Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝમમતા બેનર્જીના ઉમેદવારી પત્ર અંગે ભાજપે EC ને કરી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?

મમતા બેનર્જીના ઉમેદવારી પત્ર અંગે ભાજપે EC ને કરી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?

mamta banerjee
Share Now

પશ્ચિમ બંગાળમાં 30 સપ્ટેમ્બરના રોજ ત્રણ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલ સૌથી વધુ ચર્ચા ભવાનીપુર બેઠકની છે કારણ કે TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી આ સીટ પરથી ઉમેદવાર છે. ત્યારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે તેમના ઉમેદવારી પત્રમાં પેન્ડિંગ ફોજદારી કેસોનો ઉલ્લેખ કર્યો નથી. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

ભાજપે મમતા સામે પ્રિયંકા ટિબરેવાલને ઉતાર્યા મેદાનમાં 

ભવાનીપુર બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે વ્યવસાયે વકીલ પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુર મતવિસ્તાર માટે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે TMC ઉમેદવાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉમેદવારી પત્ર સામે વાંધો ઉઠાવતા રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે.

 

priyanka tebrival, bjp, west bengal

આ પણ વાંચો:શું ગુજરાત બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ બદલાશે સીએમ

અગાઉ નંદીગ્રામથી લડ્યા હતા ચૂંટણી  

ઉલ્લેખનીય છે કે ભવાનીપુર સહિત બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો પર 30 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ પેટાચૂંટણીનું પરિણામ 3 ઓક્ટોબરના રોજ જાહેર થશે. ભવાનીપુર બેઠકને મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ તેમણે નંદીગ્રામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જ્યાં તેમને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

TMC ના શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ખાલી કરી બેઠક 

ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી જીતનાર TMC ના શોભનદેવ ચટ્ટોપાધ્યાયે આ બેઠક ખાલી કરી. જેના કારણે ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરવી પડી હતી. હવે મમતા બેનર્જી આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મમતા બેનર્જી હજુ સુધી ગૃહના સભ્ય નથી. નિયમો અનુસાર, મમતાએ વિધાનસભાના સભ્ય બનવું પડશે અથવા 5 નવેમ્બર પહેલા આ પદ છોડવું પડશે. કોંગ્રેસે ભવાનીપુર બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી. CPM એ આ બેઠક પરથી વકીલ શ્રીજીબ બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.

ભવાનીપુર મમતાનો ગઢ માનવામાં આવે છે

30 સપ્ટેમ્બરે ભવાનીપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ભવાનીપુર વિધાનસભા બેઠકને મમતાનો ગઢ માનવામાં આવે છે. અને મમતા બેનરજી અગાઉ પણ બે વખત અહીંથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે. ત્યારે હવે ભવાનીપુરના ધારાસભ્ય  શોભન દેબ ચટ્ટોપાધ્યાય હવે ખારદહા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે મમતા બેનરજીના ચૂંટણી લડવા માટે ભવાનીપુર બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.

CM મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા

મમતા બેનર્જીએ આ વર્ષે 2 મેના રોજ આવેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં નંદીગ્રામ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મમતા બેનર્જી હાલમાં વિધાનસભાના સભ્ય નથી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર તેમના માટે વિધાનસભાનું સભ્યપદ મેળવવું ફરજિયાત છે.

શું છે બંધારણીય જોગવાઈ 

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મમતા બેરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે, મમતા બેનરજી ચૂંટણી હારી ગયા હતા.  પરંતુ બંધારણીય નિયમ પ્રમાણે મુખ્યમંત્રી બનનાર જો વિધાનસભા સભ્ય ના હોય એટલે કે ધારાસભ્ય ના હોય તો તેને મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર ફરીથી ચૂંટણી જીતીને વિધાનસભાના સદસ્ય બનવું પડે છે. નહીં તો તેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે છે. ત્યારે હવે ચૂંટણી પંચના આ નિર્ણયથી મમતા બેનરજીની ચિંતા ઓછી થઈ છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment