Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝજાણો ચમત્કારી ફાયદા માત્ર એક ગ્લાસ છાસ પીવાથી !!!!

જાણો ચમત્કારી ફાયદા માત્ર એક ગ્લાસ છાસ પીવાથી !!!!

benifits of b buttermilk
Share Now

ગુજરાતીઓ છાસને અમૃત સમાન માને છે કારણકે ગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે. દહીંમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ. તે ભોજનની સાથે પરફેક્ટ સહાયક પણ છે. એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાશ પીવે છે. તેમ છતાં ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. શું તમને ખબર છે છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ જણાંવાયું છે? એક સ્ટડી મુજબ છાશમાં રહેલી દૂધની ચરબીમાં અદ્ભૂત બાયોએક્ટિવ પ્રોટિન હોય છે જે કોલેસ્ટોરલને ઓછું કરે છે, તેમાં એન્ટીવાઈરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સિનજેનિક તત્ત્વો હોય છે.

healthy buttermilk

herzindgi

એસિડિટીમાં રાહત :

જો તમને જમ્યા પછી એસિડિટીની તકલીફ રહેતી હોય તો, તમારા ભોજનમાં છાશનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. દહીંમાથી બનેલી છાશ તમારા પેટને ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે.

પેટના રોગો દૂર કરે છે

પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે…મસાલેદાર ભોજન પેટમાં બળતરા ઊભી કરે છે, પણ છાશ બળતરાને શાંત પાડવામાં મદદ કરે છે. દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ હકિકતમાં તીખાશ સામે લડવા માટે ઘણી ઉત્તમ છે – તેમાં રહેલું પ્રોટિન તીખાશને સામાન્ય કરી નાંખે છે અને સિસ્ટમને ઠંડી રાખે છે.

પાચનક્રિયા અને રોગ પ્રતિકાર શક્તિને વધારે

છાશમાં રહેલા તત્વો અપચા સામે રક્ષણ આપે છે અને ખાટા ઓડકાર આવતા અટકાવે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠર રસને વધારે છે. તે પાચનક્રિયા અને રોગ પ્રતિકાર શક્તિને વધારે છે.

હાડકા અને દાંતને કરશે મજબૂત

પુખ્તવયની વ્યક્તિને હાડકાં અને દાંતને મજબૂર રાખવા દરરોજ 1,000થી 1,200 મીલી કેલ્શિયમની જરૂર પડે છે. દૂધના એક ગ્લાસમાં 300 મીલી કેલ્શિયમ હોય છે, જ્યારે 1 કપ છાશમાં 420 મીલી કેલ્શિયમ હોય છે. તમારા રોજના ભોજનમાં માત્ર એક કપ છાશનો ઉપયોગ કરવાથી કેલ્શિયમનું પ્રમાણ 350 મીલી સુધી વધી જશે.

છાસ પીવાથી મૂળ થઇ જશે સારો

શું તમે ફૂડ કોમાની ફિલિંગ વિશે જાણો છો? ભોજન પછી છાશ પીવાથી તમને સારું લાગશે. તેલ, માખણ અને ઘી તમારી અન્નનળી અને પેટને જકડી લે છે, ત્યારે છાશ તમને હળવાશનો અનુભવ કરાવશે.

આ પણ વાંચો : પાપડ ખાવાથી થઈ જશો જાડા ??

ઊંઘ સારી આવશે અને હોર્મોન સિન્થેસીસ વધારે

છાશમાં પ્રોટિન, પોટેશિયમ અને વિટામીન બીનું સારું એવું પ્રમાણ હોય છે. આ દરેક તત્વોમાં મોટાપ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ પોષક તત્વો રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, ઊંઘ સારી આવે છે, હોર્મોન સિન્થેસીસ વધારે છે અને બીજા પણ ઘણાં ફાયદા છે.

 

benifits of buttermilk

whisk affair

ગરમીમાં છાસથી ડિહાઈડ્રેશનથી બચશો

જો તમે ગરમીમાં બહાર જઈ રહ્યા હોય તો છાશની બોટલ ભરીને સાથે લેતા જાઓ કે પછી ઘરે આવો ત્યારે ગ્લાસ ભરીને ઠંડી છાશ પીવો. દહીં અને પાણીના આ મિશ્રણમાં મીઠું અને મસાલો નાંખીને પીવો, તેનાથી શરીરમાં ઘટેલા પાણીના જથ્થાની ભરપાઈ તાત્કાલીક થઈ જશે અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ થશે.

પ્રોબાયોટિક બેક્ટેરિયા ફાયદાકારક

ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.

આંતરડાને હેલ્ધી રાખે છે

આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કબજિયાત દૂર કરે છે. છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.

વાયુ કરશે દૂર

છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું.

સ્ફૂર્તિ આપે છે

છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ.

વાળ માટે ઉત્તમ છે

દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

ખોરાક પચાવવામાં મદદ કરે છે

ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment