Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝચોટીલાના ‘સિક્કાવાળા ભાભા’

ચોટીલાના ‘સિક્કાવાળા ભાભા’

Panchwada village photo
Share Now

‘સિક્કાવાળા ભાભા’

‘સિક્કાવાળા ભાભા’…આ નામ સાંભળ્યું છે..? આ ‘સિક્કાવાળા ભાભા’ છે ચોટીલા તાલુકાના પાંચવડા ગામના ગોકળભાઇ પરાલિયા નામના ૭૦ વર્ષના અભણ ખેડુત. તેમને જુના ચલણી સિક્કા ભેગા કરવાનો ભારે શોખ……ચાલો આપણે પણ જોઇએ તેમનું કલેક્શન. 

Panchwada village photo 300 વર્ષ જૂની પુંજી

ચોટીલા તાલુકાના પાંચવડા ગામના ગોકળભાઇ પરાલિયા નામના ૭૦ વર્ષના અભણ ખેડૂતે રાજા મહારાજા વખતના અઢીસો-ત્રણસો વર્ષ જુના સિક્કાની પુંજી આજે પણ સાચવી રાખી છે. આજે ચલણી નોટો વધતા સિક્કાનું મહત્વ ઘટ્યું છે. લોકો પાસે ભાગ્યે જ સિક્કા જોવા મળે છે. એમાં પણ જો ક્યાય સિક્કા આપવાના થાય તો આપણને શરમ પણ આવે છે. પરંતુ આ વૃદ્ધ ખેડૂત ગામડાઓમા પગપાળા નિકળે છે. લોકો તેમને સિક્કાવાળા ભાભા કહીને બોલાવે છે. જો કોઈ તેમની પાસે બેસાડે તો પોતાનો ખજાનો શોખથી બતાવે છે.Panchwada village photo

સિક્કાની અવનવી વેરાયટી 

ફરિયામાં જાણે સિક્કાની અવનવી વેરાયટીની મહેફિલ જાગી હોય તેમ બધા લોકો આ મહેફિલમાં જોડાય છે. લોકોને સિક્કાનો શોખ જાગી જાય આ કલેક્શન જોઈને…લોકો દાદાને સીકાની કીમત, કેટલા વર્ષ જુના છે તે, ક્યાના છે તે બધું જ પૂછે છ એને દાદા બધું જ જણાવે છે. કોઈ કલાકાર પોતાનો ખેલ બતાવે તેમ દાદા સિક્કાની વેરાયટી બતાવે છે. 

 

Panchwada village photo

ભારતીય સંસ્કૃતિ 

જુના સિક્કા કે જુનું ચલણ એકઠું કરવું માત્ર શોખ નથી. આ અપની ધરોહર અને અપની સંસ્કૃતિ છે. દરેક સિક્કાની ડીઝાઇનનું કઈક મહત્વ રહેલું છે. ભારતીય ચલણી નોટોમાં તો દેશની સંસ્કૃતિ અને ધરોહરની ગાથા પણ વર્ણવવામાં આવી છે. તેવી જ રીતે સિક્કામાં પણ અનેક મહાપુરુષોની ગાથા વર્ણવવામાં આવી છે. જે આટલા વર્ષો પછી પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે.  

Panchwada village photo

જાણે કે કોઈ જાદુગર એક પછી એક કરતબ બતાવે તેમ દાદા પોતાની બંડીના અલગ-અલગ ખિસ્સામાંથી સિક્કાઓની કોથળી કાઢે છે અને આ મોંઘામુલો ખજાનો સૌને બતાવે છે.

Panchwada village

 

સિક્કાનું કરતબ બતાવતા જાદુગર 

જાણે કે, કોઈ જાદુગર એક પછી એક કરતબ બતાવે તેમ દાદા પોતાની બંડીના અલગ અલગ ખિસ્સામાંથી અલગ અલગ સિક્કાઓની કોથળી કાઢે છે અને આ મોંઘામુલો ખજાનો સૌને બતાવે છે. સાથે સાથે એ..જમાનામાં તેની કેટલી કીમત હતી તે પણ જણાવે છે. ગોકળભાઈ પાસે આ તેમની બાપ-દાદા વખતની મિલકત છે. જે પેઢી દર પેઢી તેમને વરસમાં મળતી આવી છે. દાદા પાસે જુના સિક્કા હતા તે જોઇ અને તેમને પણ જુના સિક્કા ભેગા કરવાનો શોખ જાગ્યો…જે હજુ પણ બરકરાર છે.

જુઓ આ વિડીયો: સિક્કાવાળા ભાભા

Panchwada village photo

સિક્કાનો ખજાનો 

200-300 વર્ષ જુના રાજાશાહી વખતના સિક્કા તેમના આ ખજાનામાં જોવા મળે. આ દાદા તો અભણ છે તેમના પરિવારમાં હવે અત્યારની નવી જનરેશન છે જે ભણેલી છે. તેમ છતાં આ જ તેમની આવડત અને આ જ તેમની મૂડી છે.

Panchwada village photo

પૈસાના બદલામાં પૈસાની ખરીદી 

પૈસાના બદલામાં પૈસાની ખરીદી…! ક્યાય જોઈ કે સાંભળી છે? આ સિક્કા વાળા દાદાનો જુના સિક્કા સંગ્રહ કરવાનો એવો તો જબરો શોખ છે કે, તેમને જો જાણવા મળે કે, આસપાસના ગામડાઓમાં કોઈ પાસે જુના સિક્કા છે તો આ દાદા તરત ત્યાં પહોચી જાય છે અને પૈસા આપી સામે જુના પૈસા ખરીદી લે છે અને આ રીતે તેમના સિક્કા સંગ્રહમાં થયા કરે છે વધારો.

No comments

leave a comment