રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે રાજકોટમાં આજી,લાલપરી,ન્યારી બાદ હવે ભાદર-2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ધોરાજીમાં છેલ્લા ચાર કલાકમાં 4ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે રાજકોટની સફુરા નદીમાં પૂર આવ્યું છે. જેને કારણે નદીની નજીકના વિસ્તારમાં આવતા 40 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને નદીના પટ પર ના જવાની સૂચના પણ આપવામાં આવી છે.
40 ગામોને એલર્ટ કરાયા
ભારે વરસાદને પગલે રાજકોટની સફુરા નદીમાં પૂર આવ્યું છે. જેને કારણે નદીની નજીકના વિસ્તારમાં આવતા 40 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ તાલુકાના નવાગામ,લીલાખા ભંડારીયા, જેતપુરના મોણપર, ખંભાલીડા,ખીરસરા ગામોને એલર્ટ કરાયા છે. તેમજ જેતપુરના નવાગઢ, દેરડી, સરધારપુર, રબારીકા, પાંચપીપળા, લુણાગરા, કેરાળી,વસાવડા, લુણાગરીગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જામકંડોરણા અને ધોરાજી તાલુકાના ઈશ્વરીયા,તરાવડા, ભૂખી, વેગડી, ઉમરકોટ સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અને ઉપલેટાના 15, ધોરાજીના 4, કુતિયાણાના 10,માણાવદરના 4 અને પોરબંદરના 4 ગામોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો:કર્ણ ભૂમિ સુરતમાં છેલ્લા 21 દિવસમાં અંગદાન કરવાની આ પાંચમી ઘટના
ભાદર ડેમ રાજકોટ વાસીઓ માટે આશીર્વાદરૂપ
ભાદર ડેમ રાજકોટ અને રાજકોટ સિવાય ગોંડલ અને જેતપુર વિસ્તારમાં પીવાના પાણીની સાથે સાથે ખેતી માટે પણ મુખ્ય સ્ત્રોત સમાન છે. ભૂશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ ભાદર ડેમનો ભૌગોલિક આકાર રકાબી જેવો છે. જેના કારણે ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થતો હોય છે. જેના લીધે ડેમની આસપાસની નદીઓનું પાણી પણ ડેમમાં આવતું હોય છે. ભાદર ડેમ પીવાના પાણીને લઈને ઉપયોગી છે. પરંતુ તે સિવાય ભાદર ડેમ સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ભારે વરસાદને પગલે રાજકોટમાં આજી,લાલપરી,ન્યારી બાદ હવે ભાદર-2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ધોરાજીમાં છેલ્લા ચાર કલાકમાં 4ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે રાજકોટની સફુરા નદીમાં પૂર આવ્યું છે. જેને કારણે નદીની નજીકના વિસ્તારમાં આવતા 40 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને નદીના પટ પર ના જવાની સૂચના પણ આપવામાં આવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4