સાયબર અપરાધીઓ ફિશિંગ હુમલાઓમાં વપરાશકર્તાની માહિતીની ચોરી કરવા માટે તેમની નવી વ્યૂહરચના સાથે પાછા ફર્યા છે, આ વખતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ WhatsApp, Facebook અને અન્યને નિશાન બનાવી રહ્યા છે. મેટા માલિકીની કંપનીએ અહેવાલ આપ્યો છે કે 39,000 થી વધુ એવી વેબસાઇટ્સ મળી આવી છે જે નકલી લોગ ઇન પેજનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓના ડેટાની ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે બધી વેબસાઇટ્સ નકલી છે! આ નકલી વેબસાઈટોના લોગઈન પેજ પર પાસવર્ડ અને ઈમેલ આઈડી જેવી સંવેદનશીલ માહિતી જોવા મળે છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા લોકોને છેતરવા માટે કરવામાં આવે છે.
કેલિફોર્નિયાની કોર્ટમાં કર્યો કેસ
માત્ર વોટ્સએપની નકલી વેબસાઈટ જ નહીં, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરની પણ નકલી વેબસાઈટ બનાવવામાં આવી છે. જે યુઝર તે નકલી વેબસાઇટ પર ક્લિક કરીને પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરે છે તે છેતરપિંડીનો શિકાર બને છે. આ ભૂલ કરવી સરળ છે કારણ કે આ નકલી વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વેબસાઇટ્સ લગભગ વાસ્તવિક જેવી જ દેખાય છે. ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે માત્ર વોટ્સએપ જ નહીં, પરંતુ અન્ય વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા નેટવર્ક્સ – ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેસેન્જર – ફિશિંગ હુમલાઓ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઘટના બાદ, સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે ફિશિંગ હુમલા પાછળના સાયબર લૂંટારાઓની ઓળખ જાહેર કરવા માટે કેલિફોર્નિયાની કોર્ટમાં કેસ કર્યો છે.
આ પણ વાંચો:એન્ડ્રોઈડ મોબાઈલમાં આ ખતરનાક વાયરસે કર્યો એટેક, મોબાઈલમાંથી આ એપને તુરંત જ કરો અનઈન્સ્ટોલ
સાયબર અપ્રાધિઓ આ રીતે લોકોને ફસાવે છે
સાયબર અપરાધીઓ સામાન્ય રીતે તમારા વાસ્તવિક WhatsApp, Facebook, Instagram અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક્સ તેમજ તેમાં લિંક્સ ધરાવતા ઈમેલ મોકલે છે. આ લિંક્સ પર ક્લિક કરવાથી, વપરાશકર્તાઓને નકલી વેબસાઇટ પર લઈ જવામાં આવશે જે બિલકુલ WhatsApp, Facebook અથવા Instagram જેવી દેખાય છે. જો કે, તે નકલી છે અને જો વપરાશકર્તાઓ તેને ઓળખી શકતા નથી, તો તેઓ લોગઇન કરવાનો પ્રયાસ કરે છે અને વપરાશકર્તાઓ અજાણતા પોતાનું નામ અને પાસવર્ડ સાયબર અપરાધીઓને આપી દે છે.
ફિશિંગ હુમલાથી બચવાની રીતો
જો કે સોશિયલ મીડિયા જાયન્ટ આ ફિશિંગ હુમલાઓ કરનારા લોકોને પકડવા માટે અસરકારક રીતે કાર્ય કરી રહ્યું છે, તમે સાવચેત રહેવાની સાથે સરળ યુક્તિઓથી પણ તેમને અટકાવી શકો છો. જો તમને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા મેસેન્જર પર તમારા ફેસબુક યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરવાનું કહેતા કોઈ શંકાસ્પદ ઈમેલ, સંદેશા અથવા ટેક્સ્ટ મળે, તો તેને અવગણો અને તેના પર ક્લિક કરશો નહીં. તમારી વ્યક્તિગત જાણકારી આપશો નહીં. કોઈપણ વેબસાઈટ પર કંઈપણ કરતા પહેલા તમારે તેના વિશે 100 ટકા ખાતરી હોવી જોઈએ. જો તમને WhatsApp અથવા Facebookની માલિકીના સોશિયલ મીડિયા નેટવર્કમાંથી કોઈ લિંક અથવા જોડાણ હોવાનો દાવો કરતો ઈમેલ મળે તો પણ તેના પર ક્લિક કરશો નહીં.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4