઈ શકે છે. ચીનની સોચાઉ યૂનિવર્સિટીના રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, ચીઝમાં ભરપૂર વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે. આ સિવાય યૂરોપિયન જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીઝ આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે જ્યારે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચીઝમાં એક એસિડ હોય છે જે ધમનિઓમાં કોઈ પણ પ્રકારનું બ્લોકેજ હોય તેને દૂર કરે છે.પાચન અને પાચનતંત્ર માટે મેટાબૉલિઝમનો રોલ અત્યંત મહત્વનો છે. ચીઝમાં ડાયટ્રી ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે.

તાજેતરમાં થયેલી એક શોધમાં સાબિત થયુ છે કે ચીઝમાં કેન્સર જન્ય કારણો અને કેન્સર થવાના ચાન્સ ઓછા કરવાની ક્ષમતા છે. પેટનું કેન્સર, કોલોન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થાય છે.

ડાયાબિટીઝ માટે ફાયદાકારક

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ચીઝ ડાયાબિટીસ સામે પણ લડે છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, તે પોતાના ડાયાબિટીઝ પેશન્ટ્સ્ને ડાયટમાં ચીઝ શામેલ કરવાની સલાહ આપતા હોય છે. સૌથી ખાસ વાત એ છે કે ચીઝ બન્ને પ્રકારના ડાયાબિટીઝ માટે ફાયદાકારક છે.

IMMUNITY BOOSTER

EVERY HEALTH

શરીરમાં તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો ચીઝનું સેવન કરવું

ચીઝ દૂધની બનાવટ હોવાને કારણે તેમાં દૂધના પણ ગુણોનો ભંડાર છે, જેમાં એક છે એનર્જી. શરીરમાં તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો ચીઝનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જિમ જતા લોકો પણ પોતાના ડાયટમાં ચીઝ શામેલ કરતા હોય છે.

ચીઝ પ્રેમીઓ માટે મજાના સમાચાર ચાઈનીઝ નિષ્ણાતો લઈ આવ્યા છે. તેમના કહેવા મુજબ રોજ ચીઝ ખાશો તો સ્વસ્થ રહેવાશે. અલબત્ત, બેફામ માત્રામાં ચીઝ પેટમાં પધરાવવાની છૂટ તેમણે નથી આપી. રોજ ૪૦ ગ્રામ જેટલું ચીઝ જ ખાવું જોઈએ. એમ કરવાથી હાર્ટડિસીઝનું જોખમ ૧૪ ટકા અને સ્ટ્રોકનું જોખમ દસ ટકા જેટલું ઘટે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જ્યારે લીલાં શાકભાજી અને ફળોની સાથે ચીઝ ખાવામાં આવે છે ત્યારે શરીર સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલની માઠી અસરો ઘટાડી શકાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment