Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ભાદર-1 ડેમ ઓવરફ્લો, 22 ગામને કરાયા એલર્ટ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ભાદર-1 ડેમ ઓવરફ્લો, 22 ગામને કરાયા એલર્ટ

overflowed
Share Now

રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી આજે સોમવારે વરસાદી (Rain)માહોલ જામ્યો હતો. મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ બની રહેશે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ તમામ વચ્ચે આજે સોમવારે વરસેલા વરસાદથી ભાદર ડેમ ઓવરફ્લો (overflowed)થયો છે. ડેમ ઓવરફ્લો (Dem overflowed)થવાથી રાજકોટ અને તેના આસપાસના વિસ્તાર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

ડેમ ઓવરફ્લો (overflowed)થતા 22 ગામને કરાયા એલર્ટ

રાજ્યમાં આજે સવારથી વરસાદી (Rain)માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદના પગલે બીજા નંબરનો ગણાતો ડેમ ભાદર 1 ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ગોંડલ, જેતપુર, વીરપુર, રાજકોટવાસીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ભાદરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક જોવા મળી છે. 1958 માં બનાવવામાં આવેલા ભાદર ડેમની ઊંડાઈ 34 ફૂટની છે. ભારે વરસાદ (Heavy Rain)ને પગલે દિવસેને દિવસે જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યોં છે. અત્યાર સુધીમાં 24 મી વાર ભાદર ડેમ ઓવરફ્લો (overflow)થયો છે. ભાદર 1 ડેમ (Dem)માં 6648 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો સંગ્રહ થાય છે. 29 દરવાજા ધરાવતો ભાદર 1 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમ (Bhadar Rain)માં 965 ક્યુસેક પાણીની આવક સામે 965 ક્યુસેક પાણીની જાવક જોવા મળી હતી. ડેમના દરવાજા ખોલતા જ નીચાણવાળા ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા તાલુકાના 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટ કોઈએ અવર જવર કરવાની મનાઈ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ભારે વરસાદ (RAIN)ની આગાહી

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ (Rain)વરસ્યો છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગે (Department of Meteorology)આગામી 28 અને 29 ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગઇકાલે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાઇ શકે છે. જ્યારે 29 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિતના આ શહેરમાં વરસાદી માહોલ

આ તમામ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ (Ahmadabad)માં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના ઈસ્કોન ચાર રસ્તા, શિવરંજની, આંબાવાડી, બોપલ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, એસજી હાઇવે સહિતના પશ્ચિમ વિસ્તારમાં ભારે માત્રામાં વરસાદ પડ્યો છે. સતત ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ ઉપરાંત મહીસાગર, મહેસાણા, ગોંડલ પંથકમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયુ છે.

આ પણ વાંચો: રાજ્યમાં ફરી વરસાદી માહોલ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ નોંધાયો છે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં નોંધાયો છે. તો અન્ય શહેરોમાં ક્વાંટ, ડિસા અને ડભોઈમાં પણ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6 કલાકથી 8 સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain)થયો છે તો દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી, ખેરાલુ, વડનગર અને ઉંઝામાં 1 ઇંચ, જોટાણામાં 6 મિમી, બેચરાજીમાં 18 એમએમ, વિજાપુરમાં 15 મિમી વિસનગરમાં 14 મિમી અને સતલાસણામાં 19 મિમી વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ (Rain)પડી શકે છે

રાજ્યમાં ગઇકાલે મંગળવારે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. તો 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy Rain)ની શક્યતા છે.

રાજ્યમાં મેઘાની જમાવટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment